હીરા ઉદ્યોગ બાદ હવે સુરતના આ મોટા ઉદ્યોગમાં આવી મંદી, ઓર્ડર કેન્સલ થયા, પેમેન્ટ પણ અટક્યું

Recession In Textile Market : બાંગ્લાદેશમાં અરાજકતાનું વાતાવરણ... સુરતના વેપારીઓની ચિંતામાં થયો વધારો... હીરા બાદ કાપડના વેપારીઓની વધી મુશ્કેલી... અનેક ઓર્ડર અટવાયા 

હીરા ઉદ્યોગ બાદ હવે સુરતના આ મોટા ઉદ્યોગમાં આવી મંદી, ઓર્ડર કેન્સલ થયા, પેમેન્ટ પણ અટક્યું

Surat News : બાંગ્લાદેશમાં તખ્તાપલટની અસર સુરતના ટેક્સટાઈલ પર પડી રહી છે... કેમ કે ગયા વર્ષે સુરતના કાપડના વેપારીઓએ બાંગ્લાદેશમાં 1200 કરોડ રૂપિયાનું મેનમેડ ફેબ્રિક એક્સપોર્ટ કરવામાં આવ્યું હતું...જોકે હાલમાં તે રાજકીય સંકટ સર્જાતાં લગભગ 500 કરોડનો કાપડનો બિઝનેસ પ્રભાવિત થયો છે... વેપારીઓને પોતાનું પેમેન્ટ પણ અટકી જવાની ચિંતા સતાવી રહી છે... ત્યારે શું  કહેવું છે સુરતના કાપડના વેપારીઓનું?.. જોઈશું આ અહેવાલમાં...

  • બાંગ્લાદેશમાં સંકટ, વેપારીઓ ચિંતામાં
  • કાપડના વેપારીઓની વધી મુશ્કેલી
  • સુરતના અનેક વેપારીઓની વધી ચિંતા
  • પેમેન્ટ અટકી ગયું, ઓર્ડર પણ થયા રદ
  • હિંદુઓ પર હુમલાની ઘટનામાં વધારો
  • ઝડપથી સ્થિતિમાં સુધારો થાય તેવી કામના

સાવધાન રહેજો! અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગે કરી મોટી આગાહી

આવું એટલા માટે કહી રહ્યા છે. કેમ કે ગયા વર્ષે સુરતના કાપડના વેપારીઓએ 1200 કરોડ રૂપિયાનું મેનમેડ ફેબ્રિક બાંગ્લાદેશમાં એક્સપોર્ટ કર્યુ હતું. પરંતુ હવે બાંગ્લાદેશમાં રિઝર્વેશન મામલે વિદ્યાર્થીઓના આંદોલને હિંસક સ્વરૂપ ધારણ કર્યું. 4 લાખથી વધારે લોકો રસ્તા પર ઉતરી આવ્યા. હિંસક વાતાવરણની વચ્ચે પ્રધાનમંત્રીએ રાજીનામું આપીને દેશ છોડવાનો વારો આવ્યો. 
 
સુરતના કાપડના વેપારી કહે છે કે, હાલ બાંગ્લાદેશમાં રાજકીય સંકટ છે. હિંદુઓ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. તેની વચ્ચે સુરતના કાપડના વેપારીઓ ચિંતામાં મૂકાઈ ગયા છે. એકબાજુ બાંગ્લાદેશના વેપારીઓએ ઓર્ડર કેન્સલ કરી દીધો છે. તો વિષમ પરિસ્થિતિના કારણે વેપારીઓનું પેમેન્ટ પણ અટકી ગયું છે.

ઓગસ્ટ મહિનાથી સુરત અને બાંગ્લાદેશ વચ્ચે કાપડનું સૌથી વધારે વેચાણ થતું હોય છે. જોકે હાલની પરિસ્થિતિએ કાપડના વેપારીઓની ચિંતા વધારી દીધી છે. ત્યારે આશા રાખીએ કે ઝડપથી આ સ્થિતિમાં સુધારો થાય અને સુરતના કાપડના વેપારીઓની ચિંતા દૂર થાય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news