ગુજરાતમાં શું થવા બેઠું છું? જામનગરમાં મહિલા નેતાઓ વચ્ચે તું તું મેં મે...નો બીજો કિસ્સો! 'ઔકાત હોય તો જ...'

જામનગર મનપાની જનરલ બોર્ડમાં પણ ભાજપ મહિલા નેતાઓ વચ્ચે થયેલ ડખાનો મુદ્દો ઉછડયો હતો. વોર્ડ નંબર 4ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર રચના નદાણીયાએ મેયરને કહ્યું હતું કે, ઔકાત હોય તો જ જનરલ બોર્ડ પૂરું કરાય...અધવચ્ચે બોર્ડ મૂકીને જવાય નહિ.

ગુજરાતમાં શું થવા બેઠું છું? જામનગરમાં મહિલા નેતાઓ વચ્ચે તું તું મેં મે...નો બીજો કિસ્સો! 'ઔકાત હોય તો જ...'

ઝી બ્યુરો/જામનગર: વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપનો આંતરિક કલેશ સાવ સપાટી પર આવી ગયો છે. ભાજપમાં યાદવાસ્થળીનો રોજ કોઈકને કોઈક કિસ્સો સામે આવી રહ્યો છે. ત્યારે આજે જામનગરમાં એક જ દિવસમાં બે મોટા કિસ્સાઓ સામે આવ્યા છે. જામનગરમાં એક જાહેર કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજા અને ભાજપના જ સાંસદ પૂનમબેન માડમ વચ્ચે જાહેરમાં શાબ્દિક તુતુ મૈંમૈં જોવા મળી. હજું આ ઘટનાની શાહી સૂકાઈ નહોતી અને જામનગર મનપાની જનરલ બોર્ડમાં વોર્ડ નંબર 4ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર રચના નદાણીયા અને મેયર વચ્ચે ચકમક જરી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, જામનગર મનપાની જનરલ બોર્ડમાં પણ ભાજપ મહિલા નેતાઓ વચ્ચે થયેલ ડખાનો મુદ્દો ઉછડયો હતો. વોર્ડ નંબર 4ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર રચના નદાણીયાએ મેયરને કહ્યું હતું કે, ઔકાત હોય તો જ જનરલ બોર્ડ પૂરું કરાય...અધવચ્ચે બોર્ડ મૂકીને જવાય નહિ. તમને જણાવી દઈએ કે, નગરસેવિકા રચના નદાણીયાએ કોમર્શિયલ ટેક્સ વધારાનો વિરોધ કર્યા બાદ જનરલ બોર્ડમાં હોબાળો મચાવ્યો હતોૉ. 

— Zee 24 Kalak (@Zee24Kalak) August 17, 2023

સાંસદ પૂનમ માડમ પર ધુઆંપુઆં થયા ધારાસભ્ય રિવાબા જાડેજા!
વાત જાણે એમ બની હતીકે, જામનગરના પ્રખ્યાત લાખોટા તળાવ પાસે એક જાહેર કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં ભાજપના સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય રિવાબા જાડેજા એક સાથે એક મંચ પર હતાં. આ સમયે જામનગરના મેયર પણ આ મંચ પર હાજર હતા. અચાનક મંચ પર માહોલ બગડ્યો. ધારાસભ્ય અને સાંસદ વચ્ચે અચાનક કોઈક વાતે બોલાચાલી થઈ. જોતજોતામાં મામલો સખત ગરમાઈ ગયો. જેમાં ભાજપના જ ધારાસભ્ય અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા ભાજપના જ સાંસદ પૂનમ માડમ પર સખત ગુસ્સે ભરાયા. પબ્લિક અને કાર્યકરોની હાજરીમાં જ સાંસદ પૂનમ માડમ પર ધુઆંપુઆં થયા ધારાસભ્ય રિવાબા જાડેજા!

ધારાસભ્ય રિવાબા જાડેજાએ પોતાની જ પાર્ટીના પોતાનાથી સિનિયર એવા સાંસદ પૂનમ માડમને ખરીખોટી સંભળાવી દીધી. આ ઘટનાનો વીડીયો પણ હાલ સામે આવ્યો છે. જેમાં રિવાબા જાડેજા ખુબ જ ગુસ્સે થઈને સાંસદ પૂનમ માડમને એવું કહેતા દેખાઈ રહ્યાં છેકે, ચૂંટણીમાં પણ આપનું બહુ વડીલપણું જોવા મળ્યું હતું. 

ધારાસભ્ય રીવાબા જાડેજા અને મેયર બીનાબેન કોઠારી તથા સાંસદ પૂનમબેન માડમ વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ. શહેર ભાજપ ધારાસભ્ય રિવાબા જાડેજા ભારે આક્રમક મૂડમાં જોવા મળ્યા. ત્રણ મોટા મહિલા નેતાઓ વચ્ચે થોડા સમય માટે શાબ્દિક યુદ્ધ છેડાતા ભારે ચર્ચાનો વિષય બન્યો. ધારાસભ્ય દિવ્યેશ અકબરી, શહેર ભાજપ પ્રમુખ અને જિલ્લા પોલીસવડા દ્વારા મામલો થાળે પાડવામાં આવ્યો હતો. સમગ્ર મામલો સામે આવતા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ પોતાના નિવેદનમાં જણાવ્યું છેકે, હું આ ઘટના અંગે તપાસ કરાવીશ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news