Ration Card : દેશના 81 કરોડ લોકો માટે મોદી સરકારનો મોટો નિર્ણય, ગરીબ કલ્યાણ યોજનામાં થયા ફેરફાર
Trending Photos
Ration Card New Rules: મોદી સરકારે (Modi Government) દેશના 80 કરોડથી વધુ રેશનકાર્ડ ધારકો (Ration Card Holders)ને નવા વર્ષમાં ખુશીની મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ 2023માં મફત અનાજના (Free Ration) વિતરણની જાહેરાત કરી છે. વર્ષ 2020થી અત્યાર સુધી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) હેઠળ મફત રાશનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. કોરોના સમયગાળાથી 81.3 કરોડ લોકો આ સેવા મફતમાં મેળવી રહ્યા છે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ એવા લોકો પણ જેમની પાસે રાશન કાર્ડ નથી તેઓને પણ મફતમાં રાશન મળતું હતું. પરંતુ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ હવે માત્ર ગરીબ રેશનકાર્ડ ધારકોને જ ઘઉં અને ચોખા મફતમાં આપવામાં આવશે. સરકારે એપ્રિલ 2020માં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના શરૂ કરી હતી. આ યોજના કોરોના સંક્રમણ અને લોકડાઉન લાગુ થયા પછી શરૂ કરવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી આ યોજનાને બંધ કરવાની વાત ચાલી રહી હતી, પરંતુ કેબિનેટે તેને હાલમાં ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. જો કે હવે આ યોજનાને ખાદ્ય સુરક્ષા યોજના સાથે મર્જ કરવામાં આવી છે. આ અંતર્ગત મફત રાશન આપવા પર લગભગ બે લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ ખર્ચનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે. આમાં રાજ્યો પાસેથી પૈસા વસૂલવામાં આવશે નહીં.
નવા વર્ષમાં ફ્રી રાશનમાં કેટલો ફેરફાર થશે?
રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ, ઘઉં, ચોખા અને બરછટ અનાજ 1 થી 3 રૂપિયા પ્રતિ કિલોના દરે ગરીબોને અપાય છે પરંતુ કેન્દ્ર સરકારે કહ્યું છે કે ડિસેમ્બર 2023 સુધી ગ્રાહકો પાસેથી આ રકમ પણ વસૂલવામાં આવશે નહીં. છેલ્લા 3 વર્ષમાં આ યોજનાના 7 તબક્કા પૂર્ણ થયા છે. સૌ પ્રથમ માર્ચ 2020માં એપ્રિલથી જૂન સુધીના ત્રણ મહિના માટે પ્રથમ તબક્કામાં લાગુ કરવામાં આવી હતી.
દેશમાં અનાજનો કેટલો જથ્થો છે?
મોદી સરકારે કહ્યું છે કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) અને અન્ય કલ્યાણકારી યોજનાઓની જરૂરિયાતોને પહોંચી વળવા અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં વધારાની ફાળવણી માટે ભારત સરકાર પાસે કેન્દ્રીય પૂલમાં અનાજનો પૂરતો સ્ટોક છે. 1 જાન્યુઆરી 2023ના રોજ લગભગ 159 લાખ મેટ્રિક ટન ઘઉં અને 104 LMT ચોખા ઉપલબ્ધ છે.
ભારત સરકારે સુનિશ્ચિત કર્યું છે કે કેન્દ્રીય પૂલમાં અનાજની ઉપલબ્ધતા સમગ્ર દેશમાં તમામ કલ્યાણકારી યોજનાઓની જરૂરિયાતોને પહોંચી વળવા પર્યાપ્ત રહે છે અને કિંમતો પણ નિયંત્રિત છે. કેન્દ્ર સરકારે એ પણ કહ્યું છે કે દર વર્ષની 1 જાન્યુઆરીએ 138 LMT ઘઉં અને 76 LMT ચોખા સ્ટોકમાં હોવા જરૂરી છે. આ વખતે તેના કરતા વધારે છે. સેન્ટ્રલ પૂલમાં લગભગ 180 LMT ઘઉં અને 111 LMT ચોખાની ઉપલબ્ધતા 15મી ડિસેમ્બર, 2022ના રોજ હતી. આ જ કારણ છે કે સરકારે વર્ષ 2023માં પણ મફત રાશન વિતરણની યોજના ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.
તેવી જ રીતે, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2013 (NFSA) હેઠળ તમામ લાભાર્થીઓ ખાસ કરીને સ્થળાંતરિત લાભાર્થીઓ, એક દેશ એક રાશન કાર્ડ (ONORC) સિસ્ટમ દ્વારા આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. તમામ લાભાર્થીઓ તેમના હાલના રેશનકાર્ડનો ઉપયોગ કરીને અથવા બાયોમેટ્રિક પ્રમાણીકરણ સાથે આધાર નંબર દ્વારા કોઈપણ ફેર પ્રાઈસ શોપ (FPS) નો ઉપયોગ કરીને દેશના કોઈપણ ઈલેક્ટ્રોનિક પોઈન્ટ ઓફ સેલ (EPOS) પરથી અનાજનો તેમનો હિસ્સો મેળવી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે