વર્લ્ડ બેન્કે જણાવ્યું અર્થતંત્ર સામે ક્યા છે પડકાર, GDPમા 9.6 ટકાના ઘટાડાનું અનુમાન

રિપોર્ટમાં વિશ્વ બેન્કે દક્ષિણ એશિયાના ક્ષેત્રમાં 2020મા 7.7 ટકા આર્થિક ઘટાડાની આશંકા વ્યક્ત કરી છે. આ ક્ષેત્રમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન વાર્ષિક છ ટકાની આસપાસ વૃદ્ધિ જોવા મળી છે. 
 

વર્લ્ડ બેન્કે જણાવ્યું  અર્થતંત્ર સામે ક્યા છે પડકાર, GDPમા  9.6 ટકાના ઘટાડાનું અનુમાન

વોશિંગટનઃ વર્લ્ડ બેન્કે ગુરૂવારે કહ્યું કે, કોવિડ-19 મહામારીને કારણે ચાલુ નાણાકીય વર્ષ (2020-21)મા ભારતની અર્થવ્યવસ્થા પર મંદીની પકડ વધુ મજબૂત બની શકે છે. વર્લ્ડ બેન્ક પ્રમાણે નાણાકીય વર્ષ 2020-21મા દક્ષિણ એશિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં આર્થિક વૃદ્ધિની ગતિ  (-) 9.6 ટકા રહી શકે છે. વિશ્વ બેન્કે પોતાના અર્ધવાર્ષિક અપડેટમાં કહ્યું કે, દક્ષિણ એશિયાની અર્થવ્યવસ્થાઓ પર કોવિડ-19ની વિનાશકારી અસરને કારણે ક્ષેત્ર અત્યાર સુધીની સૌથી ખરાબ મંદીનો માર સહન કરી શકે છે. તેણે કહ્યું કે, આ મહામારીની અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો પર ખુબ  ખરાબ અસર જોવા મળી છે. તો આ મહામારીએ દક્ષિણ એશિયાના લાખો લોકોને અત્યંત ગરીબી તરફ ધકેલી દીધા છે. 

વર્લ્ડ બેન્કે 'બીટેન અને બ્રોકેન? ઇન્ફોર્મિલિટી એન્ડ કોવિડ-19' શીર્ષક હેઠળ પોતાના રિપોર્ટમાં કહ્યું કે, ચાલુ નાણાકીય વર્ષમાં ક્ષેત્રની આર્થિક વૃદ્ધિમાં અનુમાનથી વધુ ઘટાડો જોવા મળી શકે છે. વિશ્વ બેન્કે નાણાકીય વર્ષ 2020-21મા વૃદ્ધિદરમાં  7.7 ટકાના નુકસાનું અનુમાન લગાવ્યું છે.

ફોર્બ્સના લિસ્ટમાં સતત 13મા વર્ષે મુકેશ અંબાણી નંબર વન, અદાણી બીજા સ્થાને  

આ પહેલા આવેલી મંદીમાં રોકાણ અને નિકાસમાં કમી જોવા મળી હતી. આ વખતે ખાનગી વપરાશમાં 10 ટકા સુધીના ઘટાડાનું અનુમાન છે, જેથી ગરીબીનો દર વધુ વધી શકે છે. પરંપરાગત રીકે દક્ષિણ એશિયામાં ખાનગી વગરાને માગ પ્રમાણે સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને તે આર્થિક કલ્યાણનો મુખ્ય સંકેત છે. 

દક્ષિણ એશિયા ક્ષેત્ર માટે વર્લ્ડ બેન્કના ઉપ પ્રમુખ હાર્ટવિગ સ્કાફરે કહ્યુ, 'કોવિડ-19ને કારણે દક્ષિણ એશિયન અર્થવ્યવસ્થાઓમાં ઘટાડો પૂર્વ અનુમાનના મુકાબલે વધુ રહી શકે છે. તે નાના વેપારીઓ અને અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે ખુબ ખરાબ સાબિત થઈ છે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news