હવે સાંજે 6 કલાકે કરી શકશો ટિકિટ બુકિંગ, અસુવિધા માટે રેલવેએ માગી માફી


આશરે 48 દિવસ બાદ સામાન્ય યાત્રિઓ માટે ટ્રેન સેવા કાલથી શરૂ થઈ રહી છે. આજે સાંજે 4 કલાકથી ટ્રેનનું બુકિંગ શરૂ થયું છે. 
 

 હવે સાંજે 6 કલાકે કરી શકશો ટિકિટ બુકિંગ, અસુવિધા માટે રેલવેએ માગી માફી

નવી દિલ્હીઃ આશરે 48 દિવસ બાદ સામાન્ય યાત્રિકો માટે ટ્રેન સેવા કાલથી શરૂ થવા જઈ રહી છે. ટ્રેનની ટિકિટ માટે 11 મેએ સાંજે 4 કલાકથી બુકિંગ શરૂ થઈ ગયું છે. પરંતુ યાત્રિકો ટિકિટ બુક કરી શકતા નથી. આઈઆરસીટીસીની વેબસાઇટ ખુલી રહી નથી. હવે સાંજે 6 કલાકથી ટિકિટ બુક કરાવી શકાશે. 

હકીકતમાં, 4 વાગવાની સાથે લોકો ટિકિટ બુક કરાવવા માટે સતત  IRCTCની વેબસાઇટ પર વિઝિટ કરી રહ્યાં છે. પરંતુ સાઇટ ખુલી રહી નથી. આઈઆરસીટીસીની મોબાઇલ એપ પણ કામ કરી રહી નથી. લોકો ટિકિટ બુક ન થતાં મુશ્કેલીમાં મુકાયા હતા.

રેલવેએ માગી માફી
પરંતુ આ વચ્ચે રેલવેનું નિવેદન આવી ગયું છે. યાત્રિકોની અસુવિધા માટે રેલવેએ માફી માગતા કહ્યું કે, સ્પેશિયલ ટ્રેનો સંબંધિત ડેટા આઈઆરસીટીસીની વેબસાઇટમાં ફીડ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે બુકિંગ સુવિધા થોડીવારમાં ઉપલબ્ધ થશે. 

કહેવામાં આવી રહ્યું છે કે ટ્રાફિક વધુ હોવાને કારણે વેબસાઇટમાં મુશ્કેલી આવી રહી છે. પરંતુ સવાલ તે છે કે રેલવેને જાણકારી નહતી કે બુકિંગ શરૂ થતાં ટ્રાફિક વધુ હશે, તો તેણે તેનો ઉપાય કેમ ન કર્યો, જે યાત્રિકોએ કાલે મુસાફરી કરવાની છે જે ટિકિટ બુક ન કરાવી શકતા સવાલો ઉઠી રહ્યાં છે.

ભારતીય રેલવેએ જણાવ્યું હતું કે તમામ 15 ટ્રેન 12 મેએ નવી દિલ્હી રેલવે સ્ટેશનથી ચાલશે. નવી દિલ્હીથી આ ટ્રેન ડિબ્રૂગઢ, અગરતલા, પટના, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગલુરૂ, ચેન્નઈ, તિરૂવનંતપુરમ, મડગાંવ, મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મૂ તાવી પહોંચશે. 

દિલ્હીથી પટના માટે ચાલનારી સ્પેશિયલ ટ્રેન માત્ર વચ્ચે ત્રણ સ્ટેશનો પર રોકાશે. જેમાં કાનપુર સેન્ટ્રલ, પ્રયાગરાજ જંક્શન અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શન છે. આ ટ્રેન સાંજે 5.15 કલાકે નવી દિલ્હીથી ઉપડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news