દૂધ વેચીને Millionaire બની આ ગુજ્જુ મહિલાઓ, અમૂલે જાહેર કરી ટોપ-10 મહિલાઓની યાદી

અમૂલ ડેરીના ચેરમેન આએસ સોઢીએ બુધવારે 10 લાખોપતિ ગ્રામીણ મહિલા ઉદ્યોગકારોની એક યાદી જાહેર કરી છે, જેમણે નાણાકીય વર્ષ 2019-20માં અમૂલને દૂધ વેચીને લાખોની કમાણી કરી છે.

દૂધ વેચીને Millionaire બની આ ગુજ્જુ મહિલાઓ, અમૂલે જાહેર કરી ટોપ-10 મહિલાઓની યાદી

નવી દિલ્હી: દૂધનો બિઝનેસ ફાયદાનો સોદો છે. ગુજરાતની મહિલાઓ દૂધ વેચીને લાખોપતિ બની ગઇ છે. અમૂલ ડેરીના ચેરમેન આએસ સોઢીએ બુધવારે 10 લાખોપતિ ગ્રામીણ મહિલા ઉદ્યોગકારોની એક યાદી જાહેર કરી છે, જેમણે નાણાકીય વર્ષ 2019-20માં અમૂલને દૂધ વેચીને લાખોની કમાણી કરી છે. આ તમામ મહિલાઓએ ડેરી અને પશુપાલનના બિઝનેસ સાથે સંકળાયેલી છે. આરએસ સોઢીએ ટ્વિટ કરીને કહ્યું કે આ મહિલા ઉદ્યોગકારો 2019-20 દરમિયાન લાખો રૂપિયાનું દૂધ છે. ગુજરાતમાં એવી લાખો મહિલા ઉદ્યાગકારો છે, જે દૂધથી પોતાની કિસ્મત બદલી રહી છે. 

આરએસ સોઢીએ જે ટોપ-10 ગ્રામીણ મહિલા ઉદ્યોગકારોની યાદી જાહેર કરી છે, તેમાં પ્રથમ નંબર પર ચૌધરી નવલબેન છે, જેમણે 2019-20 માં 221595.6 કિલોગ્રામ દૂધ વેચીને 87,95,900.67 રૂપિયાની કમાણી કરી છે. બીજા નંબર પર માલવીના કનૂબેન રાવતાભાઇ છે, જેમણે 250745.4 કિલોગ્રામ દૂધ વેચીને 73,56,615.03 રૂપિયા રળ્યા છે. ત્રીજા નંબર પર ચાવડા હંસાબા હિંમતસિંહ છે, જેમણે 268767 કિલોગ્રામ દૂધ વેચીને 72,19,405.52 રૂપિયાની કમાણી કરી છે. 

— R S Sodhi (@Rssamul) August 19, 2020

ચોથા નંબર પર લોહ ગંગાબેન ગણેશભાઇ છે, તેમણે 199306 કિલોગ્રામ દૂધ વેચીને 64,46,475.59 રૂપિયાની કમાણી કરી છે. પાંચમા નંબર પર રબારી દેવિકાબેન છે, જેમણે 179632 કિલોગ્રામ દૂધ વેચીને 62,20,212.56 રૂપિયાની કમાણી કરી છે. છઠ્ઠા નંબર પર લીલાબેન રાજપૂત છે, તેમણે 225915.2 કિલોગ્રામ દૂધ વેચીને 60,87,768.68 રૂપિયાની કમાણી કરી છે. સાતમા નંબર પર ઉમતિયા બિસમિલ્લાહબેન છે, તેમણે 195909.6 કિલોગ્રામ દૂધ વડે 58,10,178.85 રૂપિયાની કમાણી કરી છે. 

આઠમા નંબર પર સજીબેન ચૌધરી છે, જેમણે 196862.6 કિલોગરામ દૂધ અમૂલને વેચ્યું અને 56,63,765.68 રૂપિયાની કમાણી કરી. નવમા નંબર પર નફીસાબેન અંગલોડિયા છે, જેમણે 195698.7 કિલોગ્રામ દૂધથી 53,66,916.64 રૂપિયાની કમાણી કરી. દસમા નંબર પર લીલાબેન ધુળિયા રહ્યા, જેમણે 179274.5 કિલોગ્રામ દૂધ એક્ઠું કરીને 52,02,396.82 રૂપિયાની કમાણી કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news