LPG ગેસનો બાટલો હવે માત્ર 9 રૂપિયામાં મળશે! જલ્દી કરો મર્યાદિત સમય માટે જ છે આ મેગા ઓફર
LPG Cylinder Offer: GET DISCOUNT UPTO 800 RUPEES ON GAS CYLINDER BOOKING. જો તમે રસોઈ ગેસ સિલિન્ડરના સતત વધી રહેલા ભાવથી પરેશાન છો આપની પાસે એક ખુબ જ સારી તક છે.. હાલ તો દિલ્લીમાં 1.2 કિલો LPG ગેસ સિલિન્ડરનો ભાવ 809 રૂપિયા છે, પરંતુ જો આપ આ કિંમતથી રાહત ઈચ્છો છો આપે એક અલગ રીતથી બુકિંગ કરાવવાનું રહેશે. આપને એક સિલિન્ડર પર 800 રૂપિયા કેશબેક મળી શકે છે.
- રાંધણ ગેલ સિલિન્ડરના બુકિંગ પર મેગા ઓફર!
- સાવ સસ્તામાં મળી રહ્યો છે ગેસનો બાટલો
- બુકિંગ માટે આ પ્રક્રિયા અપનાવશો તો થશે ફાયદો
Trending Photos
નવી દિલ્હીઃ જો તમે રસોઈ ગેસ સિલિન્ડરના સતત વધી રહેલા ભાવથી પરેશાન છો આપની પાસે એક ખુબ જ સારી તક છે.. હાલ તો દિલ્લીમાં 1.2 કિલો LPG ગેસ સિલિન્ડરનો ભાવ 809 રૂપિયા છે, પરંતુ જો આપ આ કિંમતથી રાહત ઈચ્છો છો આપે એક અલગ રીતથી બુકિંગ કરાવવાનું રહેશે. આપને એક સિલિન્ડર પર 800 રૂપિયા કેશબેક મળી શકે છે. અને મતલબ એ થયો કે આપને સિલિન્ડર માત્ર 9 રૂપિયામાં મળશે, જે લગબગ મફત બરાબર છે.
800 રૂપિયાની કેશબેક ઓફર:
Paytm યુઝર્સ માટે એક ધમાકેદાર ઓફર લઈને આવ્યું છે. આ ઓફર અંતર્ગત આપે ગેસ સિલિન્ડર Paytmથી બુક કરાવવાનું રહેશે ત્યારપછી આપને લગભગ મફત બરાબરના ભાવથી ગેસ સિલિન્ડર મળી જશે. Indane, ભારત ગેસ, HPના ગ્રાહકો આ ઑફરનો લાભ ઉઠાવી શક્શે. આ ઓફર અંતર્ગત જો કોઈ ગ્રાહક પહેલી વખત Paytmથી ગેસ સિલિન્ડર બુક કરાવશે તો તેઓને 800 રૂપિયા સુધીનુ કેશબેક મળી શકે છે. જો આપે હજુ સુધી Paytmથી ગેસ સિલિન્ડર બુક નથી કર્યો તો આપ આજે જ કરી શકો છો.
30 જૂન સુધી મળશે કેશબેક:
Paytm સમય સમય પર ગ્રાહકો માટે સારી સારી ઓફર્સ લઈને આવે છે. જો તમે પણ કોઈ ઓફરનો ફાયદો ઉઠાવવા માગો છો તો 30 જૂન સુધીનો આપની પાસે સમય છે. પરંતુ ધ્યાન રાખજો, આ ઓફર માત્ર એક ગ્રાહકો માટે છે જે પહેલી વખત LPG સિલિન્ડર બુક કરીને Paytmથી પેમેન્ટ કરે છે. જ્યારે આપ સિલિન્ડરનું બુકિંગ કર્યા પછી પેમેન્ટ કરશો તો આપને એક સ્ક્રેચ કાર્ડ મળશે. આ કાર્ડની વેલ્યૂ હશે 800 રૂપિયા. આ ઓફર જાતે જ LPG સિલિન્ડરના બુકિંગ પર લાગુ થઈ જશે. આ ઓફર કમસેકમ 500 રૂપિયાના પેમેન્ટ પર લાગુ થઈ શકે છે. કેશબેકની કિંમત 10 રૂપિયાથી લઈને 800 રૂપિયા સુધીની હોઈ શકે છે. આ સ્ક્રેચ કાર્ડ 7 દિવસની અંદર ખોલી દો નહીંતર ત્યારપછી તેનો ઉપયોગ નહીં થઈ શકે.
બુકિંગ કેવી રીતે કરવું?
• સૌથી પહેલા મોબાઈલમાં Paytm App ડાઉનલોડ કરો
• હવે તમારી ગેસ એજન્સીના સિલિન્ડરનું બુકિંગ કરો
• Paytmમાં Show more પર જઈને ક્લિક કરો, પછી Recharge and Pay Bills પર ક્લિક કરો
• હવે આપને book a cylinderનું વિકલ્પ દેખાશે, ત્યાં જઈને આપ પોતાના ગેસ પ્રોવાઈડરને સિલેક્ટ કરો
• બુકિંગ પહેલા આપ 'FIRSTLPG'નો પ્રોમો કોડ નાખો
• બુકિંગના 24 કલાકની અંદર આપને કેશબેક માટે સ્ક્રેચકાર્ડ મળી જશે
• આ સ્ક્રેચ કાર્ડનો 7 દિવસની અંદર ઉપયોગ કરી લો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે