ઇન્ડિગોની તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ 30 એપ્રિલ સુધી રદ્દ, વોલેટમાં મળશે રિફંડ


વિશ્વભરમાં કોરોના વાયરસના વધતા મામલાને જોતા ઇન્ડિગો એરલાયન્સે પોતાની તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટને 30 એપ્રિલ સુધી રદ્દ કરી દીધી છે. 
 

ઇન્ડિગોની તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ 30 એપ્રિલ સુધી રદ્દ, વોલેટમાં મળશે રિફંડ

નવી દિલ્હીઃ વિશ્વભરમાં કોરોના વાયરસના વધતા મામલાને જોડા ઈન્ડિગો એરલાયન્સે પોતાની તમામ ફ્લાઇટોને 30 એપ્રિલ સુધી રદ્દ કરી દીધી છે. એરલાઇન્સ તરફથી જાણકારી આપવામાં આવી છે કે જે યાત્રિકોએ 30 એપ્રિલ સુધીની કોઈ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં ટિકિટ બુક કરાવી રાખી છે તો તેના પૈસા  credit shell હેઠળ સુરક્ષિત રાખવામાં આવ્યા છે. 

વોલેટમાં મળશે રિફંડ
એરલાઇન્સ તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે જ્યારે જે યાત્રિ આ દરમિયાન સફર કરવાના હતા, તે ક્રેડિટ શેલ દ્વારા આગામી એક વર્ષમાં કોઈપણ દિવસની યાત્રા માટે ટિકિટ બુક કરાવી શકે છે. યાત્રિકોએ જે દિવસની ટિકિટ બુક કરાવી હતી, ત્યારથી આગામી એક વર્ષ સુધીનો સમય મળશે. 

ટિકિટ રદ્દ થતાં ઇન્ડિગો ભાડાની રમક ગ્રાહકના નામના એક વોલેટમાં જમા કરાવી દેશે. વોલેટનું બેલેન્સ કોઈપણ યાત્રિકો ઇન્ડિગોની વેબસાઇટ પર એડિટ બુકિંગના ઓપ્શનમાં જોઈ શકે છે. 

વેબસાઇટ પર મળશે સંપૂર્ણ જાણકારી
હવે યાત્રિકોએ નવા બુકિંગ કરતા સમયે પેમેન્ટમાં  CREDIT SHELL OPTION વિકલ્પ પસંદ કરવો પડશે. વધુ જાણકારી માટે યાત્રિ ઇન્ડિગો એરલાઇન્સની વેબસાઇટ પર એડિટ બુકિંગ સેક્શનમાં જઈને પોતાના ક્રેડિટ શેલ બેલેન્સને જોઈ શકશે.

મહત્વનું છે કે ક્રેડિટ શેલ એક પ્રકારની ક્રેડિટ નોટ હોય છે, તેને કેન્સલ કરાયેલા પીએનઆરને બદલે જારી કરવામાં આવે છે. તેને ભવિષ્યની બુકિંગ માટે ઉપયોગ કરી શકાય છે. આ પહેલા સરકારી વિમાન કંપની એર ઇન્ડિયાએ 30 એપ્રિલ સુધી ટિકિટનું બુકિંગ બંધ કર્યું હતું. કંપનીએ કહ્યું હતું કે, 14 એપ્રિલે લૉકડાઉનના સમાપ્ત થઈ રહેલા સમયગાળા બાદના નિર્દેશોની રાહ જોઈ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news