આ છે ભારતની સૌથી મોંઘી ટ્રેન, મુસાફરી કરનારને મળે છે રાજા જેવા માન પાન, ટિકિટ છે બસ 20 લાખ રૂપિયા...

Most Expensive Train of India: ટ્રેનમાં સૌથી મોંઘી એસી ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોય છે. જો તમે આજ સુધી આવું માનતા હતા તો આજે તમને જણાવીએ એક એવી ટ્રેન વિશે જેનું ભાડું જાણીને તમારા હોશ ઉડી જશે. આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે હજારો નહીં પરંતુ લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડશે.

આ છે ભારતની સૌથી મોંઘી ટ્રેન, મુસાફરી કરનારને મળે છે રાજા જેવા માન પાન, ટિકિટ છે બસ 20 લાખ રૂપિયા...

Most Expensive Train of India: આજ સુધી તમે ઘણી વખત ટ્રેનમાં મુસાફરી કરી હશે. એટલે તમે એવા બરાબર રીતે જાણતા હશો કે ટ્રેનના અલગ અલગ કોચમાં મુસાફરી કરવાનું ભાડું પણ અલગ અલગ હોય છે. જનરલ, સ્લીપર અને એસી કોચની ટિકિટ તેની સુવિધાના આધારે મોંઘી અને સસ્તી હોય છે. ટ્રેનમાં સૌથી મોંઘી એસી ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોય છે. જો તમે આજ સુધી આવું માનતા હતા તો આજે તમને જણાવીએ એક એવી ટ્રેન વિશે જેનું ભાડું જાણીને તમારા હોશ ઉડી જશે. આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે હજારો નહીં પરંતુ લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડશે. આ ટ્રેન ભારતમાં જ ચાલે છે.

આ પણ વાંચો: 

ભારતની સૌથી મોંઘી ટ્રેન

આ ટ્રેન ભારતની જ નહી પરંતુ એશિયાની સૌથી મોંઘી ટ્રેન છે. તેનું નામ છે મહારાજા એક્સપ્રેસ. આ ટ્રેનમાં મુસાફરોને લક્ષરીયસ સુવિધાઓ આપવામાં આવે છે. આ ટ્રેન તેના આઠ દિવસની મુસાફરીમાં પર્યટકો ને તાજમહેલ, ખજુરાહો મંદિર, રણથંભોર, ફતેપુર સીકરી અને વારાણસીના સ્નાન ઘાટ સહિત દેશના પ્રમુખ પર્યટન સ્થળોએ ફરવા માટે લઈ જાય છે. તેની સૌથી સસ્તી ટિકિટ છે અને તેની શરૂઆત 800 ડોલરથી થાય છે. આ સિવાય તેમાં પ્રેસિડેન્સીયલ સ્યૂટ છે જે સૌથી મોંઘુ છે અને તેની ટિકિટ 2500 ડોલર એટલે કે 19 લાખ રૂપિયા છે. આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે ટિકિટનો ખર્ચ 5 થી 20 લાખ રૂપિયા થાય છે.

પાટણમાં મળતી સુવિધાઓની વાત કરીએ તો અહીં પ્રેસિડેન્સીયલ સૂટમાં ભોજન માટે અલગ જગ્યા, સાવર સહિતનું બાથરૂમ, બે માસ્ટર બેડરૂમનો સમાવેશ થાય છે. તેમાં મુસાફરી કરનાર પર્યટક ને રાજા મહારાજા જેવી સુવિધાઓ મળે છે. ટ્રેનના દરેક કોચમાં મીની બાર, ટીવી, એસી સહિતની સુવિધાઓ આપવામાં આવે છે. હાલ રેલવે વિભાગ તરફથી આ ટ્રેન દેશના ચાર અલગ અલગ રૂટ પર ચલાવવામાં આવે છે. આ ટ્રેન સાત દિવસની મુસાફરી કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news