આ સસ્તા સ્ટોકે કર્યા માલામાલ, 4 વર્ષમાં 1 લાખના બનાવી દીધા 1.6 કરોડ રૂપિયા
આદિત્ય વિઝન લિમિટેડના સ્ટોકે છેલ્લા ચાર વર્ષમાં મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. કંપનીના શેર 4 વર્ષમાં 20 રૂપિયાથી વધી 3400 રૂપિયાને પાર પહોંચી ગયા છે. કંપનીના સ્ટોકે 1 લાખના રોકાણને 1.68 કરોડ રૂપિયા બનાવી દીધા છે.
Trending Photos
નવી દિલ્હીઃ સ્મોલકેપ કંપની આદિત્ય વિઝનના સ્ટોકે 4 વર્ષમાં છપ્પરફાડ રિટર્ન આપ્યું છે. આદિત્ય વિઝનના શેરમાં પૈસા લગાવનાર ઈન્વેસ્ટરો આજે માલામાલ થઈ ગયા છે. મલ્ટી-બ્રાન્ડ કંઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ રિટેલ ચેન આદિત્ય વિઝનો સ્ટોક છેલ્લા 4 વર્ષમાં 20 રૂપિયાથી વધી 3400 રૂપિયાને પાર પહોંચી ગયો છે. આદિત્ય વિઝનના સ્ટોકે 4 વર્ષમાં 16000 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. કંપનીના સ્ટોકનું 52 સપ્તાહનું હાઈ લેવલ 3997.85 રૂપિયા છે. તો આદિત્ય વિઝનના સ્ટોકનો 52 સપ્તાહનો લો લેવલ 1255 રૂપિયા છે. દિગ્ગજ ઈન્વેસ્ટર આશીષ કચૌલિયાએ પણ આદિત્ય વિઝનના સ્ટોક પર દાવ લગાવ્યો છે.
1 લાખ રૂપિયાના બનાવી દીધા 1.68 કરોડ રૂપિયા
આદિત્ય વિઝન લિમિટેડ (Aditya Vision Limited) ના શેર 8 જુલાઈ 2020ના બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 20.60 રૂપિયા પર હતા. કંપનીના શેર 14 મે 2024ના 3460.80 રૂપિયા પર બંધ થયા છે. આદિત્ય વિઝનના સ્ટોકે છેલ્લા 4 વર્ષમાં ઈન્વેસ્ટરોને 16700 ટકાનું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. જો કોઈ વ્યક્તિએ 8 જુલાઈ 2020ના આદિત્ય વિઝનના સ્ટોકમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત અને રોકાણ યથાવત રાખ્યું હોત તો વર્તમાન સમયમાં આ શેરની વેલ્યૂ 1.68 કરોડ રૂપિયા હોત.
2 વર્ષમાં શેરમાં 403 ટકાની તેજી
આદિત્ય વિઝન લિમિટેડના સ્ટોકમાં છેલ્લા બે વર્ષમાં 406 ટકાની જોરદાર તેજી આવી છે. કંપનીના શેર 13 મે 2022ના 689.20 રૂપિયા પર હતા. આદિત્ય વિઝનના શેર 14 મે 2024ના 3460.80 રૂપિયા પર પહોંચી ગયા છે. આદિત્ય વિઝનના સ્ટોકમાં છેલ્લા એક વર્ષમાં 143 ટકાની તેજી આવી છે. કંપનીના શેર 15 મે 2023ના 1427.80 રૂપિયા પર હતા, જે હવે 3400 રૂપિયાને પાર પહોંચી ગયા છે.
આશીષ કચૌલિયાની પાસે કંપનીના 2 લાખથી વધુ શેર
દિગ્ગજ ઈન્વેસ્ટર આશીષ કચૌલિયાએ પણ આદિત્ય વિઝન લિમિટેડ પર દાવ લગાવ્યો છે. કચૌલિયાની પાસે આદિત્ય વિઝન લિમિટેડના 239506 શેર છે. કંપનીમાં કચૌલિયાની 1.87 ટકા ભાગીદારી છે. કંપનીમાં પ્રમોટર્સની ભાગીદારી 53.43 ટકા છે. તો પબ્લિક શેરહોલ્ડિંગ 46.57 ટકા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે