ફાયદાના સમાચાર: મોદી સરકારનો મોટો ફેંસલો, ઓછું થશે વિજબિલ, લાગશે સ્માર્ટ પ્રિપેડ મીટર

ફાયદાના સમાચાર: મોદી સરકારનો મોટો ફેંસલો, ઓછું થશે વિજબિલ, લાગશે સ્માર્ટ પ્રિપેડ મીટર

ભારે ભરખમ વિજ બિલનો બોજો સહન કરી રહેલા લોકો માટે ખુશખબરી છે. ટૂંક સમયમાં તમારા ઘરના વિજળીના મીટર બદલાવવાના છે. એટલું જ નહી વિજળીનું બિલ પણ ઓછું થશે. કેંદ્વની મોદી સરકારે ગ્રાહકોના હિતમાં એક મોટો ફેંસલો લીધો છે. જોકે, તે ફેંસલાની શરૂઆત આગામી વર્ષે એપ્રિલ 2019થી થશે. જોકે, મોદી સરકારના વિજ મંત્રાલયે આ ફેંસલો કર્યો છે કે તે આગામી ત્રણ વર્ષમાં દેશભરમાં વિજળીના મીટરને બદલી દેશે. 

બદલાઇ જશે બધા વિજ મીટર
પાવર મિનિસ્ટ્રીએ નિર્ણય કર્યો છે કે આગામી ત્રણ વર્ષમાં તે દેશભરમાં વિજળીના મીટરને સ્માર્ટ પ્રિપેડ મીટરથી રિપ્લેસ કરશે. તેનાથી ઘણા ફાયદા થશે. પહેલો ફાયદો એ છે કે વિજળીના ટ્રાંસમિશન તથા ડિસ્ટ્રીબ્યૂશનમાં થનાર નુકસાનમાં ઘટાડો થશે. આ ઉપરાંત વિતરણ કંપનીઓની સ્થિતિ સારી થશે અને ઉર્જા સંરક્ષણને પ્રોત્સાહન મળશે. કાગળવાળા બિલની વ્યવસ્થાને ખતમ થવાની સાથે બિલની ચૂકવણીની પણ સરળ થશે. 

જરૂરિયાત મુજબ થશે બિલની ચૂકવણી
પાવર મિનિસ્ટ્રીના અધિકારીઓના અનુસાર સ્માર્ટ પ્રીપેડ મીટર લગાવવાનો નિર્ણય ગરીબોના હિતમાં છે. તેનાથી ગ્રાહકોને આખા મહિનાનું બિલ એકવારમાં આપવાની જરૂરિયાત નથી. આ ઉપરાંત પોતાની જરૂરિયાતો અનુસાર ચૂકવણી કરી શકે છે. એટલું જ નહી મોટાપાયે સ્માર્ટ પ્રીપેડ મીટરના ઉત્પાદનથી યુવાનો મોટા રોજગાર પણ પેદા થશે. 

24 કલાક મળશે વિજળી
રાજ્ય સરકરોએ બધા માટે વિજળી યોજનાના દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા છે. તમામ સરકારો પોતાના રાજ્યમાં ગ્રાહકોને 23 કલાક વિજળી આપવા માટે વિજળી આપવા માટે રાજી છે. વિતરણ લાયસન્સ અનુસાર, વિજળી વિતરણ કંપનીઓ પોતાના ગ્રાહકોને 24*7 વિજળી ઉપલબ્ધ કરાવશે. તેના હેઠળ લાઇસન્સમાં એક એપ્રિલ 2019થી 24 કલાક વિજળી ઉપલબ્ધ કરાવવાની જોગવાઇ હશે.
Modi Government to convert all electricity meters into Smart prepaid meter in 3 years
કંટ્રોલ રૂમથી કનેક્ટ થશે સ્માર્ટ મીટર
સ્માર્ટ મીટરની ખાસિયત એ હશે કે તેની પુરી જાણકારી એક કંટ્રોલ રૂમમાં હશે. દરેક શહેરમાં વિજ નિગમમાં એક કંટ્રોલ રૂમ હશે. સ્માર્ટ પ્રીપેડ મીટરને કંટ્રોલ રૂમથી કનેક્ટ કરવામાં આવશે. મીટર ઉપરાંત કંટ્રોલ રૂમમાં પણ ગ્રાહકોનું રીડિંગ નોટ હશે. તેના માટે કંટ્રોલ રૂમમાં એક સોફ્ટવેર લોડ કરવામાં આવશે. જો કોઇ ગ્રાહક મીટર સાથે છેડછાડ કરે છે તો તેનો સંકેત કંટ્રોલ રૂમને તાત્કાલિક મળી જશે. જો કોઇ ગ્રાહક સમયસર વિજ બિલ ભરતો નથી તો કંટ્રોલ રૂમમાંથી કનેક્શન કપાઇ જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news