Maruti ની 9 હજારથી વધુ કારોમાં Seat Belt ની ખામી, આ 5 મોડલ્સને મંગાવ્યા પરત
Maruti Suzuki Cars: 9 હજારથી વધુ ગાડીઓને રિકોલ કરવામાં આવી છે. તેમાં સીટ બેલ્ટ સાથે જોડાયેલી ખામી મળી આવી છે. 2 થી 28 નવેમ્બર 2022 દરમિયાન બનેલી ગાડીઓ રિકોલ થશે. તેમને Front Row સીટ બેલ્ટમાં ખરાબીના લીધે પરત મંગાવી છે.
Trending Photos
Maruti Suzuki Recall news: દેશની સૌથી મોટી વાહન નિર્માતા કંપની મારૂતિ સુઝુકીથી ગ્રાહકોને મોટો ઝટકો લાગે છે. કંપનીએ 9 હજારથી વધુ ગાડીઓને રિકોલ કરવામાં આવી છે. તેમાં બેલ્ટ સાથે જોડાયેલી ખામી મળી આવી છે. જાણકારી અનુસાર મારૂતિ સુઝુકીએ 9125 ગાડીઓને રિકોલ કરી. કંપનીએ Ciaz, Ertiga સહિત 5 મોડલની ગાડીઓ રિકોલ કરી છે. 2 થી 28 નવેમ્બર 2022 દરમિયાન બનેલી ગાડીઓ રિકોલ થશે. થશે. તેને Front Row સીટમાં ખામીના લીધે પરત મંગાવી છે.
આ 5 મોડલ્સને મંગાવવામાં આવશે પરત
જે 5 મોડલ્સને પરત મંગાવવામાં આવશે તેમાં સિયાઝ, બ્રેજા, અર્ટિંગા, એક્સએલ6 અને ગ્રાંડ વિટારા સામેલ છે. મારૂતિ સુઝુકી ઇન્ડીયાએ કહ્યું કે તે પોતાના મોડલ સિયાઝ, બ્રેજા, અર્ટિંગ, એક્સએલ6 અને ગ્રાંડ વિટારાની 9,125 યૂનિટને પરત બોલાવી રહી છે. તેના ફ્રંટ રો સીટ બેલ્ટના એક ભાગમાં સંભવિત ખામીને રીપેર કરવામાં આવશે. પ્રભાવિત વાહનોના નિર્માણ 2-28 નવેમ્બર 2022 ની વચ્ચે કરવામાં આવ્યું હતું.''
આ પણ વાંચો: શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન છે બાજરીનો રોટલો, ફાયદા જાણીને બીજાને પણ આપશો સલાહ
આ પણ વાંચો: ચહેરાને ચમકાવશે બારમાસીનું ફૂલ, ઢળતી ઉંમરમાં પણ નહી દેખાય કરચલી-કાળા ડાઘ
આ પણ વાંચો: Beauty Remedies: ડુંગળીમાં મિક્સ કરી લગાવો આ વસ્તુ, ચાંદ જેવું ચમકશે મુખડું
કંપનીનું માનીએ તો 'આ સંદેહ છે સામેની રો માં સીટ બેલ્ટના શોલ્ડર હાઇટ એડજસ્ટમેંટ અસેંબલીના ભાગમાં ખરાબી છે. આ કોઇ દુર્ભલ મામલે, સીટ બેલ્ટ ખુલવાનું કારણ બની શકે છે. કંપનીએ કહ્યું કે તેને તપાસ માટે વાહનોને પરત બોલાવવા અને ખરાબ ભાગને મફતમાં બદલવાનો નિર્ણય કર્યો છે. વાહન માલિકોને કંપનીના વર્કશોપમાંથી સૂચિત કરવામાં આવી રહ્યા છે.
જાન્યુઆરીથી થઇ જશે મોંઘી
તમને જણાવી દઇએ કે મારૂતિ સુઝુકી જાન્યુઆરીથી પોતાની કારોના ભાવ વધવા જઇ રહ્યા છે. જોકે સારી વાત છે કે ડિસેમ્બરમાં મારૂતિ કારો પર લગભગ 50 હજાર રૂપિયા સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જોકે ડિસ્કાઉન્ટનો લાભ ફક્ત 31 ડિસેમ્બર સુધી લઇ શકાશે.
આ પણ વાંચો: ભારતમાં ઝડપથી ફેમસ થઇ રહ્યું છે આ ચીનનું ફળ, ફાયદા જાણીને ખરીદવા દોડશો
આ પણ વાંચો: Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: દુનિયાની સૌથી પહેલી પોર્ન સ્ટારની દર્દનાક કહાની, વાંચીને રૂવાડાં ઉભા થઇ જશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે