ઉતાર-ચઢાવ છતાં મ્યુચ્યુઅલ ફંડમાં લોકોનો વિશ્વાસ યથાવત, AUMમાં 14 ટકાનો વધારો

કુલ 41 મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓના મેનેજમેન્ટ હેઠળ પરિસંપત્તિ(AUM) સપ્ટેમ્બર મહિનામાં વધીને રૂ. 23.4 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી છે.

ઉતાર-ચઢાવ છતાં મ્યુચ્યુઅલ ફંડમાં લોકોનો વિશ્વાસ યથાવત, AUMમાં 14 ટકાનો વધારો

નવી દિલ્હી: ડોલરની સરખામણીએ રૂપિયો નીચલા સ્તર પર પહોંચી જવાથી દેશની અર્થવ્યવસ્થા પર તેની સીધી અસર જોવા મળી છે. શેરબજારમાં પણ સતત કડાકો જોવા મળી રહ્યો છે. તે છતા પણ મ્યુચ્યુઅલ ફંડ પર લોકોનો વિશ્વાસ વધ્યો છે. મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓમાં મેનેજમેન્ટથી પરિસંપત્તિ(AUM) જુલાઇ-સપ્ટેમ્બર મહિનામાં વધીને 24 લાખ કરોડ રૂપિયા સુધીનો વધારો થયો છે. આ ગત વર્ષની તુલનાએ 14 ટકા વધારે છે. છૂટક રોકાણકારોની તરફથી મ્યુચ્યુઅલંડમાં વધતા રસને ધ્યાને રાખીને ઉદ્યોગ દ્વારા ચાલુ કરવામાં આવેલા જાગૃતાનો અભિયાન તેના માટે કારણભૂત સાબિત થયો છે.

એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા(એમ્ફી)ના આંકડાઓ અનુસાર કુલ 41 મ્યુચ્યુઅલ ફંડ કંપનિઓના મેનેજમેન્ટ અનુસાર (AUM) સપ્ટેમ્બર મહિનામાં વધીને 23.4 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. ત્રિમાસિક આધાર પર તેમાં માત્ર 2.5 ટાક સુધીની વૃદ્ધિ જોવા મળી હતી. જ્યારે 2017ના જુલાઇ અને સપ્ટેમ્બર મહિનાના સમયગાળામાં આ આંકડો 21 લાખ કરોડ રૂપિયા હતો.

ઉદ્યોગ નિષ્ણાંતોએ કહ્યુ કે છૂટક રોકાણકારો ખાસ કરીને નાના શહેરમાં મજબૂત સહભાગિતાના કારણે વૃદ્ધિમાં વધારો નોંધાયો છે

સમીક્ષા સમયગાળામાં કુલ 41 મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓમાંથી 33 કંપનીઓની AUMમાં વૃદ્ધિ જોવા મળી છે, જ્યારે આંઠ કંપનીઓના AUMમાં ઘટાડો નોંધાયો હતો. આઇસીઆઇસીઆઇના મ્યુચ્યુઅલ ફંડના AUM સૌથી ઉપર રહ્યા હતા. જેના મેનેજમેન્ટ અનુસાર AUM 3,10,250 કરોડ રૂપિયા રહ્યો છે. ત્યાર બાદ એચ.ડી.એફ.સી એમ.એફ(3,06,360 કરોડ રૂપિયા) અને આદિત્યા બિરલા સન લાઇફ એમએફ(2,54,207 કરોડ રૂપિયા) રહ્યો હતો. 

બે દિવસમાં પાંચ લાખ કરોડ રૂપિયા ડૂબ્યા 
બીજી બાજુ જો શેર બજારની વાક કરીએતો શેર બજારમાં જોરદાર ઘટાડાથી બે દિવસમાં રોકાણકરોના 5 લાખ કરોડ રૂપિયા ઓછા થયા છે. બે દિવસમાં મુંબઇ શેર બાજારનું સેન્સેક્સ 1,357 અંક તૂટ્યું છે. ગુરુવારે શેર બજારમાં જોરદાર વેચાણ યથાવત રહ્યું હતું. સેન્સેક્સ 806 અંક તૂટીને 35,169 અંક પર આવી પહોચ્યો હતો. જ્યારે રૂપિયા તેના અત્યાર સુધીના નીચલા સ્તર પર પહોંચ્યો જ્યારે ક્રુડ ઓઇલના 86 ડોલર પ્રતિ બેરલ પર આવી પહોચ્યો હતો. બુધવારે સેન્સેક્સ 550.51 અંક તૂટ્યો હતો.

બજારમાં આવેલા જેરદાર કડાકાથી મુંબઇ શેર બજારમાં કંપનિઓના લિસ્ટમાં બજારમાં રોકાણના બે દિવસમાં 5,02,895.97 કરોડ રૂપિયાથી ઘટીને 1,40,39,742.92 કરોડ રૂપિયા પર આવી ગયો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news