Indian Railway: રેલ યાત્રિકો માટે મોટી ખુશભબર, આજથી શરૂ કરવામાં આવી આ ખાસ સેવા

Indian Railway: રેલ યાત્રિકો માટે મોટી ખુશભબર, આજથી શરૂ કરવામાં આવી આ ખાસ સેવા

નવી દિલ્લીઃ ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન હવે 14 ફેબ્રુઆરીથી તમામ ટ્રેનોમાં ફરીથી રાંધેલું ભોજન પ્રદાન કરશે. રેલ્વે મંત્રાલયની સૂચના બાદ હવે લોકડાઉનમાં બંધ કરાયેલી સેવા ફરી એકવાર પુનઃસ્થાપિત કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે લોકડાઉનના કારણે ટ્રેનોમાં રાંધેલું ભોજન આપવાની સુવિધા બંધ કરી દેવામાં આવી હતી. મુસાફરોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, આઈઆરસીટીસી ટ્રેનોમાં ભોજનની સેવાઓ ફરી શરૂ કરવા માટે તૈયાર છે. લોકડાઉનના અંતની જાહેરાત બાદ, અત્યાર સુધી માત્ર 80 ટકા ટ્રેનોમાં ભોજન મળતું હતું, પરંતુ હવે 14 ફેબ્રુઆરીથી 100 ટકા ટ્રેનોમાં ભોજન મળવાનું શરૂ થઈ જશે.

લૉકડાઉનના કારણે બંધ કરી હતી આ સુવિધા-
જણાવી દઈએ કે કોવિડ-19ની મહામારીને કારણે લોકડાઉન લાદવામાં આવ્યું હતું અને કોવિડ માર્ગદર્શિકા હેઠળ 23 માર્ચ 2020થી ટ્રેનોમાં ભોજન પૂરું પાડવાની સુવિધા બંધ કરવામાં આવી હતી. પરંતુ જ્યારે કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે, ત્યારે ફરી ગત વર્ષે 5 ઓગસ્ટ 2020થી ટ્રેનોમાં ભોજન આપવાની સુવિધા શરૂ કરવામાં આવી હતી, પરંતુ હાલમાં માત્ર 80 ટકા ટ્રેનો જ શરૂ થઈ શકી છે. પરંતુ હવે બાકીની 20 ટકા ટ્રેનોમાં 14 ફેબ્રુઆરીથી કેટરિંગ સુવિધા ફરી શરૂ કરવામાં આવી રહી છે.

ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડે ભારતીય રેલ્વે મંત્રાલયનું જાહેર ક્ષેત્રનું ઉપક્રમ છે, જે ટ્રેનોમાં મુસાફરોને પ્રીમિયમ સેવાઓ પૂરી પાડે છે. ભારતીય રેલ્વે બોર્ડ તરફથી મળેલી માર્ગદર્શિકા મુજબ, મુસાફરોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને રાંધેલા ખોરાકની પુનઃપ્રારંભ કરવામાં આવી છે. લગભગ 428 ટ્રેનોમાં આ સેવાઓ પહેલાથી જ પુનઃસ્થાપિત કરવામાં આવી છે. 21 ડિસેમ્બરથી લગભગ 30% અને 22 જાન્યુઆરી સુધીમાં 80% ટ્રેનોમાં ભોજન સેવા શરૂ કરવામાં આવી હતી. બાકીની 20% ટ્રેનોને હવે 14 ફેબ્રુઆરી 2022થી આ સુવિધા મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news