LIC Jeevan Labh: ફક્ત 253 રૂપિયાના રોકાણથી મેળવો 54 લાખનો ફાયદો, સેવિંગ સાથે આર્થિક સુરક્ષા પણ

Life Insurance Corporation of India: તમે આ પોલિસીમાં 16 વર્ષ, 21 વર્ષ અને 25 વર્ષ માટે રોકાણ કરી શકો છો. જો તમે 59 વર્ષની ઉંમરે રોકાણ કરો છો, તો તમે તેમાં ફક્ત 16 વર્ષ માટે જ રોકાણ કરી શકો છો. આ પોલિસીની મહત્તમ મેચ્યોરિટી સીમા 75 વર્ષ સુધીની છે.

LIC Jeevan Labh: ફક્ત 253 રૂપિયાના રોકાણથી મેળવો 54 લાખનો ફાયદો, સેવિંગ સાથે આર્થિક સુરક્ષા પણ

LIC Jeevan Labh plan: એલઆઇસીની જીવન લાભ પોલિસી છે એક એન્ડોમેન્ટ પોલિસી છે. આ એક નોન લિંક્ડ પાર્ટિસિપેટિંગ, ઇંડિવિઝુઅલ, સેવિંગ પ્લાન લાઇફ ઇંશ્યોરન્સ છે. આ સાથે પૉલિસી ધારકના મૃત્યુ પર એશ્યોર્ડ પણ ઉપલબ્ધ છે. જો કોઈ પોલિસી ધારક મૃત્યુ પામે છે, તો તેના પરિવારને વીમાની રકમના 105 ટકાનો ઓછામાં ઓછો લાભ મળે છે. 

LIC જીવન લાભ એ મૂળભૂત એન્ડોમેન્ટ પ્લાન છે જેમાં તમારે મર્યાદિત સમય ગાળા માટે પ્રીમિયમ ચૂકવવાનું હોય છે. આ ઉપરાંત, જ્યારે પોલિસી મેચ્યોર થાય છે ત્યારે પાકતી મુદતનો લાભ મળે છે.

આ પોલિસી LIC દ્વારા વર્ષ 2020 માં લોન્ચ કરવામાં આવી હતી અને તે LIC ની લોકપ્રિય યોજનાઓમાંની એક છે. તમને ઓછામાં ઓછી 2 લાખ રૂપિયાની વીમા રકમ મળશે. મહત્તમ રકમ પર કોઈ મર્યાદા નથી.

પોલિસી ધારકના મૃત્યુના કિસ્સામાં પૉલિસી વીમા કવચ પૂરું પાડે છે, જ્યારે તે જીવિત રહે છે, તો તેને પાકતી મુદત પર એક સામટી રકમનો લાભ મળે છે. આ ઉપરાંત, તેમાં રોકાણ કરનારને જો જરૂર પડે તો તમે પોલિસી સામે લોનની સુવિધા પણ મેળવી શકો છો. આ પોલિસીમાં તમને બચત અને સુરક્ષા બંનેનો લાભ મળે છે.

આ પોલિસી LIC દ્વારા વર્ષ 2020માં લોન્ચ કરવામાં આવી છે. તમને ઓછામાં ઓછી 2 લાખ રૂપિયાની વીમા રકમ મળશે. મહત્તમ રકમ પર કોઈ મર્યાદા નથી. આ પોલિસીમાં તમે 8 વર્ષથી 59 વર્ષની ઉંમર સુધી પોલિસી ખરીદી શકો છો.

તમે આ પોલિસીમાં 16 વર્ષ, 21 વર્ષ અને 25 વર્ષ માટે રોકાણ કરી શકો છો. જો તમે 59 વર્ષની ઉંમરે રોકાણ કરો છો, તો તમે તેમાં ફક્ત 16 વર્ષ માટે જ રોકાણ કરી શકો છો. આ પોલિસીની મહત્તમ મેચ્યોરિટી સીમા 75 વર્ષ સુધીની છે.

આ પોલિસીનું પ્રીમિયમ દર મહિને, ત્રણ મહિના, 6 મહિના અથવા વાર્ષિક ધોરણે ચૂકવી શકાય છે. જો તમે દરરોજ 253 રૂપિયા અથવા દર મહિને 7700 રૂપિયાનું રોકાણ કરો છો, તો 25 વર્ષ પછી એક વર્ષમાં 92400 રૂપિયાનું રોકાણ કરીને તમને 54 લાખ રૂપિયાનો પાકતી મુદતનો લાભ મળી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news