કેન્સલ ચેકમાં છુપાયેલા હોય છે તમારા પાંચ મોટા રાજ, ભૂલથી પણ ન કરો આ કામ

ડિજિટલ બેંકિંગ (Digitla Banking)ના જમાનામાં પણ ચેક (Cheque)નું હજુ પણ એક મહત્વપૂર્ણ સ્થાન છે. આજે પણ બિઝનેસમેન અથવા પછી બેંક અથવા નોકરી વખતે કેન્સલ ચેકની માંગણી કરવામાં આવે છે. કેન્સલ ચેક આપતાં પહેલાં ઘણા પ્રકારની સાવધાની રાખવાની જરૂર છે.

કેન્સલ ચેકમાં છુપાયેલા હોય છે તમારા પાંચ મોટા રાજ, ભૂલથી પણ ન કરો આ કામ

નવી દિલ્હી: ડિજિટલ બેંકિંગ (Digitla Banking)ના જમાનામાં પણ ચેક (Cheque)નું હજુ પણ એક મહત્વપૂર્ણ સ્થાન છે. આજે પણ બિઝનેસમેન અથવા પછી બેંક અથવા નોકરી વખતે કેન્સલ ચેકની માંગણી કરવામાં આવે છે. કેન્સલ ચેક આપતાં પહેલાં ઘણા પ્રકારની સાવધાની રાખવાની જરૂર છે. જોકે કેન્સલ ચેકનું કંઇ થતું નથી, પરંતુ આ પ્રકારે ચેકમાં પણ તમારા નામની ઘણી જાણકારીઓ છુપાયેલી હોય છે. 

એટલા માટે પડે છે જરૂર
કેન્સલ ચેકને એક વેરિફાઇ ડોક્યુમેન્ટ તરીકે જોવામાં આવે છે. જો તમે કોઇને કેન્સલ ચેક આપી રહ્યા છો, તો તેનાથી તમારું બેંક એકાઉન્ટ (Bank Account), તમારું નામ વગેરેની પુષ્ટિ થાય છે. કુલ મળીને કેન્સલ ચેકથી પાંચ સચોટ જાણકારી મળે છે. 

આવો હોય છે કેન્સલ ચેક
એક નોર્મલ ચેક પર આડી ત્રાંસી લાઇન ખેંચીને તેની વચ્ચે Cancelled લખી દેવાથી તે કેન્સલ ચેક બની જાય છે. હવે આ ચેક કોઇ કામનો રહ્યો નથી અને તેનો ઉપયોગ પૈસા કાઢવા માટે ન કરી શકાય. ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે કેન્સલ શબ્દ અંગ્રેજીમાં લહ્કતાં પહેલાં જોઇ લો આ કોઇપણ પ્રકારે તમારા બેંક એકાઉન્ટા સંબંધિત ડિટેલ્સ પર ન હોય. 

આ હોય છે ચેક પર ડિટેલ્સ 
તમારું નામ
જે બેંકમાં એકાઉન્ટ હોય છે, તેનું નામ
ખાતા નંબર
બેંકનો આઇએફએસસી કોડ  (IFCI Code)
તમારી સહી 

કેન્સલ ચેક આપતી વખતે સાવધાની
કેન્સલ ચેક બેકાર છે, એમ સમજીને કોઇને આપવો ન જોઇએ. કેન્સલ ચેક પર તમારા બેંક એકાઉન્ટ સાથે જોડાયેલી ઘણી મહત્વપૂર્ણ જાણકારી હોય છે. તેનો ઉપયોગ ખોટી રીતે તમારા ખાતામાંથી પૈસા કાઢવા માટે થઇ શકે છે. જો શક્ય હોય તો સહી કર્યા વિના કેન્સલ આપો. સહી કર્યા વિના કેન્સલ ચેક ફક્ત તે કંપનીઓ અને તે સંસ્થાઓને આપો, જેના પર તમને પુરો વિશ્વાસ છે. 

ક્યાં આપવો પડે છે કેન્સલ ચેક
1. ડીમેટ એકાઉન્ટ ખોલવા માટે
2. બેંકમાં કેવાઇસી (KYC) કરવા માટે 
3. વિમો ખરીદવા માટે
4. ઇએમઆઇ ભરવા માટે
5. મ્યૂચ્યુઅલ ફંડ (Mutual Fund)માં રોકાણ કરવા માટે
6. બેંકમાંથી લોન લેવા માટે
7. ઇપીએફના પૈસા કાઢવા માટે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news