IRCTC: રેલવે મુસાફરો માટે સૌથી મોટા ખુશખબર, ટ્રેનોમાં ફરીથી શરૂ થવા જઈ રહી છે આ સુવિધા

કોરોના પ્રતિબંધોના કારણે ટ્રેનોમાં ભોજન મળવાની સુવિધા બંધ કરી નાખવામાં આવી હતી, જે હવે એકવાર ફરી શરૂ થવા જઈ રહી છે. રેલવેના આ નિર્ણયના કારણે લાખો યાત્રીઓને ફાયદો જ મળશે.

 IRCTC: રેલવે મુસાફરો માટે સૌથી મોટા ખુશખબર, ટ્રેનોમાં ફરીથી શરૂ થવા જઈ રહી છે આ સુવિધા

નવી દિલ્હી: દેશભરની ટ્રેનોમાં મુસાફરી કરનાર યાત્રીઓ માટે હાલ એક ખુશખબર મળી રહ્યા છે. રેલવે એ ટ્રેનોમાં જમવાની સુવિધા શરૂ કરવાનો એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કોરોના પ્રતિબંધોના કારણે ટ્રેનોમાં ભોજન મળવાની સુવિધા બંધ કરી નાખવામાં આવી હતી, જે હવે એકવાર ફરી શરૂ થવા જઈ રહી છે. રેલવેના આ નિર્ણયના કારણે લાખો યાત્રીઓને ફાયદો જ મળશે.

યાત્રીઓની સુવિધા અને જરૂરતને જોતા આઈઆરસીટીસીએ રેડી ટૂ ઈટ વ્યવસ્થા ફરીથી શરૂ કરી દીધી છે. જેમાં યાત્રીઓને ભોજન (Cooked Food) ફૂડ આપવામાં આવશે. જ્યારે, ટ્રેનોમાં પેન્ટ્રી કારની સુવિધા ટૂંક સમયમાં પુનઃસ્થાપિત કરવામાં આવશે. તેના માટે રેલવે બોર્ડે IRCTCને સૂચના જાહેર કરી દીધી છે.

જોકે, અત્યાર સુધી તેના માટે કોઈ તારીખ નિર્ધારિત કરવામાં આવી નથી, પરંતુ આશા સેવવામાં આવી રહી છે કે ટૂંક સમયમાં તે ટ્રેનોમાં પહેલાની જેમ પેન્ટ્રી કારની સુવિધા ફરીથી શરૂ કરવામાં આવશે.  જે ટ્રેનોમાં કોવિડ મહામારી દરમિયાન આ સુવિધા બંધ કરી નાંખવામાં આવી હતી.

તેની સાથે સાથે યાત્રીઓ માટે શરૂ કરવામાં આવેલી રેડી ટૂ ઈટ અને ઈ કેટરિંગની સુવિધા પણ ચાલુ રહેશે. જ્યારે, છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય રેલવે ટ્રેનોની સ્પેશિયલ કેટેગરીને ખતમ કરવાની શરૂઆત કરી છે. આ પ્રક્રિયા હેઠળ હવે થોડાક જ સમયમાં દેશની તમામ ટ્રેનો સામાન્ય શ્રેણીમાં આવી જશે. ટ્રેનોને સામાન્ય શ્રેણીમાં લાવવા માટે ટ્રેનોના નંબર બદલવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેણે જલ્દીથી ખતમ કરી નાંખવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય રેલવેની લગભગ 250 ટ્રેનોમાં પેન્ટ્રી કારની સુવિધા છે, જ્યારે 150થી વધુ ટ્રેનોમાં મિનિ પેન્ટ્રી કારની સુવિધા આપવામાં આવી છે. આખા દેશમાં લગભગ 400ની આસપાસ લાંબા અંતરની આવી ટ્રેનો છે, જેમાં સાઈડ વેન્ડિંગના માધ્યમથી રેલ યાત્રીઓને ખાવા પીવાનો સામાન ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

કોરોના મહામારી દરમિયાન આ ટ્રેનોમાં પેન્ટ્રી કારની સુવિધાને બંધ કરવાના કારણે રેલ યાત્રીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, રેલવેએ 'રેડી ટૂ ઈટ' યોજના હેઠળ ભોજનની સુવિધા જરૂર આપી દીધી હતી. પરંતુ આ સુવિધા રેલ્વે મુસાફરો માટે બહુ યોગ્ય સાબિત થઈ રહી ન હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news