CJIએ કહ્યું- 'ઉન્નાવ રેપ કેસના તમામ મામલા જલદી થશે ટ્રાન્સફર', CBI પાસે માંગ્યો પ્રોગ્રેસ રિપોર્ટ

ઉન્નાવ રેપ કેસની સુપ્રીમમાં સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે તમામ કેસોને ઉત્તર પ્રદેશથી દિલ્હી ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો છે. દેશની સર્વોચ્ચ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે આ મામલે હજુ સુધી થયેલી તપાસ અને રાયબરેલીમાં આ અઠવાડિયે થયેલા રોડ અકસ્માત અંગે સંપૂર્ણ જાણકારી માંગી છે.

CJIએ કહ્યું- 'ઉન્નાવ રેપ કેસના તમામ મામલા જલદી થશે ટ્રાન્સફર', CBI પાસે માંગ્યો પ્રોગ્રેસ રિપોર્ટ

નવી દિલ્હી: ઉન્નાવ રેપ કેસની સુપ્રીમમાં સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે તમામ કેસોને ઉત્તર પ્રદેશથી દિલ્હી ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો છે. દેશની સર્વોચ્ચ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે આ મામલે હજુ સુધી થયેલી તપાસ અને રાયબરેલીમાં આ અઠવાડિયે થયેલા રોડ અકસ્માત અંગે સંપૂર્ણ જાણકારી માંગી છે. કોર્ટે ઉન્નાવ કેસમાં તપાસના સ્ટેટસ રિપોર્ટ અને એક્સિડન્ટ કેસમાં અત્યાર સુધી થયેલા સીબીઆઈ તપાસ રિપોર્ટને 12 વાગ્યા સુધીમાં આપવા જણાવ્યું છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના નેતૃત્વવાળી બેન્ચે સોલિસિટર જનરલ તુષાર મહેતાને કહ્યું કે 12 વાગ્યા સુધીમાં સીબીઆઈના  કોઈ જવાબદાર અધિકારીને બોલાવો. 

ફોનથી માહિતી મેળવીને અત્યારે આપો સ્ટેટસ રિપોર્ટ: CJI
સોલિસિટર જનરલે સીબીઆઈ ડાઈરેક્ટર સાથે વાત કર્યા બાદ સીજેઆઈને જણાવ્યું કે આવામાં તેમનું બપોર સુધીમાં પહોંચવું મુશ્કેલ છે. સોલિસિટર જનરલે કોર્ટેને વિનંતી કરી કે આ મામલાની સુનાવણી કાલે થઈ શકે છે. સીજેઆઈએ આ મામલે સુનાવણી કાલે કરવાની ના પાડતા કહ્યું કે સીબીઆઈ ડાઈરેક્ટરને કહો કે તપાસ અધિકારી પાસેથી ફોન પર પૂરેપૂરી જાણકારી લઈ લે અને બપોરે 12 વાગ્યા સુધીમાં કોર્ટને અત્યાર સુધીની તમામ તપાસ અંગે જણાવે. 

જુઓ LIVE TV

આગામી સુનાવણીમાં હાજર રહે સોલિસિટર જનરલ અને સીબીઆઈ: કોર્ટ
હાલ સુપ્રીમ કોર્ટે આ મામલે આગામી સુનાવણી માટે સોલિસિટર જનરલ અને સીબીઆઈ અધિકારીને હાજર રહેવા જણાવ્યું છે. સીજેઆઈએ  કહ્યું કે સુપ્રીમ કોર્ટ આ તમામ કેસોને લખનઉથી દિલ્હી ટ્રાન્સફર કરશે. તેમણે કહ્યું કે પીડિત પરિવારે પત્ર લખીને વિધાયક સેંગારથી જીવનું જોખમ હોવાનું જણાવ્યું હતું. પત્રમાં જણાવાયું હતું કે સેંગરે કેસને રફે દફે ન કરવા બદલ મારી નાખવાની ધમકી આપી હતી. પરંતુ અમને એ પત્ર મળ્યો નહીં. 

અત્રે જણાવવાનું કે ઉન્નાવ રેપ પીડિતીના પરિવારે સુપ્રીમ કોર્ટને પત્ર લખીને કુલદીપ સેંગરથી જીવનું જોખમ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું હતું કે તેઓ આ વિધ્વસંક માહોલમાં કઈંક રચનાત્મક કરવાની કોશિશ કરશે. નોંધનીય છે કે રવિવારે રેપ પીડિતાની કારને ટ્રકે ટક્કર મારી હતી. જેમાં તેની માસી અને કાકીના મોત થયા હતાં. જ્યારે પીડિતા અને વકીલ  ગંભીર રીતે ઘાયલ થયા હતાં. ટ્રક અને કારના અકસ્માત બાદ કથિત બળાત્કાર મામલે પહેલેથી જેલમાં બંધ ભાજપના સસ્પેન્ડેડ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર પર હત્યાનો આરોપ પણ  લાગ્યો છે. સીબીઆઈએ આ મામલે કેસ દાખલ કર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news