EPF New Rules: કરોડો નોકરિયાત માટે રાહતના સમાચાર, હવે ક્લેમ નહી થાય રિજેક્ટ, ખતમ થઇ આ કચકચ
EPFO New Rules: ઇપીએફઓએ નિયમોમાં ફેરફાર કરતાં પોતાના કરોડો સબ્સક્રાઇબર્સને મોટી રાહત આપી છે. તેનાથી ઇપીએફના ક્લેમની પ્રોસેસ ઝડપી થઇ જશે.
Trending Photos
EPFO Claim Settlement New Rules: ઇપીએફઓ (EPFO) એ દેશભરના કરોડો સબ્સક્રાઇબર્સને મોટી રાહત આપતાં પોતાના ક્લેમના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે ઇપીએફઓ ક્લેમ (EPFO Claim) સેટલમેન્ટ માટે કેન્સલ ચેક અથવા બેંક પાસબુકની અનિવાર્યતાને ખતમ કરી દીધી છે. ઇપીએફઓ (EPFO)એ આ મુદ્દે જાણકારી આપતાં જણાવ્યું કે સબ્સક્રાઇબર અન્ય તમામ શરતોને પુરી કરી દે છે તો એવામાં તેને ક્લેમ સેટલમેન્ટ માટે ચેકબુક અથવા બેંક પાસબુકને અપલોડ કરવાની છૂટ આપવામાં આવી છે. તેનાથી ઓનલાઇન ક્લેમ સેટલમેન્ટના કેસમાં તેજી આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ચેક લીફ અથવા અટેસ્ટેડ બેંક પાસબુકની કોપીની ઇમેજ અપલોડ ન કરવાના કારણે ઇપીએફઓ ઘણા ક્લેમ રિજેક્ટ કરી દેતું હતું.
EPFO એ જાહેર કર્યું સર્કુલર
28 મેના રોજ ઇપીએફઓ (EPFO) એ આ મામલે સર્કુલર જાહેર કરી જાણકારી આપી છે કે ઓનલાઇન ફાઇલ થનાર ક્લેમના સેટલમેન્ટ માટે ઇપીએફઓ (EPFO)ના નિયમોમાં ફેરફાર કર્યો છે. ચેક લીફ અથવા બેંક એકાઉન્ટની ડિટેલ્સ અપલોડ ન કારણે ક્લેમ રિજેક્શનની સંખ્યાને ઓછે કરવા માતે રૂલ્સમાં થોડ ઓ ફેરફાર કર્યો છે, પરંતુ આ છૂટ વેલિડેશનના કેટલાક કિસ્સામાં આપવામાં આવી છે.
આ કિસ્સામાં મળશે છૂટ
ઇપીએફઓ (EPFO) એ પોતાના સર્કુલરમાં જાણકારી આપી છે કે તે ઇપીએફઓ (EPFO) મેમ્બર્સને જ છૂટ મળશે જેના બીજા વેલિડેશન પુરા હશે. તેમાં બેંકનું કેવાયસીનું ઓનલાઇન વેરિફિકેશન, ડીએસસી (Digital Signature Certificate) દ્વારા એમ્પ્લોયર દ્વારા બેંક KYC વેરિફિકેશન પુરૂ હશે અને UIDAI દ્વારા આધાર નંબરનું વેરિફિકેશન જેવી પ્રોસેસ સામેલ છે.
ઇપીએફ ક્લેમ માટે બેંક ડિટેલ્સ
પહેલાં ઇપીએફઓ ક્લેમ (EPFO Claim) ને પુરો કરવા માટે તમારા ખાતાનો એક કેન્સલ ચેક જેમાં મેંબરનું નામ, બેંક એકાઉન્ટ નંબર અને IFSC કોડ ફરજિયાત હતો. તેનાથી ઇપીએફને તમારા બેંક એકાઉન્ટની ડિટેલ્સ મળતી હતી. તો બીજી તરફ ચેક ન હોવાની સ્થિતિમાં ઇપીએફ મેમ્બર બેંક પાસબુક (જેમાં બેંક મેનેજરની સહી હોય) તેને પણ ખાતાની ડિટેલ્સના રૂપમાં જમા કરાવી શકતા હતા. તેના માટે ઇપીએફ મેમ્બર પાસે યૂનિવર્સલ એકાઉન્ટ નંબર હોવો જરૂરી છે. આ સાથે જ તમારો આધાર નંબર અથવા બેંક એકાઉન્ટનું કેવાઇસી પુરૂ હોવાની સાથે જ યૂએએન નંબરથી વેલિડેટ હોવું જરૂરી છે.
EPF મેંબર કેવી રીતે કરી શકે છે ઓનલાઇન ક્લેમ
1. આ માટે સૌથી પહેલા EPFO મેમ્બર ઓફિશિયલ પોર્ટલ https://unifiedportal-mem.epfindia.gov.in/ પર તમારો UAN નંબર અને પાસવર્ડ દાખલ કરો.
2. આગળ અહીં ક્લેમ સેક્શન પર ક્લિક કરો.
3. અહીં પેન્શન અથવા ફૂલ સેટલમેન્ટ જેવા દાવાનો પ્રકાર સિલેક્ટ કરો.
4. આગળ તમે પહેલાથી ભરેલી વિગતો જોશો. તેને ક્રોસ વેરિફાઇ કરો.
5. આગળ તમે EPFO દ્વારા આપવામાં આવેલ છૂટનો લાભ લો અને તમામ જરૂરી દસ્તાવેજો અથવા ડેટા અપલોડ કરો.
6. ત્યારબાદ બધી માહિતી વેલિડેટ કરો અને ક્લેમ સબમિટ કરો.
7. ત્યારબાદ પોર્ટલ દ્વારા તમારા ક્લેમની પ્રોસેસ પર નજર રાખો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે