આ શેરની ગતિ સામે રોકેટ પણ ફેલ! ₹7 થી સીધો પહોંચ્યો ₹700 ને પાર, કરોડપતિ બન્યા ઈન્વેસ્ટરો

Multibagger Stock: શેર બજારમાં જો સાચા સ્ટોક્સમાં રોકાણ કરવામાં આવે તો બમ્પર નફો થઈ શકે છે. એવા ઘણા શેર છે જેણે બજારમાં ઘટાડા છતાં ઈન્વેસ્ટરોને માલામાલ કર્યાં છે. આ શેરમાં હજુ તેજી જોવા મળી રહી છે. 

આ શેરની ગતિ સામે રોકેટ પણ ફેલ! ₹7 થી સીધો પહોંચ્યો ₹700 ને પાર, કરોડપતિ બન્યા ઈન્વેસ્ટરો

નવી દિલ્હીઃ શેર બજારમાં કેટલાક ઈન્વેસ્ટર જોરદાર કમાણી કરે છે. તો ઘણા લોકો નુકસાની પણ ભોગવે છે. બજારમાં પૈસા કમાવા માટે સારા શેરમાં રોકાણ કરવું જરુરી છે. આમ ન કરવા પર આર્થિક નુકસાન ઉઠાવવું પડી શકે છે. સ્ટોક માર્કેટમાં એવા ઘણા શેર છે, જેણે ઈન્વેસ્ટરોને માલામાલ કરી દીધા છે. આ સ્ટોકે બજારમાં ઘટાડા બાદ પણ ઈન્વેસ્ટરોની તિજોરી ભરી દીધી છે. ઘણા એવા શેર છે જેમાં રોકાણ કરનારા કરોડપતિ બની ગયા છે. આજે અમે તમને આવા એક શેર વિશે જણાવીશું જેણે ઈન્વેસ્ટરોને છપ્પર ફાડ રિટર્ન આપ્યું છે. શેરમાં હજુ પણ તેજી જોવા મળી રહી છે. 

બજારમાં ઉતાર-ચઢાવ વચ્ચે આ સ્ટોકે ઈન્વેસ્ટરોની રકમ વધારી દીધી છે. પરંતુ કોઈ શેરમાં રોકાણ કરતા પહેલા એકવાર તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ જરૂર લો. આમ ન કરવા પર તમારે આર્થિક નુકસાન ઉઠાવવું પડી શકે છે. બજારમાં જાણકારી વગર રોકાણ કરો નહીં. આવો તમને જણાવીએ ઈન્વેસ્ટરોને બમ્પર રિટર્ન આપનાર આ શેર વિશે.

આ સ્ટોકે કર્યાં માલામાલ
ઈન્વેસ્ટરોને માલામાલ કરનાર શેર લોયડ્સ મેટલ્સ એન્ડ એનર્જી (Lloyds Metals And Energy Ltd) છે. આ શેરમાં સતત તેજી જોવા મળી રહી છે. આજે પણ શેરમાં 3 ટકાથી વધુની તેજી આવી છે. છેલ્લા એક મહિનામાં આ શેર 4 ટકા ઉપર ગયો છે. તો છ મહિનામાં સ્ટોકે 19 ટકાનું રિટર્ન આપ્યું છે. છેલ્લા એક વર્ષમાં સ્ટોકમાં 32 ટકાથી વધુની તેજી આવી છે. 

લોન્ગ ટર્મમાં આપ્યું બમ્પર રિટર્ન
એક સમય પર પેની સ્ટોક રહેલ લોયડ્સ મેટલ્સ એન્ડ એનર્જી લિમિટેડે ઈન્વેસ્ટરોને લોન્ગ ટર્મમાં માલામાલ કર્યાં છે. આ શેર 4 વર્ષ પહેલા એટલે કે 5 જૂન 2020ના આશરે 7 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. તો આજે શેર 746 રૂપિયા પર પહોંચી ગયો છે. શેરનું 52 સપ્તાહનું લો લેવલ 369 રૂપિયા છે. છેલ્લા ચાર વર્ષમાં શેરમાં જોરદાર તેજી આવી છે. જો કોઈ ઈન્વેસ્ટરે આ શેરમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેને 1 કરોડ રૂપિયા જેટલું રિટર્ન મળ્યું હોત. છેલ્લા ત્રણ વર્ષમાં શેરમાં 1900 ટકાથી વધુની તેજી આવી છે. છેલ્લા એક વર્ષમાં શેર 90 ટકાથી ઉપર વધ્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news