બ્રિટનની કોર્ટમાંથી વિજય માલ્યાને ઝટકો, પ્રત્યર્પણ રોકવાવાળી અરજી નકારી

ભાગેડૂ લીકર બિઝનેસમેન વિજય માલ્યાને બ્રિટનની કોર્ટે ઝટકો આપ્યો છે. તેના પ્રત્યર્પણ રોકવાની અરજી નકારી કાઢી છે. એવામાં હવે તેના ભારતમાં આવવાનો સમય વધુ નજીક આવી ગયો છે. વિજય માલ્યાને હવે લાગવા લાગ્યું છે કે તેને જેલ જવું નક્કી છે. એટલા માટે થોડા દિવસો પહેલાં વકીલોએ કોર્ટમાં કહ્યું હતું કે મારા ક્લાઇન્ટ ભારતીય બેંકોને સંતુષ્ટ કરવા માટે આરામદાયક જીંદગી છોડવા માંગે છે. 
બ્રિટનની કોર્ટમાંથી વિજય માલ્યાને ઝટકો, પ્રત્યર્પણ રોકવાવાળી અરજી નકારી

નવી દિલ્હી: ભાગેડૂ લીકર બિઝનેસમેન વિજય માલ્યાને બ્રિટનની કોર્ટે ઝટકો આપ્યો છે. તેના પ્રત્યર્પણ રોકવાની અરજી નકારી કાઢી છે. એવામાં હવે તેના ભારતમાં આવવાનો સમય વધુ નજીક આવી ગયો છે. વિજય માલ્યાને હવે લાગવા લાગ્યું છે કે તેને જેલ જવું નક્કી છે. એટલા માટે થોડા દિવસો પહેલાં વકીલોએ કોર્ટમાં કહ્યું હતું કે મારા ક્લાઇન્ટ ભારતીય બેંકોને સંતુષ્ટ કરવા માટે આરામદાયક જીંદગી છોડવા માંગે છે. 

ભાગેડૂ વિજય માલ્યા પર ભારતીય બેંકોના લગભગ 1.14 અરબ પાઉન્ડ બાકી છે. કોર્ટના આદેશ અનુસાર દર અઠવાડિયે તે  18,325.31 પાઉન્ડ ખર્ચ કરી શકે છે. ગત અઠવાડિયે બ્રિટનની કોર્ટમાં સુનાવણી દરમિયાન વિજય માલ્યાએ તે રાશિને ઘટાડીને 29,500 પાઉન્ડ માસિક કરવાની ઓફર કરી હતી. 

તમને જણાવી દઇએ કે વિજય માલ્યા ટ્વિટર દ્વારા સતત પોતાની વાત સામે રાખે છે. થોડા દિવસો પહેલાં ટ્વિટ કરી કહ્યું હતું કે બેંકોની જેટલું દેવું બાકી છે તેનાથી વધુ વસૂલી કરવામાં આવી રહી છે. આ વાતની પુષ્ટિ વડાપ્રધાન નરેંદ્ર મોદીએ એક ઇન્ટરવ્યુંમાં કરી હતી. એવામાં કારણ વિના મને નિશાન બનાવવામાં આવી રહ્યો છે અને ભાગેડૂ જાહેર કરી દીધો છે. 

વિજય માલ્યાએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે હાલમાં જે શેરો અને મારી સંપત્તિને વેચીને લોન ચૂકવવાની પ્રક્રિયા અપનાવવામાં આવી રહી છે, તે બધુ તો મેં પહેલાં જ મારા પ્રસ્તાવમાં સામેલ કર્યો હતો. મેં મદ્વાસ હાઇકોર્ટની સામે જે પ્રસ્તાવ મુક્યો હતો, તેમાં હું આ સંપત્તિ વેચીને લોન ચુકાવવાનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ મારી વાત માની નહી, કદાચ આ જેલ જવાનો ડર છે વિજય માલ્યાએ ટ્વિટ કરી એ પણ કહ્યું હતું કે હું 1992થી બ્રિટનનો નાગરિક છું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news