ઔદ્યિગિક ઉત્પાદન જૂન મહિનામાં 2 ટકા ઘટ્યું, ભારે મંદીનો માહોલ
Trending Photos
નવી દિલ્હીઃ ખનન અને ઉત્પાદન ક્ષેત્રો દ્વારા ખરાબ પ્રદર્શનને કારણે જૂન મહિનામાં ઓદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ 2 ટકા ઘટી ગઈ છે, શુક્રવારે આ આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. ઔદ્યોગિક ઉત્પાદન સૂચકઆંક (IIP) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ફેક્ટરી ઉત્પાદનમાં જૂન 2018મા 7 ટકાનો વિસ્તાર થયો હતો.
ઉત્પાદન ક્ષેત્રમાં મંદી જોવા મળી, જે એક વર્ષ પહેલા 6.9 ટકાની તુલનામાં જૂનમાં 1.2 ટકાના દરે વધ્યો છે. વિજળી ઉત્પાદન ક્ષેત્રના વિસ્તાર પહેલાના 8.5 ટકાની તુલનામાં 8.2 ટકા રહ્યું હતું. જૂનમાં ખનન વિકાસ દર ઘટીને 1.6 ટકા રહી ગયો જે છેલ્લા નાણાકીય વર્ષમાં આ મહિનામાં 6.5 ટકા હતો.
ચિંતા વધારનાર આંકડા
જૂનમાં કેપિટલ ગુડ્સનો ગ્રોથ ઘટીને -6.5 ટકા રહ્યો, જે મેમાં 0.8 ટકા રહ્યો હતો.
જૂનમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ગ્રોથ ઘટીને -5.5 ટકા રહ્યો, જે મેમાં 0.1 ટકા રહ્યો હતો.
જૂનમાં કન્ઝ્યુમર નોન-ડ્યુરેબલ્સ ગ્રોથ સામાન્ય વધીને 7.8 ટકા રહ્યો, જે મેમાં 7.7 ટકા રહ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે