Flight Offer: માત્ર 9 રૂપિયામાં કરો ઇન્ટરનેશનલ હવાઈ યાત્રા! આ કંપની આપી રહી છે શાનદાર ઓફર
Vietjet Air Ticket Offer: જો તમે વિદેશ યાત્રા કરવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે એક શાનદાર ઓફર છે. તમે માત્ર 9 રૂપિયામાં ઇન્ટરનેશનલ હવાઈ યાત્રા કરી શકો છો. આવો જાણીએ રૂટ લિસ્ટ...
Trending Photos
Vietjet Air Ticket Offer: જો તમે પણ સસ્તામાં વિદેશ યાત્રા કરવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે ખુશખબરી છે. એર લાઈન્સ તમને એક શાનદાર ઓફર રજૂ કરી રહી છે. જેના અંતર્ગત તમે માત્ર 9 રૂપિયામાં હવાઇ યાત્રા કરી શકો છો. વિયેટજેટ 9 રૂપિયામાં એર ટિકિટ ઓફર લઈને આવ્યું છે. જેનું બુકિંગ 4 ઓગસ્ટથી શરૂ થઈ ગયું છે. આવો જાણીએ આ વિશે વિસ્તારથી...
જાણો કઈ રીતે મળશે ઓફર?
તમને જણાવી દઈએ કે, આ ઓફર 26 ઓગસ્ટ સુધી છે. પરંતુ તેના અંતર્ગત તમે માત્ર બુધવાર, ગુરૂવાર અને શુક્રવારના જો તમે ટિકિટ બુકિંગ કરાવો છો ત્યારે તમને આ તક મળી શકે છે. એર લાઇન્સ કંપની વિયેટજેટે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં તેની જાણકારી આપતા જણાવ્યું હતું કે, વિયેટજેટ ભારતથી વિયતનામની યાત્રા માટે 30 હજાર પ્રમોશનલ ટિકિટ ઓફર કરી રહ્યું છે. આ ટિકિટ્સની કિંમત 9 રૂપિયાથી શરૂ છે. ઓફર અંતર્ગત 15 ઓગસ્ટ 2022 થી 26 માર્ચ 2023 સુધી યાત્રા કરવા માટે બુકિંગ 4 ઓગસ્ટથી 26 ઓગસ્ટ વચ્ચે કરવામાં આવશે. એર લાઈન્સ કંપનીના જણાવ્યા અનુસાર, 4 ઓગસ્ટથી 26 ઓગસ્ટ સુધી પ્રત્યેક બુધવાર, ગુરૂવાર અને શુક્રવારના ટિકિટ બુકિંગ પર પ્રમોશનલ ટિકિટનો લાભ ઉઠાવી શકો છો.
જાણો કયા છે રૂટ્સ?
એરલાઇન્સ કંપની વિયેટજેટના કોમર્શિયલ ડાયરેક્ટર જય એલ લિંગેશ્વરે જાણકારી આપી છે. વિયેટજેટ 17 રૂટ માટે ભારત અને વિયતનામ વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ ઓપરેટ કરેશે. પરંતુ ત્યારબાદ પણ એરલાઈન્સ ભારતના મુખ્ય ડેસ્ટિનેશનને દક્ષિણ પૂર્વ એશિયા (બાલી, બેંકોક, સિંગાપોર, કુઆલાલંપુર), પૂર્વોત્તર એશિયા (સિયોલ, બુસાન, ટોક્યો, ઓસાકા, તાઈપે) અને એશિયન પ્રશાંતને સાથે જોડવાનું વિચારી રહ્યા છે.
મોટી સંખ્યામાં મળી રહી છે અરજી
તેમણે એમ પણ કહ્યું કે, પાંચ મોટા ભારતના શહેરોના યાત્રીઓ હવે ડા નાંગના સુંદર શહેર અને હોઈ એન, હ્યુ ઇમ્પીરીયલ, માય સોન અભ્યારણ્ય અને દુનિયાની સૌથી મોટી ગુફા સોન ડુંગ સહિત આસપાસના ટુરિઝમ પ્લેસની મુલાકાત માટે ડાયરેક્ટ ફ્લાઈટ લઈ શકે છે. ત્યારે વિયતનામના રાજદૂત ફામ સાઉન ચાઉએ કહ્યું કે ભારતીય પર્યટકો માટે વિયતનામ એક મજબૂત ટુરિઝમ સ્પોર્ટ તરીકે ઉભરી રહ્યું છે. વિઝા પ્રક્રિયાને સરળ કરવામાં આવી છે. જેમાં હવે આ માટે દૂતાવાસ જવાની જરૂરિયાત નથી. કંપનીએ જણાવ્યું કે, વર્તમાનમાં ઉચ્ચ સંખ્યામાં વિયતનામ જવા માટે મોટી સંખ્યામાં અરજી મળી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે