ઇમરાનનો મોટો આદેશ, સીધી અસર પહોંચશે રસોડા પર 

પાકિસ્તાનમાં વધી રહેલી મોંઘવારીથી સામાન્ય જનતા પરેશાન છે

ઇમરાનનો મોટો આદેશ, સીધી અસર પહોંચશે રસોડા પર 

વી દિલ્હી : પાકિસ્તાનમાં સતત વધી રહેલી મોંઘવારીથી સામાન્ય જનતા પરેશાન છે. ભારતના પાડોશી દેશમાં હોટેલોમાં નાન 12થી 15 રૂપિયાની અને રોટલી 110થી 12 રૂપિયાની મળે છે. આ મોંઘવારીથી ત્રસ્ત જનતાને રાહત આપવા માટે સરકારે હાલમાં કેબિનેટ મીટિંગ બોલાવી હતી. આ બેઠકમાં રોટલી અને નાનની કિંમતમાં તાત્કાલિક ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મીટિંગ પછી સરકારે રસ્તાના કિનારા પરની તંદુરો માટેની ગેસની કિંમતમાં કરેલો વધારો પરત ખેંચવાનો નિર્ણય જાહેર કર્યો છે. હાલમાં કેશ સંકટ સામે ઝઝુમી રહેલી ઇમરાન સરકાર દ્વારા ગેસની કિંમત વધારવાના નિર્ણયનો ચારે તરફ વિરોધ થયો હતો. 

કેબિનેટ મીટિંગ પછી સૂચના મંત્રી ફિરદૌસ આશિક અવાને કહ્યું છે કે પ્રધાનમંત્રીએ નાન અને રોટલીની વધતી કિંમત પર કડક વલણ અપનાવ્યું છે અને નાન તેમજ રોટલીની જૂની કિંમતે જ વેચવાના પ્રયાસો કરવાનું કહ્યું છે. હાલમાં પાકિસ્તાન વિદેશી મુદ્રા ભંડારની ભારે તંગી સામે લડી રહ્યું છે. થોડા દિવસ પહેલાં જ આઇએમએફએ પાકિસ્તાનને ત્રણ વર્ષમાં 6 અબજ ડોલરની લોન દેવાની સંમતિ આપી છે. 

હાલમાં પાકિસ્તાને આર્થિક સુધારા માટે કડક પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. આ સુધારા માટે પેટ્રોલ, ગેસ અને અન્ય આવશ્યક ખાદ્ય વસ્તુઓની કિંમત વધારવામાં આવી છે. આની સીધી અસર સામાન્ય વ્યક્તિના ખિસ્સા પર પડી છે. જોકે  ભારે વિરોધ પછી વડાપ્રધાન ઇમરાન ખાનના વડપણમાં મળેલી બેઠકમાં તંદુર માટે ગેસના જુના દર લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news