આ શેર બન્યો નોટો છાપવાનું મશીન! 10 હજારનું રોકાણ કરનારને મળ્યો 5 લાખથી વધુનો ફાયદો
Multibagger Stocks: ઓરિયનપ્રો સોલ્યુશન્સે ઈન્વેસ્ટરોને બમ્પર રિટર્ન આપ્યું છે. આ સ્ટોકમાં રોકાણ કરનાર લાખોપતિ બની ગયા છે. આ સ્ટોકે લોન્ગ ટર્મમાં મોટી કમાણી કરાવી છે.
Trending Photos
નવી દિલ્હીઃ શેર બજારમાં જો સારા સ્ટોકમાં રોકાણ કરવામાં આવે તો બમ્પર નફો મળે છે. બજારમાં ઘણા શેર એવા છે, જેમાં રોકાણ કરનારા માલામાલ બની ગયા છે. આજે અમે તમને આવા શેર વિશે જણાવી રહ્યાં છીએ, જેમાં રોકાણ કરનારને 600 ટકાથી વધુનું છપ્પરફાડ રિટર્ન મળ્યું છે. આ શેરમાં 10 હજારનું રોકાણ કરનારને 5 લાખ રૂપિયાથી વધુનો નફો થયો છે. શેર બજારમાં સતત તેજી જોવા મળી રહી છે. તેવામાં ઈન્વેસ્ટરો મોટી માત્રામાં ખરીદી કરી રહ્યાં છે. પરંતુ તમે કોઈ સ્ટોકમાં રોકાણ કરતા પહેલા તમારા સલાહકાર સાથે ચર્ચા જરૂર કરો. આમ ન કરવા પર તમારે આર્થિક રીતે નુકસાન ઉઠાવવું પડી શકે છે. બજારમાં જાણકારી વગર રોકાણ કરવાથી બચો. આવો તમને જણાવીએ ઈન્વેસ્ટરોને લાખોપતિ બનાવનાર શેર વિશે...
રોકાણકારોને બનાવ્યા લાખોપતિ
ઈન્વેસ્ટરોને બમ્પર નફો આવનાર આ શેર સોફ્ટવેર પ્રોડક્ટ કંપની ઓરિયનપ્રો સોલ્યુશન્સ (Aurionpro Solutions)નો છે. આ સ્ટોકે ઈન્વેસ્ટરોને લોન્ગ ટર્મમાં શાનદાર રિટર્ન આપ્યું છે. ત્રણ વર્ષમાં આ સ્ટોકે 10 હજાર રૂપિયાના રોકાણને 5.5 લાખ રૂપિયા બનાવી દીધા છે. શોર્ટ ટાઈમમાં પણ સારી કમાણી કરાવી છે. ઈન્વેસ્ટરોને છેલ્લા 9 મહિનામાં 683 ટકાનું રિટર્ન મળ્યું છે. એક્સપર્ટ પ્રમાણે આ શેરમાં આવનારા સમયમાં વધુ તેજી જોવા મળી શકે છે.
તોફાની તેજીથી ભાગી રહ્યો છે શેર
ઓરિયનપ્રો સોલ્યુશન્સનો શેર ત્રણ વર્ષ પહેલા 7 મે 2020ના આશરે 40 રૂપિયાના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. તો બુધવારે આ કંપનીના શેર 2248 રૂપિયાના સ્તર પર બંધ થયા હતા. બુધવારે પણ તેમાં તેજી જોવા મળી હતી. તો છેલ્લા એક વર્ષની વાત કરીએ તો 28 માર્ચ 2023ના સ્ટોક 291 રૂપિયાના નિચલા સ્તરે હતો. ત્યારબાદ છેલ્લા નવ મહિનામાં ઉછળીને બે હજાર રૂપિયાને પાર પહોંચી ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે