પ્રાઇવેટ નોકરીવાળા સમજે ગ્રેજ્યુટીનું ગણિત, રાજીનામું આપતાં મળશે આટલી રકમ

ઉદાહરણ તરીકે તમે કોઇ સંસ્થામાં 5 વર્ષ 2 મહિના નોકરી કરી તો તમારી પાંચ વર્ષની નોકરી ગણવામાં આવશે. આ દરમિયાન તમારો બેસિક પગાર 25 હજાર રૂપિયા છે. માની લઇએ કે તેના પર તમને 15 હજાર મોંઘવારી ભથ્થું મળે છે. ગ્રેજ્યુટી કાઢવા માટે તમે પહેલાં 25 હજાર અને 15 હજાર ઉમેરી લો.

પ્રાઇવેટ નોકરીવાળા સમજે ગ્રેજ્યુટીનું ગણિત, રાજીનામું આપતાં મળશે આટલી રકમ

નવી દિલ્હી: જો તમે કોઇ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરો છો તો તમને જાણકારી હશે કે સતત પાંચ સુધી નોકરી કરતાં કર્મચારી ગ્રેજ્યુટી (Gratuity) નો હકદાર હોય છે. કર્મચારી સંગઠનો દ્વારા સતત પાંચ વર્ષની સમય સીમાને ઓછી કરવાની માંગ કરવામાં આવી રહી છે. થોડા દિવસો પહેલાં સમાચાર આવ્યા હતા કે સરકાર ગ્રેજ્યુટીની સમય સીમાને ઘટાડીને ત્રણ વર્ષ કરી શકે છે. પરંતુ અત્યાર સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. ગ્રેજ્યુટીનું નામ આવતાં જ તમારા મનમાં આવ્યું હશે કે ગ્રેજ્યુટી શું છે અને કંપની દ્વારા તેની ગણતરી કયા આધારે કરવામાં આવે છે. આગળ સમજો ગ્રેજ્યુટીનું ગણિત.

આ રીતે થાય છે ગ્રેજ્યુટીની ગણતરી
ગ્રેજ્યુટી (Gratuity) ની ગણતરી કરવી વધુ મુશ્કેલ નથી. જોકે ગ્રેજ્યુટીની ચૂકવણી કંપની દ્વારા દર પાંચ વર્ષે કરવામાં આવે છે. એવામાં 5 વર્ષની સર્વિસ દરમિયાન દર વર્ષના બદલે અંતિમ મહીને બેસિક પગાર અને મોંઘવારી ભથ્થું ઉમેરી તેને પહેલાં 15 ગણી કરવામાં આવે છે. ત્યારબાદ સર્વિસમાં કુલ વર્ષ અને ત્યારબાદ પ્રાપ્ત થનાર રકમને 26 વડે ભાગતાં તમારી કુલ ગ્રેજ્યુટીની રકમ આવી જાય છે. એક લાઇનમાં જો ગ્રેજ્યુટી ઉપાડવાની ફોર્મૂલા જાણવા માંગો છો તો (અંતિમ મહિનાનો બેસિક પે+મોઘવારી ભથ્થું) x 15 x સર્વિસમાં આપેલા વર્ષ) / 26 થી તમારી ગ્રેજ્યુટીની ગણતરી કરી શકો છો. 

આ છે તમારી સાચી ગ્રેજ્યુટી
ઉદાહરણ તરીકે તમે કોઇ સંસ્થામાં 5 વર્ષ 2 મહિના નોકરી કરી તો તમારી પાંચ વર્ષની નોકરી ગણવામાં આવશે. આ દરમિયાન તમારો બેસિક પગાર 25 હજાર રૂપિયા છે. માની લઇએ કે તેના પર તમને 15 હજાર મોંઘવારી ભથ્થું મળે છે. ગ્રેજ્યુટી કાઢવા માટે તમે પહેલાં 25 હજાર અને 15 હજાર ઉમેરી લો. તેને ઉમેરતાં આંકડો 40 હજાર આવ્યો. હવે આ રકમને 15 વડે ગુણાકાર કરતાં 6 લાખ આવશે. તેમાં તમે પોતાની સર્વિસના કુલ વર્ષ એટલે કે 5 વડે ગુણાકાર કરો. 600000 ને 5 વડે ગુણાકાર કરતાં 3000000 ની રકમ આવશે. અંતે તેને 26 વડે ભાગાકાર કરી દો. ભાગ કરતાં 1,15,385 રૂપિયાની રકમ આવી. આ તમારી સાચી ગ્રેજ્યુટી છે, જે કંપનીએ છોડતી વખતે તમને મળશે. 

શું છે ગ્રેજ્યુટી
ગ્રેજ્યુટી કર્મચારીના પગારનો તે ભાગ છે, જે કંપની કર્મચારીની વર્ષોની સેવાના બદલામાં આવે છે. ગ્રેજ્યુટી તે ફાયદાકાર યોજના છે, જે નિવૃતિના લાભોનો ભાગ છે નોકરી છોડતી વખતે ખતમ થતાં કર્મચારીને કંપની દ્વારા આપવામાં આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news