Corona ના ડરના કારણે Insurance Sector માં તેજી, એપ્રિલમાં ન્યૂ બિઝનેસ પ્રીમિયમમાં થયો અધધ વધારો
ઈરડાના ડેટા મુજબ, ગયા મહિને વીમા કંપનીઓના ન્યૂ બિઝનેસ પ્રીમિયમ 9,738.79 કરોડ રૂપિયા રહ્યું છે. એપ્રિલ 2020માં તમામ 24 વીમા કંપનીઓનું ન્યૂ બિઝનેસ પ્રીમિયમ 6,727.25 કરોડ રૂપિયા રહ્યું હતું.
Trending Photos
નવી દિલ્લીઃ ભારતમાં કોરોનાની બીજી લહેરે રીતસર તબાહી મચાવી છે. લોકો ડર અને દહેશતના માહોલમાં જીવી રહ્યાં છે. એક તરફ કરફ્યૂ અને બંધ જેવી સ્થિતિના કારણે રોજગાર-ધંધાના માઠી અસર પહોંચી છે. એવામાં બીજી તરફ કોરોનાના ડરને કારણે ઈશ્યોરન્સ સેક્ટર (Insurance Sector) માં તેજી આવી ગઈ છે. એજ કારણ છેકે, એપ્રિલ માસમાં વીમા કંપનીઓને મસમોટું પ્રિયમિયમ મળ્યું છે. કોરોનાની બીજી લહેરને કારણે એપ્રિલમાં વીમાની માંગ વધી છે. આ કારણે જ એપ્રિલમાં ઈન્શ્યોરન્સ કંપનીઓના ન્યૂ બિઝનેસ પ્રીમિયમમાં 45 ટકાની વૃદ્ધિ થઈ છે.
ઈરડાના ડેટા મુજબ, ગયા મહિને વીમા કંપનીઓના ન્યૂ બિઝનેસ પ્રીમિયમ 9,738.79 કરોડ રૂપિયા રહ્યું છે. એપ્રિલ 2020માં તમામ 24 વીમા કંપનીઓનું ન્યૂ બિઝનેસ પ્રીમિયમ 6,727.25 કરોડ રૂપિયા રહ્યું હતું. આ વર્ષે એપ્રિલમાં સૌથી મોટી લાઈફ ઈન્શ્યોરન્સ કંપની એલઆઈસીના ન્યૂ બિઝનેસ પ્રીમિયમમાં 35.6 ટકાનો ગ્રોથ રહ્યો છે. આ સમયગાળામાં કંપનીનું ફર્સ્ટ યર પ્રીમિયમ 4,856.76 કરોડ રૂપિયા રહ્યું છે. એક વર્ષ પહેલા સમાન સમયગાળામાં એલઆઈસીનું ન્યૂ બિઝનેસ પ્રીમિયમ 3,581.65 કરોડ રૂપિયા રહ્યું હતું. અન્ય પ્રાઈવેટ ઈન્શ્યોરન્સ કંપનીઓના ન્યૂ ઈન્શ્યોરન્સ પ્રીમિયમમાં સંયુક્તરૂપે 55 ટકાની વૃદ્ધિ રહી છે. આ કંપનીઓનું ન્યૂ બિઝનેસ પ્રીમિયમ 4,882.04 કરોડ રૂપિયા રહ્યું છે. એક વર્ષ પહેલા સમાન સમયગાળામાં પ્રાઈવેટ કંપનીઓનું સંયુક્ત પ્રીમિયમ 3,146.09 કરોડ રૂપિયા રહ્યું હતું.
એપ્રિલમાં એલઆઈસી 49.87% માર્કેટ શેર સાથે બજારમાં ટોચ પર રહી છે. ત્યારે, અન્ય 23 ખાનગી કંપનીઓનો બજાર હિસ્સો 50.13% રહ્યો છે. એપ્રિલમાં પોલિસી અથવા સ્કીમનું વેચાણ 140% વધ્યું છે. એપ્રિલમાં તમામ 24 વીમા કંપનીઓએ 9,96,933 પોલિસી વેચી હતી. આમાંથી 6,92,185 પોલિસીઓ ફક્ત એલઆઈસી દ્વારા વેચવામાં આવી છે. એપ્રિલમાં એલઆઈસીએ પોલિસી વેચાણમાં 275% વૃદ્ધિ નોંધાવી હતી. અન્ય 23 વીમા કંપનીઓએ એપ્રિલમાં 3,04,748 પોલિસી વેચી હતી. આ કંપનીઓની વૃદ્ધિ 32% રહી છે.
ઈરડાના વાર્ષિક અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2020માં સામાન્ય વીમા કંપનીઓના નુકસાનમાં 6.27%નો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન સામાન્ય વીમા કંપનીઓને કુલ નુકશાન 23,720 કરોડ રૂપિયા થયું છે. આ સિવાય નાણાકીય વર્ષ 2020માં આરોગ્ય વીમા કંપનીઓનું નુકસાન 14.6% વધીને 651 કરોડ રૂપિયા થયું છે. નાણાકીય વર્ષ 2019માં આરોગ્ય વીમા કંપનીઓને 568 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. રિપોર્ટ પ્રમાણે, ખાનગી ક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓમાંથી 9 કંપનીઓ રેડ ઝોનમાં પહોંચી છે, જ્યારે જાહેર ક્ષેત્રની 4 કંપનીઓને પણ નોંધપાત્ર નુકસાન થયું છે. ડેટા અનુસાર, 5 મે 2021 સુધી જનરલ ઈન્શ્યોરન્સ કંપનીઓ પાસે 11.39 લાખ ક્લેમ આવ્યા છે. આ ક્લેમની રકમ 15,988 કરોડ રૂપિયા છે. આમાંથી કંપનીઓએ 9,144 કરોડ રૂપિયાના 9.51 લાખ ક્લેમનું સેટલમેન્ટ કર્યું છે. અત્યારે 1.87 લાખ ક્લેમના 6,848 કરોડ રૂપિયા પેન્ડિંગ છે. જનરલ ઈન્શ્યોરન્સ કંપનીઓએ 47,898 ક્લેમને રિજેક્ટ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, વીમા કંપનીઓએ હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયા બાદ 60 દિવસોમાં ક્લેમ આપવાનો હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે