અમદાવાદમાં IT નું મેગા ઓપરેશન, સમભાવ ગ્રૂપ સહિત 24 એકમો પર વહેલી સવારે દરોડાથી સોપો પડ્યો
અમદાવાદમાં ઈન્કમ ટેક્સ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરાયું છે. જેમાં શહેરનાં 6 લેન્ડ ડિલર્સને ત્યાં IT વિભાગ ત્રાટકયું છે. શહેરના કુલ 24 થી વધુ એકમો પર દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં સમભાવ ગ્રુપ પર આવકવેરાના દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદના દિગ્ગજોને ત્યાં આઈટી વિભાગે દરોડા પાડ્યા છે.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદમાં ઈન્કમ ટેક્સ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરાયું છે. જેમાં શહેરનાં 6 લેન્ડ ડિલર્સને ત્યાં IT વિભાગ ત્રાટકયું છે. શહેરના કુલ 24 થી વધુ એકમો પર દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં સમભાવ ગ્રુપ પર આવકવેરાના દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદના દિગ્ગજોને ત્યાં આઈટી વિભાગે દરોડા પાડ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના બિલ્ડરોને ત્યાં આઈટી વિભાગ ત્રાટક્યું છે. અમદાવાદમાં લાંબા સમય બાદ આઈટીનું મેગા ઓપરેશન હાથ ધરાયુ છે. આવકવેરા વિભાગના દરોડાથી ચકચાર મચી ગઈ છે. વહેલી સવારે શરૂ કરાયેલા આ ઓપરેશનથી રિયલ એસ્ટેટ લોબીમાં સોપો પડી ગયો છે.
કોને કોને ત્યાં દરોડા
- દિપક ઠક્કર અને યોગેશ પુજારા ITની ઝપટે
- કે.મહેતા ગ્રુપ પર આવકવેરા વિભાગની તવાઈ
- સમભાવ ગ્રૂપ
- મનોજ, કિરણ, શૈલેષ, રાજેશ વડોદરિયાને ત્યાં દરોડા
- નિલા સ્પેસ, વાસુભૂતિ માર્કેટિંગ, વેદ ટેકનોસર્વમાં રેડ
- અશોક ભંડારી, જગદીશ પાવરા, શીતલ ઝાલાને ત્યાં દરોડા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે