LIC Scheme: એલઆઈસીની ધાંસૂ પોલિસી! જમા કરો માત્ર 44 રૂપિયા અને મેળવો 27.60 લાખ, જાણો વિગત

LIC Insurance Policy: LIC ની જીવન ઉમંગ પોલિસી એક એન્ડોમેન્ટ પ્લાન છે, જેમાં તમને ઇન્શ્યોરન્સની સાથે મેચ્યોરિટીની રકમ પણ મળે છે. આવો જાણીએ આ પોલિસી વિશે વિસ્તારથી...
 

LIC Scheme: એલઆઈસીની ધાંસૂ પોલિસી! જમા કરો માત્ર 44 રૂપિયા અને મેળવો 27.60 લાખ, જાણો વિગત

નવી દિલ્હીઃ LIC Insurance Policy: એલઆઈસીના ગ્રાહકો માટે સારા સમાચાર છે. એલઆઈસીના પ્લાનમાં રોકાણ કરી તમે તમારૂ અને તમારા પરિવારનું ભવિષ્ય સુરક્ષિત કરી શકો છો. હકીકતમાં તેમાં તમે સિક્યોર નફો કમાઈ શકો છો. LIC એ એક ખાસ સ્કીમ રજૂ કરી છે- જીવન ઉમંગ પોલિસી (LIC Jeevan Umang Policy) જેમાં રોકાણ કરી તમે સારો નફો મેળવી શકો છો. આવો જાણીએ આ શાનદાર પોલિસી વિશે વિસ્તારથી..

LIC Jeevan Umang Policy શું છે?
- તમને જણાવી દઈએ કે જીવન ઉંમગ પોલિસી ઘણા મામલામાં બીજી સ્કીમ્સથી અલગ છે.
- તમને જણાવી દઈએ કે આ પોલિસીને 90 દિવસથી લઈને 55 વર્ષની ઉંમર સુધીના લોકો લઈ શકે છે.
- તમને જણાવી દઈએ કે આ એક એન્ડોમેન્ટ પ્લાન છે. તેમાં લાઇફ કવરની સાથે-સાથે મેચ્યોરિટી પર એક સાથે રકમ મળે છે.
- તે હેઠળ મેચ્યોરિટી પૂરી થયા બાદ ફિક્સ્ડ ઇનકમ દર વર્ષે તમારા ખાતામાં આવશે.
- તેમાં બીજુ પોલિસીધારકના મૃત્યુ બાદ તેના પરિવારજનો અને નોમિનીને એક સાથે રકમ મળશે.
- આ સ્કીમની મોટી ખાસિયત છે કે તેમાં 100 વર્ષ સુધીનું કવરેજ મળે છે. 

મેચ્યોરિટી પર મળશે મોટી રકમ
- આ પોલિસીમાં તમે દર મહિને 1302 રૂપિયાનું પ્રીમિયમ આપો છો, તો એક વર્ષમાં આરકમ 15298 રૂપિયા હશે.
- જો આ પોલિસીને 30 વર્ષ સુધી ચલાવવામાં આવે તો રકમ વધીને આશરે 4.58 લાખ રૂપિયા થઈ જશે.
- તમારા કરેલા રોકાણ પર કંપની તમને 31માં વર્ષથી 40 હજાર દર વર્ષે રિટર્ન આપવાનું શરૂ કરી દે છે.
- તમે 31 વર્ષથી 400 વર્ષ સુધી 40 હજાર વાર્ષિક રિટર્ન લો છો તો તમને આશરે 27.60 લાખ રૂપિયાની રકમ મળશે.

ટર્મ રાઇડરનો પણ ફાયદો
- આ ખાસ પોલિસી હેઠળ જો રોકાણકારનું દુર્ઘટનામાં મોત થઈ જાય કે વિકલાંગ થવા પર ટર્મ રાઇડરનો લાભ પણ મળે છે. 
- તેના પર બજારના જોખમનો કોઈ પ્રભાવ પડતો નથી.
- આ પોલિસી પર એલઆઈસીના નફા અને ખોટનો પ્રભાવ પડે છે.
- ઇનકમ ટેક્સના સેક્શન 80C હેઠળ આ પોલિસીને લેવા પર ટેક્સની પણ છૂટ મળે છે.
- જો તમે જીવન ઉમંગ પોલિસી (LIC Jeevan Umang Policy) નો કોઈ પ્લાન લેવા ઈચ્છો છો તો તમારે બે લાખ રૂપિયાનો વીમો લેવો પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news