આ ઓટો સ્ટોકે રોકાણકારોને સમૃદ્ધ બનાવ્યા, 3 વર્ષમાં 600 ટકાથી વધુનું બમ્પર વળતર આપ્યું

Multibagger Penny Stock: પ્રિકોલ લિમિટેડના સ્ટોકે છેલ્લા ત્રણ વર્ષમાં રોકાણકારોને જોરદાર રિટર્ન આપ્યું છે. શેરની કિંમતમાં આ દરમિયાન મોટો વધારો થયો અને ત્રણ વર્ષમાં 600 ટકાથી વધુની તેજી આવી છે. કંપનીના નફામાં પણ તાજેતરના ક્વાર્ટરમાં વધારો થયો છે. 

આ ઓટો સ્ટોકે રોકાણકારોને સમૃદ્ધ બનાવ્યા, 3 વર્ષમાં 600 ટકાથી વધુનું બમ્પર વળતર આપ્યું

મુંબઈઃ શેર બજારમાં એવા ઘણા સ્ટોક્સ છે, જેણે ઈન્વેસ્ટરોને માલામાલ કરી દીધા છે. આવો એક શેર પ્રિકોલ લિમિટેડનો છે. આ સ્ટોકે છેલ્લા ત્રણ વર્ષમાં ઈન્વેસ્ટરોને શાનદાર રિટર્ન આપ્યું છે. આ દરમિયાન શેરની કિંમત 14 નવેમ્બર, 2020ના 49.29 રૂપિયાથી વધી 7 નવેમ્બર, 2023ના 360.45 રૂપિયા થઈ ગઈ છે. એટલે કે ત્રણ વર્ષના હોલ્ડિંગ પીરિયડમાં 600 ટકાથી વધુ છે. જો કોઈ ઈન્વેસ્ટરે કંપનીમાં ત્રણ વર્ષ પહેલા એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેની કિંમત 7 લાખ રૂપિયા થઈ ગઈ હોત.

તાજેતરના ક્વાર્ટર Q1FY24 માં કંપનીએ 30 જૂન, 2023ના સમાપ્ત ક્વાર્ટર માટે પોતાના નેટ પ્રોફિટમાં 55.09% ની વૃદ્ધિની સાથે 31.94 કરોડ રૂપિયાની વૃદ્ધિ નોંધી હતી. તો પાછલા વર્ષના સમાન ક્વાર્ટરમાં તે 20.59 કરોડ રૂપિયા હતા. Q1FY24 માટે કંપનીનું શુદ્ધ વેચાણ 20.31 ટકા વધી 522.10 કરોડ રૂપિયા થઈ ગયું, જ્યારે પાછલા વર્ષે આ સમાન ક્વાર્ટરમાં 433.98 કરોડ રૂપિયા હતું. 

પ્રિકોલ લિમિટેડ ડ્રાઇવર ઈન્ફોર્મેશન સિસ્ટમ, વોટર પંપ, ચેન ટેન્શનર, કેબ ટિલ્સ, ઈંધણ સેન્સર, તાપમાન/દબાવ સેન્સર અને વાઇપિંગ સિસ્ટમ જેવી ઘણી પ્રોડક્ટ્સના પ્રોડક્શનમાં છે. કંપનીએ પોતાનો કારોબાર વર્ષ 1974માં શરૂ કર્યો હતો. તેનું મુખ્યાલય કોયંતબુર તમિલનાડુમાં છે. 

આજે પ્રિકોલ લિમિટેડના શેર 366 રૂપિયા અને 360.30 રૂપિયાના ઊંચા અને નિચલા સ્તરની સાથે 363.85 રૂપિયા પર ખુલ્યા હતા. સ્ટોકનું 52 સપ્તાહનું હાઈ લેવલ 385 રૂપિયા અને 52 સપ્તાહનું લો લેવલ 170.70 રૂપિયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news