Lok Sabha Election 2024: NDA જો 400 સીટ પાર નહીં કરે તો.......આ બ્રોકરેજ ફર્મે કર્યો અત્યંત ચોંકાવનારો દાવો 

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024ના પહેલા તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે. હવે બધાની નજર બીજા તબક્કાના મતદાન પર છે. જે 26 એપ્રિલે થશે. ભાજપે આ ચૂંટણીમાં 370 સીટોનો અને એનડીએ માટે 400 સીટોનો ટાર્ગેટ રાખ્યો છે. જો કે ગ્લોબલ બ્રોકરેજ ફર્મ બર્નસ્ટીને એક એવો ચોંકાવનારો દાવો કર્યો છે.

Lok Sabha Election 2024: NDA જો 400 સીટ પાર નહીં કરે તો.......આ બ્રોકરેજ ફર્મે કર્યો અત્યંત ચોંકાવનારો દાવો 

Brokerage Firm Bernstein on Election Results: લોકસભા ચૂંટણી 2024ના પહેલા તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે. હવે બધાની નજર બીજા તબક્કાના મતદાન પર છે. જે 26 એપ્રિલે થશે. ભાજપે આ ચૂંટણીમાં 370 સીટોનો અને એનડીએ માટે 400 સીટોનો ટાર્ગેટ રાખ્યો છે. જો કે ગ્લોબલ બ્રોકરેજ ફર્મ બર્નસ્ટીને દાવો કર્યો છે કે જો ભાજપની 350માંથી 50 સીટો ઓછી એટલે કે લગભગ 300 સીટો પણ આવે તો શેરબજારમાં કડાકો જોવા મળી શકે છે. બ્રોકરેજ ફર્મ મુજબ ભાજપ પાસે ખોવા માટે ઘણું બધુ અને મેળવવા માટે લગભગ કશું નથી. 

બ્રોકરેજ ફર્મ બર્નસ્ટીને કહ્યું કે શેર બજારે એનડીએ માટે 350થી 400 બેઠકોની સંખ્યાને ધ્યાનમાં રાખી છે. બજાર પહેલેથી જ કડાકાનું કારણ જાણે શોધી રહ્યું છે અને આવામાં જો ભાજપ કે એનડીએની 350 કે 400થી ઓછી સીટો આવશે તો માર્કેટ સેન્ટિમેન્ટ્સ ઓવરરિએક્ટ કરી શકે છે. બર્નસ્ટીનના જણાવ્યાં મુજબ '300 સીટોનો પણ અર્થ છે કે સત્તાધારી પક્ષને પૂર્ણ બહુમત મળ્યું છે અને મોદી સરકાર ચાલતી રહેશે. પરંતુ આ પરિણામોને આશા કરતા ઓછું ગણવામાં આવશે. જેના પર માર્કેટના રિએક્શનને નકારી શકાય નહીં.'

ગ્લોબલ બ્રોકરેજ ફર્મના જણાવ્યાં મુજબ 'અમને લાગે છે કે ચૂંટણી બાદ નફાબુકિંગ આમ પણ આવી રહ્યું છે અને ચૂંટણી પરિણામ ફક્ત ટ્રિગર પોઈન્ટ તરીકે કામ કરશે.' આ સિવાય બર્નસ્ટીને કહ્યું કે વર્ષ 2024માં ભારતીય બજાર ખાસ કરીને સ્મોલ અને મિડ કેપ શેર રેકોર્ડ વેલ્યુએશન પર હશે. નોંધનીય છે કે શેર બજારમાં હાલમાં જ સર્વોચ્ચ સ્તરથી પહેલા જ બે હજાર અંકોનો ઘટાડો આવી ચૂક્યો છે. ગ્લોબલ જિયો પોલિટિકલ અને યુએસ ફેડ રિઝર્વના વ્યાજ દરો પર ટિપ્પણી વચ્ચે S&P BSE ઈન્ડેક્સ 75 હજારના સ્તરથી નીચે આવી ગયો છે. 

બર્નસ્ટીનના જણાવ્યાં મુજબ 2019માં દક્ષિણ ભારતની 101 બેઠકો પર એનડીએને 5માં જીત મળી હતી. ગુજરાત, રાજસ્થાનમાં આંદોલન છે, જ્યારે દિલ્હીમાં સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ ચર્ચામાં છે. પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં અનિશ્ચિતતાઓ છે. વર્ષ 2019માં આઠ પ્રદેશોની 146 બેઠકોમાંથી 144 બેઠકો મળી હતી. આવામાં 400 પારનો ટાર્ગેટ મેળવવો એ પડકાર રહેશે. નોંધનીય છે કે અનેક ઓપિનિયન પોલમાં એનડીએને સરેરાશ 385 થી 390 બેઠકો મળતી દેખાવામાં આવી છે. જ્યારે કેટલાક ઓપિનિયન પોલ તો 411 બેઠકો પણ એનડીએને આપતા જોવા મળ્યા છે. 

(અહેવાલ સાભાર- ઝી બિઝનેસ)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news