ટ્રેનમાં મુસાફરી માટે બાળકોની ટિકિટ લેવી પડશે? ભારતીય રેલવેએ આપી જાણકારી
Indian Railway: ટ્રેનમાં યાત્રા કરતા નાના બાળકો પાસે ટિકિટ વસૂલવાના અહેવાલો બાદ ભારતીય રેલવેએ મહત્વની સ્પષ્ટતા કરી છે. રેલવેએ આ સંબંધમાં એક નિવેદન આપી જાણકારી આપી છે.
Trending Photos
નવી દિલ્હીઃ ટ્રેનમાં યાત્રા કરનારા બાળકો પાસેથી વયસ્ક ભાડું વસૂલવાના અહેવાલો વચ્ચે રેલવેએ સ્પષ્ટતા કરી છે. ભારતીય રેલવેએ આ સંબંધમાં નિવેદન જાહેર કરી જાણકારી આપી છે.
નિયમમાં નથી થયો કોઈ ફેરફાર
ભારતીય રેલવેએ બુધવારે સ્પષ્ટ કર્યું કે ટ્રેનથી યાત્રા કરનાર બાળકો માટે ટિકિટ બુકિંગના નિયમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે 'એકથી ચાર વર્ષ સુધીના બાળકો પાસે હવે વયસ્ક ભાડું વસૂલવામાં આવશે' ત્યારબાદ રેલવેએ આ સંબંધમાં સ્પષ્ટીકરણ જાહેર કર્યું છે.
5 વર્ષથી નાની ઉંમરના બાળકો કરશે ફ્રી યાત્રા
રેલ મંત્રાલયે છ માર્ચ, 2020ના એક જારી સર્કુલરમાં કહેવામાં આવ્યું હતું કે પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકો ફ્રી યાત્રા કરશે. પરંતુ તે સ્થિતિમાં બાળકો માટે એક અલગ બર્થ કે સીટ ઉપલબ્ધ કરાવવામાં આવશે નહીં. સર્કુલરમાં તે પણ કહેવામાં આવ્યું કે જો યાત્રી પોતાના પાંચ વર્ષથી નાની ઉંમરના બાળક માટે અલગથી સીટ કે બર્થની જરૂર હોય તો, તેની પાસેથી વયસ્કોનું ભાડું લેવામાં આવશે.
આ પણ વાંચોઃ Cryptocurrency: શું તમે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરો છો? તો ધ્યાનથી સાંભળી લો નાણામંત્રીની આ ચેતવણી
મીડિયામાં ચાલ્યા હતા નિયમ બદલવાના સમાચાર
હાલમાં કેટલાક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતીય રેલવેએ ટ્રેનમાં પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકો માટે ટિકિટ બુકિંગ સંબંધી નિયમો બદલી દીધા છે. સમાચારોમાં કહેવામાં આવ્યું કે, હવે એકથી ચાર વર્ષની ઉંમરના બાળકો માટે ટ્રેનમાં સફર કરવા માટે ટિકિટ લેવી પડશે.
રેલવેએ રિપોર્ટને ભ્રામક જણાવ્યા
રેલવેએ નિવેદનમાં કહ્યું કે આ સમાચાર અને મીડિયા રિપોર્ટ ભ્રામક છે. તે જાણ કરવામાં આવે છે કે રેલવેએ ટ્રેનમાં યાત્રા કરના બાળકોની ટિકિટ બુકિંગના સંબંધમાં કોઈ ફેરફાર કર્યો નથી.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે યાત્રીકોની માંગ પર તેણે ટિકિટ ખરીદવા અને પોતાના પાંચ વર્ષના બાળક માટે બર્થ બુક કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. જો તેને અલગથી બર્થ જોતો નથી તો તે પહેલાની જેમ ફ્રી યાત્રા કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે