Isha Ambani: ઈશા અંબાણીના જોડકા બાળકોની પહેલી તસવીર સામે આવી, Video જોઈને ખુશખુશાલ થઈ જશો
Isha Ambani Twins: વીડિયોમાં ઈશા અંબાણીના બંને બાળકોની પહેલી ઝલક જોવા મળી રહી છે. ફેન્સ આ વીડિયો જોઈને ઝૂમી ઉઠ્યા છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણી તથા પરિજનોની ખુશી પણ જોવા લાયક છે. નાના-નાની તો એકદમ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.
Trending Photos
Isha Ambani Twins: ઈશા અંબાણી તેના જોડકા બાળકો સાથે મુંબઈ આવી ચૂકી છે અને પરિવારે તેનું આલીશાન સ્વાગત પણ કર્યું. મુકેશ અંબાણી અને નીતા અંબાણી, પુત્રી અને પૌત્ર-પૌત્રીને લેવા માટે પહોંચ્યા હતા. હવે તેમના કેટલાક વીડિયો સામે આવ્યા છે. આ વીડિયોમાં ઈશા અંબાણીના બંને બાળકોની પહેલી ઝલક જોવા મળી રહી છે. ફેન્સ આ વીડિયો જોઈને ઝૂમી ઉઠ્યા છે.
ઈશાના જોડકા બાળકોની ઝલક જોવા મળી
એવા ખબર હતા કે ઈશા અંબાણી જલદી અમેરિકાના લોસ એન્જલસથી મુંબઈ પાછી ફરી રહી છે. નવેમ્બરમાં તેણે જોડકા બાળકો કૃષ્ણા અને આદિયાને જન્મ આપ્યો હતો. ત્યારબાદ પહેલીવાર ઈશા ઘરે પાછી ફરી છે. પુત્રીના આવવાની ખુશીમાં અંબાણી પરિવારે ભવ્ય ફંકશનનું આયોજન કર્યું છે. સામે આવેલા વીડિયોમાં નીતા અંબાણી પોતાના પૌત્ર અને પૌત્રી સાથે જોવા મળી રહ્યા છે.
મુકેશ અંબાણી અને નીતા અંબાણી પુત્રીને લેવા માટે એરપોર્ટ પહોંચ્યા હતા. અહીં નીતા અંબાણીના હાથમાં એક બાળક જોવા મળ્યું હતું. બીજુ બાળક ઈશા અંબાણીના હાથમાં હતું. બાળકને હાથમાં લઈને નીતા અંબાણીના મુખ પર જે ખુશી જોવા મળી તે જોવા લાયક હતી. તેઓ સતત પેપરાઝીઓને થેંક્યુ કહતા જોવા મળ્યા. પરિવાર બાળકો સાથે ગાડીમાં બેસીને રવાના થતો પણ જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર યૂઝર્સ બંને બાળકોની ક્યૂટનેસ પર ફિદા થઈ ગયા છે.
300 કિલો સોનાનું કરશે દાન
મીડિયા રિપોર્ટ્સ મુજબ ઈશા અંબાણીના વરલી સ્થિત ઘર કરુણા સિંધુ પર ભારતના અલગ અલગ મંદિરોના અનેક પંડિતો બોલાવવામાં આવ્યા છે. અહીં બાળકો માટે પૂજા પાઠનું ભવ્ય ફંક્શન આયોજિત કરાયું છે. એવી પણ ચર્ચા છે કે અંબાણી પરિવાર બાળકોના નામ પર 300 કિલો સોનાનું પણ દાન કરવાનો છે. આ પૂજામાં ભોજન રાંધવા માટે દુનિયાભરમાંથી અલગ અલગ કેટરર બોલાવવામાં આવ્યા છે. ભારતના મોટા મંદિરો જેમ કે તિરુપતિ બાલાજી, તિરુમાલા, નાથદ્વારા, અને શ્રી દ્વારકાધીશ સહિત અન્ય જગ્યાએથી આવેલા સ્પેશિયલ પ્રસાદ પણ આ ભવ્ય ફંક્શનમાં પીરસવામાં આવશે.
આ વીડિયો પણ ખાસ જુઓ....
બાળકો માટે બની છે ખાસ નર્સરી
ઈશા અંબાણીના બંને બાળકો માટે કરુણા સિંધુ અને એન્ટીલિયામાં પર્કિનસ એન્ડ વિલે ખાસ નર્સરી ડિઝાઈન કરી છે. તેમાં રોટેટિંગ બેડ્સ અને ઓટોમેટેડ રૂફટોપ છે. જેથી કરીને બાળકો નેચરલ સનલાઈટ લઈ શકે. નર્સરીમાં રાખેલું બધુ ફર્નીચર લોરો, પિયાના, હરમીસ અને ડિઓર જેવા મોટા બ્રાન્ડ્સથી કસ્ટમ મેડ છે. ઈશાના બાળકોને વર્લ્ડ ફેમસ ફેશન ડિઝાન બ્રાન્ડ ડોલ્સે એન્ડ ગબ્બાના, ગૂચી અને લોરો પિયાનાના કપડા પહેરાવવામાં આવશે. એટલું જ નહીં તેમને બીએમડબલ્યુની એક્સક્લુઝિવ ડિઝાઈનર કાર સીટ્સમાં બેસાડવામાં આવશે. આ સાથે જ બાળકોનો ખ્યાલ રાખવા માટે 8 ટ્રેઈન થયેલી નેની યુએસએથી મુંબઈ આવી છે. આ તમામ ઈશા અને બાળકો સાથે ભારતમાં જ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે