Exclusive: ઓનલાઇન શોપિંગ કરનારાઓ માટે મોટી ખુશખબરી, નહી થાય છેતરપિંડી, મળશે વધુ અધિકાર

કેન્દ્ર સરકાર 27 જુલાઇ 2020થી દેશમાં ઇ-કોમર્સ કંપનીઓ માટે નવા નિયમ લાગૂ કરશે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 (Consumer Protection Act 2019) ના અંદર જ ઇ-કોમર્સ કંપનીઓ પર પણ નવા નિયમ લાગૂ થશે.

Exclusive: ઓનલાઇન શોપિંગ કરનારાઓ માટે મોટી ખુશખબરી, નહી થાય છેતરપિંડી, મળશે વધુ અધિકાર

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર 27 જુલાઇ 2020થી દેશમાં ઇ-કોમર્સ કંપનીઓ માટે નવા નિયમ લાગૂ કરશે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 (Consumer Protection Act 2019) ના અંદર જ ઇ-કોમર્સ કંપનીઓ પર પણ નવા નિયમ લાગૂ થશે. આ કાયદો ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019નો એક ભાગ હશે. તેને 20 જુલાઇથી દેશમાં લાગૂ કરવાનો હતો, પરંતુ હવે 27 જુલાઇથી આખા દેશમાં લાગૂ થશે. 20 જુલાઇથી આખા દેશમાં કંઝ્યૂમર પ્રોટેક્શન એક્ટ 2019 લાગૂ છે. 

રામવિલાસ પાસવાન 27 જુલાઇના રોજ પત્રકાર પરિષદમાં તેની જાહેરાત કરશે. દેશમાં પહેલીવાર ઇ-કોમર્સ કંપનીઓ માટે કોઇ ગાઇડલાઇન્સ બનાવવામાં આવી છે. આ પહેલાં ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986માં ઇ-કોમર્સ કંપનીઓ માટે કોઇ નિયમ ન હતો. 

દેશમાં ઇ-કોમર્સ કંપનીઓ માટે નવા નિયમ લાગૂ થતાં ઓનલાઇન શોપિંગ કરનારાઓની સાથે હવે કોઇપણ છેતરપિંડી માટે હવે દંડની જોગવાઇ હશે. ગ્રાહકોની સાથે જો ઓનલાઇન શોપિંગમાં છેતરપિંડી કરવામાં આવે છે તો હવે ઇ-કોમર્સ કંપનીઓ પર લગામ કસવામાં આવશે. નવા ઇ-કોમર્સ કાયદાથી ગ્રાહકોની સુવિધા તો વધશે, ઘણા અધિકાર પણ આપવામાં આવશે. 

નવા ગ્રાહક સુરક્ષા કાયદામાં ઇ-કોમર્સ કંપનીઓને હવે ગ્રાહકોના હિતોનું વધુ ધ્યાન રાખવું પડશે. ભલે તે કંપનીઓ દેશમાં રજિસ્ટર્ડ હોય કે પછી વિદેશમાં નવા નિયમમાં દંડ સાથે સજાની પણ જોગવાઇ કરવામાં આવી છે. જો કોઇ ગ્રાહક ઓર્ડર બુક કર્યા બાદ કેન્સલ કરી દે છે તો ઇ-કોમર્સ લઇ ન શકે. ખરાબ સામાન ડિલીવર કરતાં પર દંડની જોગવાઇ હશે. 

રિફંડ, એક્સચેંજ, ગેરન્ટી-વોરન્ટી જેવા તમામ જાણકારી ઇ-કોમર્સ કંપનીઓ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવી પડશે. તમને જણાવી દઇએ કે પ્રોડક્ટ કયા દેશની છે અને કયા દેશમાં બની છે? સાથે જ ભૂલ અથવા ખોટી કિંમત અથવા હિડન ચાર્જ પર પર લગામ કસવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news