Gold Rate Today: આજે પણ સોનાના ભાવ તૂટ્યા, જો લેવાનું વિચારતા હોવ તો ફટાફટ ચેક કરો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ

Today Gold Rate: 24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. ચેક કરો લેટેસ્ટ ગોલ્ડ રેટ...

Gold Rate Today: આજે પણ સોનાના ભાવ તૂટ્યા, જો લેવાનું વિચારતા હોવ તો ફટાફટ ચેક કરો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ

Today Gold Rate: ભારતીય શરાફા બજારમાં આજે 2 માર્ચ 2023ના રોજ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સોનાના ભાવ 56 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર છે. જ્યારે ચાંદીનો ભાવ 63 હજાર રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે. 999 શુદ્ધતાવાળા 24 કેરેટના 10 ગ્રામ સોનાનો ભાવ 56066 રૂપિયા છે. જ્યારે 999 શુદ્ધતાવાળી ચાંદીનો ભાવ 63911 રૂપિયે કિલો છે. 

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ના જણાવ્યાં મુજબ બુધવારે સાંજે 24 કેરેટ શુદ્ધ સોનાનો ભાવ 56140 રૂપિયા પ્રતિ ગ્રામ હતો જે આજે સવારે 56066 રૂપિયા પર આવી ગયો છે. એ જ રીતે શુદ્ધતાના આધારે સોનું અને ચાંદી સસ્તા થયા છે. 

આજે શું છે ભાવ
અધિકૃત વેબસાઈટ ibjarates.com ના જણાવ્યાં મુજબ આજે સવારે 995 પ્યોરિટીવાળા દસ ગ્રામ સોનાના ભાવ ઘટીને 55842 રૂપિયા પર પહોંચી ગયા. જ્યારે 916 શુદ્ધતાવાળા સોનાનો ભાવ 51356 રૂપિયા થયો છે. આ ઉપરાંત 750 પ્યોરિટીવાળા સોનાનો ભાવ 42049 પર આવી ગયો છે. જ્યારે 585 પ્યોરિટીવાળું ગોલ્ડ આજે સસ્તું થઈને 32798 રૂપિયા થઈ ગયું છે. આ સિવાય 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદીનો ભાવ આજે 64407 રૂપિયા થયો છે. 

ગોલ્ડનો ભાવ
999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાનો ભાવ આજે 74 રૂપિયા સસ્તો થઈને 56066 રૂપિયા છે. જે ગઈ કાલે 56140 રૂપિયા હતો. જ્યારે 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 73 રૂપિયા સસ્તું થઈને 55842 રૂપિયાના સ્તરે છે. 916 ટચનું સોનું 68 રૂપિયા ઘટીને 51356 રૂપિયાના સ્તરે છે. જ્યારે 750 પ્યોરિટીવાળું સોનું 56 રૂપિયા સસ્તું થઈને 42105 રૂપિયા છે. 585ની પ્યોરિટીવાળું સોનું 32842 રૂપિયાના સ્તરે જોવા મળ્યું છે. જ્યારે ચાંદીની વાત કરીએ તો ચાંદી એક કિલોએ 335 રૂપિયા સસ્તી થઈ અને 63911 પર પહોંચી. 

મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 

આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખ
જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે. 

24, 22, 21, 18 અને 14 કેરેટમાં શું ફરક હોય છે?
24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. 18 કેરેટ ગોલ્ડમાં 75 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. જ્યારે 14 કેરેટ ગોલ્ડમાં 58.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે બાકી અન્ય ધાતુનું મિશ્રણ કરેલું હોય છે. 

ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news