વીમાધારકો માટે સારા સમાચાર, 1 જુલાઇથી વીમા કંપની આપશે ક્લેમ સેટલમેંટની સંપૂર્ણ જાણકારી
Trending Photos
નવી દિલ્હી: વીમા કંપનીઓને એક જુલાઇથી પોલિસી ધારક સાથે તેમના દાવને પુરા પાડવાની સ્થિતિ વિશે જાણકારી શેર કરવી પડશે. તેમને પોલિસીધારકોને તેમના વીમા દાવાના વિભિન્ન તબક્કાઓની સ્થિતિ વિશે જણાવવું પડશે. ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (ઇરડા)એ એક પરિપત્રમાં કહ્યું કે વીમા કંપનીઓને પોલિસીધારકોના હિતોની રક્ષા માટે સ્પષ્ટ અને પારદર્શી સંચાર નીતિ અપનાવવાની જરૂર છે. દાવાના મામલે ઇરડાએ કહ્યું કે પોલિસીધારકો માટે એવી વ્યવસ્થા હોવી જોઇએ જેથી તેમને એ ખબર પડી જાય કે દાવા અરજીની સ્થિતિ શું છે. વીમા કંપનીઓને એક જુલાઇ 2019થી આ વ્યવસ્થા લાગૂ કરવી પડશે.
નિયામકે કહ્યું ''નિષ્પક્ષ અને પારદર્શી દાવા ઉકેલવાની પ્રક્રિયા સુનિશ્વિત કરવા માટે બધી કંપનીઓના દાવાને ઉકેલવાની સ્થિતિ વિશે જાણકારી આપવી પડશે. પોલિસીધારકોને તેમને એ પણ જણાવવું પડશે કે પ્રક્રિયાના વિભિન્ન તબક્કાઓમાં દાવાઓની સ્થિતિ શું છે.'' ઇરડાએ કહ્યું ''સ્વાસ્થ્ય વીમાના મામલે જ્યાં દાવા સેવા માટે 'ત્રીજા પક્ષ વહિવટી (ટીપીએ)'ને જવાબદારી થઇ ગઇ છે, ત્યાં આ સુનિશ્વિત કરવાની જવાબદારી વીમા કંપનીઓની હશે કે દાવાકર્તાઓને દાવાની સ્થિતિ વિશે જાણકારી મળે. તેમને દાવા ઉલેકવાના વિભિના તબક્કાઓમાં અરજીની સ્થિતિ વિશે જાણકારી આપવી પડશે.
વીમા નિયામકે જીવન વિમા, સ્વાસ્થ્ય વિમા અને સાધારણ વિમા કરનાર બધી કંપનીઓને કહ્યું કે તે પોલિસી ઇશ્યૂ થતાં તથા વિમા પ્રીમિયમ ચૂકવણી વિશે પત્ર, ઇ-મેલ, એસએમએસ અથવા અન્ય મંજૂરી પ્રાપ્ત ઇલેક્ટ્રોનિક રીતે ગ્રાહકને સૂચના આપશે. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે, ''સ્વાસ્થ્ય વિમાના મામલે જ્યાં સ્વાસ્થ્ય સેવાઓ માટે ટીપીએની સેવા લેવામાં આવે છે, વિમા કંપનીઓ તે સુનિશ્વિત કરશે કે આઇડી કાર્ડ ઇશ્યૂ કરવા સહિત બધા સંબદ્ધ સૂચનાઓ તથા તો થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર દ્વારા મોકલવામાં આવે અથવા સંબંધિત વિમા કંપની સ્વયં આ કરે.
આ ઉપરાંત વિમા કંપનીઓને સતર્કતા સંદેશ ઉપરાંત પોતાના ગ્રાહકોને જાગૃત કરવાને લઇને સંક્ષેપમાં સંદેશ પણ આપવા પડશે. વિમા કંપનીઓને સરળ, વાંચવામાં આસાન તથા સમજવામાં યોગ્ય ભાષાનો ઉપયોગ કરવાનો છે. જ્યાં પણ વ્યવહારિક હોય, સૂચના ક્ષેત્રીય અથવા સ્થાનિક ભાષાઓમાં મદદ આપવી જોઇએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે