IPO પહેલા દિવસે પૈસા કરશે ડબલ! GMP 200 રૂપિયા પર પહોંચ્યો, સોમવારે થશે ઓપન

Indian Emulsifier IPO કાલ એટલે કે 13 મેએ ઓપન થઈ રહ્યો છે. ગ્રે માર્કેટમાં કંપની આજે 200 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહી છે. જો આ સ્થિતિ રહી તો દમદાર લિસ્ટિંગ થઈ શકે છે. 

IPO પહેલા દિવસે પૈસા કરશે ડબલ! GMP 200 રૂપિયા પર પહોંચ્યો, સોમવારે થશે ઓપન

IPO News Updates: શેર બજારમાં સોમવારે Indian Emulsifier IPO ઓપન થવાનો છે. કંપની ગ્રે માર્કેટમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. મજબૂત જીએમપી જોઈને લાગી રહ્યું છે કે આઈપીઓને સારો પ્રતિસાદ મળી શકે છે. નોંધનીય છે કે કંપનીએ આઈપીઓ માટે પ્રાઇઝ બેન્ડ 125 રૂપિયાથી 132 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. 

શું છે લોટ સાઇઝ
કંપનીએ રિટેલ ઈન્વેસ્ટરો માટે 1000 શેરનો એક લોટ બનાવ્યો છે. જેના કારણે રિટેલ ઈન્વેસ્ટરોએ ઓછામાં ઓછા 1,32,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. નોંધનીય છે કે રિટેલ ઈન્વેસ્ટર આઈપીઓ પર 13 મેથી 16 મે સુધી દાવ લગાવી શકશે. કંપની તરફથી શેરનું એલોટમેન્ટ 17 મેએ કરવામાં આવશે. તો લિસ્ટિંગ એનએસઈ એસએમઈમાં 22 મેએ સંભવ છે. 

શું છે જીએમપી? (Indian Emulsifier IPO GMP Today)
ઈન્વેસ્ટર્સ ગેનના રિપોર્ટ અનુસાર આઈપીઓ આજે એટલે કે રવિવારે ગ્રે માર્કેટમાં 200 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. જો આ સ્થિતિ લિસ્ટિંગ સુધી યથાવત રહી તો કંપનીના શેર બજારમાં 332 રૂપિયા પર ડેબ્યૂ કરી શકે છે. જેથી ઈન્વેસ્ટરોને પ્રથમ દિવસે 151 ટકાનો ફાયદો થઈ શકે છે. 

એન્કર ઈન્વેસ્ટરોથી કંપનીએ ભેગા કર્યાં 12 કરોડ રૂપિયા
આઈપીઓ એન્કર ઈન્વેસ્ટરો માટે 10 મેએ ખુલ્યો હતો. કંપનીએ એન્કર ઈન્વેસ્ટરો પાસેથી 12.01 કરોડ રૂપિયા ભેગા કર્યાં છે. કંપનીએ 50 ટકા શેરનો લોક-ઇન-પીરિયડ 16 જૂન 2024 નક્કી કર્યો છે. એટલે કે માત્ર 30 દિવસ બાદ એન્કર ઈન્વેસ્ટર ઈચ્છશે તો અડધા પૈસા કાઢી શકે છે. જ્યારે અડધાનો લોક ઈન પીરિયડ 90 દિવસનો છે. 

31 લાખ ફ્રેશ શેર જારી થશે
આ આઈપીઓની સાઇઝ 42.39 કરોડ રૂપિયાની છે. કંપની 31.11 લાખ ફ્રેશ શેર જારી કરશે. નોંધનીય છે કે આઈપીઓમાં 35 ટકા ભાગ રિટેલ ઈન્વેસ્ટરો માટે રિઝર્વ છે. ક્વોલીફાઈડ ઈન્સ્ટીટ્યુશનલ ઈન્વેસ્ટર્સ માટે 50 ટકા રિઝર્વ છે. 

(આ રોકાણની સલાહ નથી. શેર બજાર જોખમો અધીન છે. કોઈપણ રોકાણ પહેલા એક્સપર્ટની સલાહ જરૂર લો)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news