Fake Tax Notice: શું તમને પણ મળી છે ઇનકમ ટેક્સમાંથી નોટીસ? ક્યાંક ફેક તો નથી.. આ રીતે કરો તપાસ

Income Tax Notice: કેટલાક લોકો પાસે એવા મેલ આવે છે જેમાં દાવો કરવામાં આવે છે કે ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે તેમને એક નોટીસ મોકલી છે, જેમાં તેમને પોતાના ટેક્સના પૈસા જલદીથી જલદી ચૂકવવા પડશે. 

Fake Tax Notice: શું તમને પણ મળી છે ઇનકમ ટેક્સમાંથી નોટીસ? ક્યાંક ફેક તો નથી.. આ રીતે કરો તપાસ

Income Tax  Guideline: ઇનકમ ટેક્સ વિભાગ (Income Tax Department) માંથી નોટીસ મળતાં જ લોકો ગભરાઇ જાય છે અને મોટાભાગે ભૂલો કરી બેસે છે. ઇનકમ ટેક્સમાંથી નોટિસ (IT Notice) આવે ત્યારે તમારે તેને ધ્યાનથી સમજવું જોઇએ. કારણ કે આજકાલ ફેક ટેક્સ નોટિસ પણ મોકલવામાં આવે છે. ઇનકમ ટેક્સ નોટિસને લઇને ખૂબ કૌભાંડ (Fake Tax Notice) ચાલી રહ્યા છે. સ્ક્રૂટિની સર્વે ટેક્સ ડિમાન્ડથી જેવા નામ પર નોટિસ મોકલીને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે અને લાખો રૂપિયા પડાવી લેવામાં આવે છે. 

કેટલાક લોકો પાસે એવા મેલ આવ્યા છે કે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે તેમને એક નોટિસ મોકલી છે, જેમાં તેમને જલદી થી જલદી પોતાના ટેક્સની ચૂકવણી કરવા માટે કહેવામાં આવ્યું છે, નહીતર તેમને દંડ ભરવો પડશે અને આ સાથે જ એક પેમેન્ટ લિંક પણ શેર કરવામાં આવી હતી, જેથી લોકો ગભરાઇ જઇને જલદીથી જલદી સ્કેમર્સને પૈસા મોકલી દે. 

આ કારણોસર તમારે હવે જાણવું જોઈએ કે તમારી પાસે જે ઇનકમ ટેક્સ નોટિસ આવી છે તે ખરેખર ઇનકમ ટેક્સ વિભાગ (Income Tax Department) દ્વારા મોકલવામાં આવી છે અથવા તે સાયબર છેતરપિંડીનો ભાગ છે? આ માટે નોટિસની સત્યતા તપાસવી જરૂરી છે. ઇનકમ ટેક્સ વિભાગે (Income Tax Department) આ સંદર્ભે માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. લોકોએ પણ સાવચેત રહેવાની જરૂર છે. જ્યારે પણ તેને કોઈ નોટિસ મળે ત્યારે તેણે તેની કાળજીપૂર્વક તપાસ કરવી જોઈએ.

શું-શું જોવું જોઇએ? 
ડીઆઇએન નંબર (DIN Number) જેટલા કોમ્યુટર જનરેટરેડ દસ્તાવેજ હોય છે, તેના પર એક વિશિષ્ટ સંખ્યા હોય છે જેને ડીઆઇએન નંબર કહે છે. આ 1 ઓક્ટોબર 2019 થી લાગૂ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ 14 ઓગસ્ટ 2019 ના રોજ એક સર્કુલર ઇશ્યૂ કર્યું હતું, જેનો ઉદ્દેશ્ય ઇનકમ ટેક્સ વિભાગના દસ્તાવેજમાં ટ્રાંસપરન્સી લાવવાનો હતો. આ નંબર ઇનકમ ટેક્સ પોર્ટલ પર પણ જોવા મળશે. 

તમે પોર્ટલ પર પણ મોકલવામાં આવેલી નોટીસની તપાસ કરી શકો છો. તો બીજી તરફ તમને @incometax.gov.in ડોમેન પણ ચેક કરવું જોઇએ. કેટલાક કેસમાં ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારી સેક્શન 131 અને 133 અંતગર્ત નોટીસ ઇશ્યૂ કરે છે. આઇટી ડિપાર્ટમેન્ટ તરફથી મોકલવામાં આવેલી ટેક્સ નોટિસમાં કોઇપણ પ્રકારની પેમેન્ટ લિંક આપવામાં આવતી નથી અને આઇટી ડિપાર્ટમેન્ટના ડોમેનથી સેન્ડ કરવામાં આવે છે. 

પોર્ટલ પર કેવી રીતે ચેક કરશો ફેક નોટિસની તપાસ? 
- સૌથી પહેલાં ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના ઈ-ફાઈલિંગ પોર્ટલ પર જાઓ અને 'આઈટીડી દ્વારા જારી કરાયેલ નોટીસ/ઓર્ડર ઇશ્યૂ બાય ITD' બટન પર ટેબ કરો.
- નવી વિન્ડો પર તમારે DIN અથવા PAN નંબર દાખલ કરવો પડશે. પછી તમે OTP દ્વારા પ્રમાણીકરણ તપાસી શકો છો.
- જો ટેક્સ વિભાગ દ્વારા નોટિસ નહીં મોકલવામાં આવે તો DIN નંબર અમાન્ય થઈ જશે. મતલબ કે નોટિસ નકલી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news