Bumper Return: ફક્ત 5 રૂપિયાવાળા શેરે 36 મહિનામાં જ બનાવી દીધા કરોડપતિ! રોકાણકારો રાજી રાજી

Mutibagger Stock : રિન્યુએબલ એનર્જી સેક્ટરની આ કંપનીના શેરે છેલ્લા એક વર્ષમાં બધાને ચોંકાવી દીધા છે અને તેના રોકાણકારોને 5,487 ટકા વળતર આપ્યું છે. આ શેરની કિંમત 23 ઓગસ્ટ, 2022ના રોજ 12.87 રૂપિયા હતી, પરંતુ એક વર્ષમાં તેની કિંમતમાં 706 રૂપિયાનો વધારો થયો છે.

Bumper Return: ફક્ત 5 રૂપિયાવાળા શેરે 36 મહિનામાં જ બનાવી દીધા કરોડપતિ! રોકાણકારો રાજી રાજી

Stock Made Investors Crorepati: શેરબજાર (Share Market) ને ભલે જોખમી ધંધો કહેવામાં આવે છે, પરંતુ તે રોકાણકારો માટે નસીબ ખોલવાની ચાવી પણ બની જાય છે. માર્કેટમાં આવા ઘણા સ્ટોક્સ છે, જેણે લોકોને એક જ ઝાટકે અમીરોની કતારમાં ઉભા કરી દીધા છે. આવો જ એક સ્ટોક છે ટેલરમેડ રિન્યુએબલ્સનો (Taylormade Renewables), જેણે રોકાણકારોને માત્ર 36 મહિનામાં એટલું વળતર આપ્યું છે કે લખપતિ લોકો કરોડપતિ (Crorepati) બની ગયા છે. આવો જાણીએ કે આ શેરે કેવી રીતે કમાલ કરી?

સ્મોલકેપ શેરોનું મલ્ટિબેગર વળતર
શેરબજારમાં આવા ઘણા શેરો છે, જે તેમના રોકાણકારોને મલ્ટિબેગર રિટર્ન (Mulytibagger Return) આપી રહ્યા છે. ટેલરમેડ રિન્યુએબલ્સ વિશે વાત કરીએ તો રિન્યુએબલ એનર્જી સોલ્યુશન્સ પૂરી પાડતી આ સ્મોલકેપ કંપનીના શેર પણ મલ્ટિબેગર સ્ટોક સાબિત થયા છે. સૌથી મહત્વની વાત એ છે કે આ શેરે તેના રોકાણકારોને લાંબા ગાળામાં નહીં પણ માત્ર ત્રણ વર્ષમાં કરોડપતિ બનાવવાનું કામ કર્યું છે. હકીકતમાં, આ સમયગાળા દરમિયાન કંપનીના શેરના ભાવમાં 14,000 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. 19 ઓગસ્ટ, 2020 ના રોજ, આ શેરની કિંમત 4.40 રૂપિયા હતી, જે ગુરુવારે ટ્રેડિંગના અંતે 719 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ હતી.

માર્કેટમાં ઘટાડાની અસર શેર પર થતી નથી
ગુરુવારે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. બજારના બંને ઇંડેક્સ આખો દિવસ લાલ નિશાન પર ટ્રેડ થયા હતા અને અંતે બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરોવાળા સેન્સેક્સ (BSE Sensex) 388.40 પોઈન્ટના ઘટાડા સાથે 65,151.02 ના સ્તરે બંધ થયા હતા. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE Nifty) નો નિફ્ટી ઇન્ડેક્સ 99.75 પોઇન્ટ સરકીને 19,365.25 ના સ્તરે બંધ થયો હતો. બજારમાં તીવ્ર ઘટાડો હોવા છતાં, ટેલરમેડ રિન્યુએબલ્સનો શેર (Taylormade Renewables) લીલા નિશાન પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. ટ્રેડિંગના અંત સુધીમાં આ શેરમાં અપર સર્કિટ લાગી હતી. ટેલરમેડનો શેર 4.99 ટકા અથવા રૂ. 34.20 રૂ. ની બઢત સાથે બંધ થયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news