અમદાવાદ: પ્રહલાદનગર પાસે આવેલી બિલ્ડિંગમાં આગ, 40થી વઘુ લોકો ફસાયા

શહેરના પ્રહલાદનગર વિસ્તારના હરણ સર્કલ પાસે આવેલા દેવ આરંભ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટનામાં અનેક લોકો ફસાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. ઘટનાની જાણ થતા ફાયરની ટીમ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.

અમદાવાદ: પ્રહલાદનગર પાસે આવેલી બિલ્ડિંગમાં આગ, 40થી વઘુ લોકો ફસાયા

અતુલ તિવારી/અમદાવાદ: શહેરના પ્રહલાદનગર વિસ્તારના હરણ સર્કલ પાસે આવેલા દેવ આરંભ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટનામાં અનેક લોકો ફસાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. ઘટનાની જાણ થતા ફાયરની ટીમ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.

આગ લાગવાનું કારણ હજી સુધી મળી શક્યું નથી. સીડીના ભાગે આગ લાગતા મોટી સંખ્યામાં ઓફિસમાં રહેલા લોકો ફસાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આગ લાગવાને કારણે ધુમડાના ગોટે ગોટા નિકળતા ઓફિસમાં રહેલા લોકો જીવ બચાવા માટે ધાબા પર ચડી ગયા છે. ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.

ADC બેંક માનહાનિ કેસમાં અમદાવાદ મેટ્રો કોર્ટે રાહુલ ગાંધીને મોકલ્યું સમન્સ

ફાયરની ટીમ દ્વારા આગમાં ફસાયેલા લોકોને બચાવા માટે હાઇડ્રોલીક ક્રેનનો ઉપયોગ કરીને લોકોને બચાવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ફાયરની ટીમ દ્વારા સતત આગ પર પાણીનો મારીને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. ધુમાડાથી લોકોને બચાવા માટે બિલ્ડિંગના કાચ પણ તોડી દેવામાં આવ્યા છે.

આગ લાગવાને કારણે બિલ્ડિંગમાં 40 થી 50 જેટલા લોકો ફસાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. 5 જેટલી 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

આ ઘટનાને પગલે અમદાવાદ મ્યુન્સીપલ કમિશનર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.  કે, ફાયર સેફટીના અભાવને કારણે બનેલી ઘટનાને પગલે બિલ્ડીંગને સીલ કરી દેવામાં આવે માટે ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓએ અને મ્યુનિ તંત્રના અધિકારીઓએ હાલ ઇમારત સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. 

100 લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા છે. 15 થી 20 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ધુમાડાવેને કારણે 3 લોકો બેભાન થયા હતા. તમામ લોકોને હાલ સલામ રીતે બહાર કાઢી લેવાયા છે તેવું ચીફ ફાયર ઓફિસર એમ એફ દસ્તુરે જણાવ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news