IRCTC Tour Package: ગુજરાતના પ્રસિદ્ધ રણોત્સવ ફરવા રેલવે આપી રહ્યું છે શાનદાર ઓફર્સ! 'ખાવું-પીવું' બધું મફત

ભીષણ ભૂકંપમાં તહસ નહસ થયેલા ગુજરાતના પ્રસિદ્ધ રણોત્સનું આયોજન થઈ રહ્યું છે. જો તમે પણ કચ્છમાં ઉજવાતા સફેદ રણોત્સવમાં જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો અને મેળ પડી રહ્યો નથી તો આ અહેવાલ  તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થનાર છે.

IRCTC Tour Package: ગુજરાતના પ્રસિદ્ધ રણોત્સવ ફરવા રેલવે આપી રહ્યું છે શાનદાર ઓફર્સ! 'ખાવું-પીવું' બધું મફત

નવી દિલ્હી: IRCTC Rann Utsav: કોરોના મહામારી પછી હવે ગુજરાત સહિત દેશ ધીરેધીરે પાટા પર ચઢી રહ્યો છે. અત્યારે તહેવારોમાં પણ સરકાર કોવિડ ગાઈડલાઈન્સ સાથે મનાવવાની છૂટ આપી રહી છે. આ તમામ વાતો વચ્ચે ભીષણ ભૂકંપમાં તહસ નહસ થયેલા ગુજરાતના પ્રસિદ્ધ રણોત્સનું આયોજન થઈ રહ્યું છે. જો તમે પણ કચ્છમાં ઉજવાતા સફેદ રણોત્સવમાં જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો અને મેળ પડી રહ્યો નથી તો આ અહેવાલ  તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થનાર છે.

જોકે, ઈન્ડિયન રેલવે તમારા માટે એક શાનદાર પેકેજ લઈને આવ્યું છે. IRCTC તરફથી તમારા બજેટમાં રણોત્સવ ફરવાનો મોકો મળી રહ્યો છે. જેના હેઠળ તમે ખુબ જ ઓછા રૂપિયામાં ગુજરાતનો રણોત્સવ જોઈ શકો છો. તો આવો જાણીએ કો કેવી રીતે ભારતીય રેલવેની શાનદાર પેકેજમાં તેનો લાભ ઉઠાવી શકાય છે.

શું છે પેકેજ
IRCTCના આ ખાસ પેકેજમાં તમને 4 રાત્રિ અને 5 દિવસ રણોત્સવ  ફરવાનો મોકો મળી રહ્યો છે.  5 દિવસની ટૂરમાં તમને ગુજરાતના દેશ વિદેશમાં જાણીતા રણોત્સવને ફરવાનો સોનેરી અવસર તમારે દ્વારે આવ્યો છે. તેમાં ટૂરિસ્ટો ગુજરાતના પ્રસિદ્ધ કચ્છ ફેસ્ટિવલ અને રણોત્સવની મુલાકાત લઈ શકશો, જે ગુજરાતની વિવિધ સાંસ્કૃતિક પરંપરાની અનોખી અભિવ્યક્તિ છે. તેના અનન્ય વંશીય સંવાદ અને ઉત્સવ માટે જાણીતું છે.

ક્યાં ફરવાનો અવસર મળશે
ગુજરાતના રણ ઉત્સવમાં તમને કારીગરો અને શિલ્પકારોની રચનાત્મકતા, લોક સંગીત અને પરફોર્મેન્સની સાથે સાથે વિભિન્ન સાંસ્કૃતિક વિવિધતા જોવા મળશે. તેના માટે ટૂરિસ્ટોને મહારાષ્ટ્રના મુંબઈથી ટ્રેન પકડવી પડશે, જ્યાં તમને ભુજ, રણોત્સવ ટેન્ટ સિટી, કચ્છનું સફેદ  રણ અને સનસેટ પોઈન્ટ જેવા સ્થળોને જોવા મળશે.

પેકેજમાં શું છે?
IRCTCના Rann Utsav પેકેજમાં મુસાફરોને સફર દરમિયાન ડીલક્સ ટેન્ટમાં AC સ્ટે અને ફૂડ પણ મળશે. એટલે કે આ પેકેજમાં એકવાર પૈસા જમા કરાવ્યા પછી, તમારું જમવાનું અને રહેવાનું બન્ને ફ્રી મળશે.

કેન્સિલેશન પોલિસી
IRCTCના Rann Utsav પેકેજની ખાસિયત છે કે તેના શરૂ થયાના 30 દિવસ પહેલા બુકિંગ કેન્સલ કરાવશો તો મુસાફરોને 5 ટકા ચાર્જ કપાશે. તેના સિવાય 29થી 11 દિવસની વચ્ચે બુકિંગ કેન્સલ કરાવશો તો 25 ટકા વ્યાજ કપાશે. જ્યારે 11 દિવસથી ઓછા સમયમાં બુકિંગ કેન્સલ કરાવશો તો તમારા એક પણ રૂપિયા પાછા મળશે નહીં, એટલે કે યોગ્ય સમયે બુકિંગ કેન્સલ કરાવશો તો તમને પૈસા પાછા મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news