વિશ્વમાં જાપાનનો પાસપોર્ટ સૌથી પાવરફુલ, જાણો ક્યાં નંબરે છે ભારત

વર્ષ 2020માં વિશ્વના સૌથી પાવરફુલ પાસપોર્ટની યાદીમાં ભારતીય પાસપોર્ટ બે સ્થાન નીચે આવીને 84માં સ્થાન પર પહોંચી ગયો છે. ભારતીય પાસપોર્ટધારકને વિશ્વના 58 દેશોમાં વીઝા વગર પ્રવેશ મળી શકે છે.

વિશ્વમાં જાપાનનો પાસપોર્ટ સૌથી પાવરફુલ, જાણો ક્યાં નંબરે છે ભારત

નવી દિલ્હીઃ વર્ષ 2020માં વિશ્વના સૌથી પાવરફુલ પાસપોર્ટની યાદીમાં ભારતીય પાસપોર્ટ બે સ્થાન નીચે આવીને 84માં સ્થાન પર પહોંચી ગયો છે. ભારતીય પાસપોર્ટધારકને વિશ્વના 58 દેશોમાં વીઝા વગર પ્રવેશ મળી શકે છે. એક નવા રિપોર્ટમાં આ જાણકારી સામે આવી છે. મોસ્ટ પાવરફુલ પાસપોર્ટની યાદીમાં જાપાન પ્રથમ સ્થાન પર, જ્યારે પાકિસ્તાન સૌથી નિચલા પાસપોર્ટની યાદીમાં ચોથા સ્થાન પર છે. 

આંતરરાષ્ટ્રીય એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA)ના આંકડા પ્રમાણે, હેનલે એન્ડ પાર્ટનર્સે પાસપોર્ટ ઇન્ડેક્સ જારી કર્યો છે, જેમાં દેશોની રેન્કિંગ તે આધાર પર કરવામાં આવી છે કે પાસપોર્ટધારકને વીઝા વગર કેટલા દેશમાં એન્ટ્રી મળી શકે છે. 

વર્લ્ડ મોસ્ટ પાવરફુલ પાસપોર્ટની યાદીમાં જાપાન પ્રથમ સ્થાને યથાવત છે અને જાપાની પાસપોર્ટની સાથે 191 દેશોમાં વીઝા વગર યાત્રા કરી શકાય છે. 

વિશ્વના 10 મોસ્ટ પાવરફુલ પાસપોર્ટ્સ

સ્થાન દેશ વીઝા ફ્રી આપતા દેશોની સંખ્યા
1 જાપાન 191
2 સિંગાપુર 190
3 જર્મની, દક્ષિણ કોરિયા 189
4 ફિનલેન્ડ, ઈટાલી 188
5 ડેનમાર્ક, લક્ઝમબર્ગ, સ્પેન 187
6 ફ્રાન્સ, સ્વીડન 186
7 ઓસ્ટ્રેલિયા, આયર્લેન્ડ, નેધરલેન્ડ, પોર્ટુગલ, સ્વિટ્ઝર્લેન્ડ 185
8 બેલ્જિયમ, ગ્રીસ, નોર્વે, બ્રિટન, અમેરિકા 184
9 ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચેક રિપબ્લિક, માલ્ટા, ન્યૂઝીલેન્ડ 183
10 હંગરી, લિથુઆનિયા, સ્લોવાકિયા 181

ભારતનું રેન્કિંગ
હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2020ના રિપોર્ટ પ્રમાણે, આ વર્ષે ભારતીય પાસપોર્ટના રેન્કિંગમાં બે સ્થાનનો ઘટાડો થયો છે અને તે પાછલા વર્ષના 82 સ્થાનના મુકાબલે 84માં સ્થાને પહોંચી ગયું છે. ભારતના મુકાબલે ચીનનો પાસપોર્ટ વધુ પાવરફુલ છે અને તે 71માં સ્થાન પર છે. અફઘાનિસ્તાનનો પાસપોર્ટ વિશ્વમાં સૌથી નિચલા સ્થાને છે, જ્યારે પાકિસ્તાનનો પાસપોર્ટ નિચલા સ્થાનમાં ચોથા ક્રમે છે. 

આ દેશોમાં વીઝા ફ્રી યાત્રા કરી શકે છે ભારતીય પાસપોર્ટધારક
ભારતીય પાસપોર્ટધારક ભૂટાન, કંબોડિયા, ઈન્ડોનેશિયા, મકાઉ, માલદીવ, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા, થાઈલેન્ડ, કેન્યા, મોરિશસ, સેશેલ્સ, ઝિમ્બાબ્વે, યૂગાન્ડા, ઈરાન તથા કતર સહિત 58 ગેશોમાં વીઝા વગર યાત્રા કરી શકે છે. પરંતુ કેટલાક દેશોમાં વીઝા ઓન અરાઇવલની જરૂર પડી શકે છે. 

વિશ્વમાં સૌથી ખરાબ પાસપોર્ટ

સ્થાન દેશ વીઝા ફ્રી આપનાર દેશોની સંખ્યા
1 અફઘાનિસ્તાન 26
2 ઇરાક 28
3 સીરિયા 29
4 પાકિસ્તાન, સોમાલિયા 32
5 યમન 33
6 લીબિયા 37
7 નેપાળ, ફીલિસ્તિન 38
8 ઉત્તર કોરિયા, સૂડાન 39
9 કોસોવો, લેબનાન 40
10 બાંગ્લાદેશ, કાંગો, ઈરાન 41

 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news