28 રૂપિયાના શેરનો કમાલ, 1 લાખના બનાવી દીધા 12.40 લાખ રૂપિયા, 1100% નું રિટર્ન

Stock Market Multibagger Share: જે રોકાણકારોએ Genesys International Corporation Ltd પર 3 વર્ષ પહેલાં 1 લાખ રૂપિયાનો દાંવ લગાવ્યો હશે તેનું રિટર્ન હવે વધીને 12.40 લાખ રૂપિયા થઈ ગયું છે. 
 

28 રૂપિયાના શેરનો કમાલ, 1 લાખના બનાવી દીધા 12.40 લાખ રૂપિયા, 1100% નું રિટર્ન

નવી દિલ્હીઃ છેલ્લા ત્રણ વર્ષમાં Genesys International Corporation Ltd એ પોતાના રોકાણકારો માટે 1100 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. 18 મેએ Genesys International Corporation Ltd ના શેરની કિંમત 28.75 રૂપિયા પ્રતિ શેર હતી. જે 19 મે 2023ના વધીને 356.50 રૂપિયાના લેવલ પર પહોંચી ગયો છે. જે કોઈ રોકાણકારોએ Genesys International Corporation Ltd પર 3 વર્ષ પહેલાં 1 લાખનો દાંવ લગાવ્યો હોત તો તેનું રિટર્ન વધીને 12.40 લાખ રૂપિયા થઈ ગયું હોત.

ટેક્નિકલ એંગલની વાત કરીએ તો રોકાણકારો સારા ઝોનમાં છે. Genesys International Corporation Ltd નો રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ 59.9 છે. જે ન વધુ ખરીદી કે ન વધુ બિકવાલીના ઝોનમાં છે. Genesys International Corporation Ltd ના શેર 5 દિવસ, 20 દિવસ અને 50 દિવસના ઝોનમાં માત્ર વધ્યો છે. 

Genesys International Corporation Ltd ના શેરમાં છેલ્લા એક વર્ષ દરમિયાન 23.69 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. તો આ વર્ષે અત્યાર સુધી આ સ્ટોક 22.64 ટકા સુધી તૂટી ચુક્યો છે. રોકાણકારો માટે સારી વાત છે કે કંપનીના શેરની કિંમતમાં છેલ્લા એક મહિના દરમિયાન 16 ટકાથી વધુ તેજી જોવા મળી છે. નોંધનીય છે કે શેર બજારમાં કંપનીનો 52 વીક હાઈ 664.70 રૂપિયા છે અને 52 વીક લો 283.45 રૂપિયા પ્રતિ શેર છે. 

ક્વાર્ટરના પરિણામની વાત કરીએ તો કંપનીનો પ્રોફિટ 7.86 કરોડ રૂપિયા રહ્યો છે. એક વર્ષ પહેલાં આ ક્વાર્ટરમાં કંપનીનો નેટ પ્રોફિટ 8.24 કરોડ રૂપિયા હતો. Genesys International Corporation Ltd નો સેલ્સ પણ ડિસેમ્બર 2022માં 54.43 કરોડ રૂપિયા રહ્યો છે. 

(અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં જોખમ હોય છે એટલે તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news