Morning Vastu Tips: સવારે જાગીને તુરંત જોઈ આ 4 માંથી કોઈ એકપણ વસ્તુ તો પતી ગયું.... આખો દિવસ ખરાબ જાશે
Morning Vastu Tips:સવાર જેવી હોય તેવો જ આખો દિવસ પસાર થાય છે. આવી સ્થિતિમાં વ્યક્તિએ સવારે કેટલાક કામ કરવાથી બચવું જોઈએ. જો ભૂલથી પણ તમે સવારે કેટલાક કામ કરી બેસો છો તો તમારે આખો દિવસ સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને તમારો દિવસ ખરાબ જાય છે.
Trending Photos
Morning Vastu Tips: સવારનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. એવું માનવામાં આવે છે કે તમારા દિવસની શરૂઆત એટલે કે સવાર જેવી હોય તેવો જ આખો દિવસ પસાર થાય છે. આવી સ્થિતિમાં વ્યક્તિએ સવારે કેટલાક કામ કરવાથી બચવું જોઈએ. જો ભૂલથી પણ તમે સવારે કેટલાક કામ કરી બેસો છો તો તમારે આખો દિવસ સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને તમારો દિવસ ખરાબ જાય છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે સવારે જો તમે કેટલીક બાબતોનું ધ્યાન રાખો તો તમારે દિવસમાં નિષ્ફળતા અને ર્દુભાગ્યનો સામનો કરવો પડતો નથી. ચાલો આજે તમને જણાવીએ કે સવારે એવી કઈ વસ્તુઓ છે જેને જોવી જોઈએ નહીં. જેને જોઈને દિવસની શરૂઆત કરવામાં આવે તો દિવસ ખરાબ જાય છે.
બંધ ઘડિયાળ
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં બંધ ઘડિયાળ કે ખરાબ ઘડિયાળ રાખવી જ નહીં. કારણ કે તેનાથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. તેમાં પણ જો તમે બંધ ઘડિયાળને ઘરમાં લટકાવી રાખી હોય અને આંખ ખુલતાની સાથે જ તમે બંધ ઘડિયાળને જુઓ છો તો આખો દિવસ તમારો ખરાબ જાય છે.
અરીસો જોવો
ઘણા લોકોને આદત હોય છે કે સવારે જાગીને સૌથી પહેલા અરીસામાં પોતાનો ચહેરો જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર આમ કરવું ખૂબ જ અશુભ છે તેનાથી આખો દિવસ ખરાબ જાય છે. સવારે આંખ ખુલે એટલે સૌથી પહેલા ભગવાનના દર્શન કરવા જોઈએ. સવારે જાગીને ક્યારેય પોતાનો પડછાયો પણ જોવો નહીં તેનાથી જીવનમાં સમસ્યા વધે છે.
હિંસક પ્રાણી
જો સવારે જાગીને તુરંત જ તમે હિંસક પ્રાણીનો ફોટો કે મૂર્તિ જુઓ છો તો તેનાથી આખો દિવસ તમારો વિચિત્ર પસાર થશે. આમ કરવું પણ વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ અશુભ છે.
ગંદુ રસોડું
સનાતન ધર્મમાં માન્યતા છે કે ઘરના રસોડાને સ્વચ્છ રાખવું જોઈએ અને ગંદા વાસણ રાત્રે રસોડામાં રાખવા નહીં. જે ઘરમાં રસોડું સાફ થતું નથી અને સવારે જાગીને તમે સીધા જ ગંદુ રસોડું કે એઠા વાસણ જુઓ છો તો તેનાથી તમારા દિવસ પર પણ નકારાત્મક અસર થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે