અમેરિકન એજન્સીની રડાર પર છે ચંદા કોચર અને ICICI બેંક
આઇસીઆઇસીઆઇ બેંકની પ્રમુખ ચંદા કોચર અને તેના પરિવાર લાગેલા આરોપની તપાસ ભારતમાં અનેક એજન્સી કરી રહી છે
Trending Photos
નવી દિલ્હી : આઇસીઆઇસીઆઇ બેંકની પ્રમુખ ચંદા કોચર અને તેના પરિવાર લાગેલા આરોપની તપાસ ભારતમાં અનેક એજન્સી કરી રહી છે. મામલો હવે અમેરિકન માર્કેટ રેગ્યુલેટર SEC (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન)ની રડારમાં આવી ગયો છે. હવે બહુ જલ્દી ચંદા કોચર અને આઇસીઆઇસીઆઇ બેંકને SEC તપાસનો સામનો કરવો પડી શકે છે. જોકે મામલામાં બેંક તરફથી કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી.
ચંદા કોચર અને આઇસીઆઇસીઆઇ બેંક સાથે જોડાયેલા મામલાની SEBI સિવાય આરબીઆઇ અને કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટ્રી પણ તપાસ કરી રહી છે. સીબીઆઇએ માર્ચમાં જ ચંદા કોચરના પતિ દીપક કોચર વિરૂદ્ધ પ્રારંભિક તપાસ (PE) રજિસ્ટર્ડ કરવામાં આવી હતી અને એપ્રિલમાં ચંદા કોચરના દિયર રાજીવ કોચરની પણ પૂછપરછ કરવામાં આવી હતી.
શું છે મામલો?
ICICI બેંકના સીઈઓ ચંદા કોચર પર લોનના બદલે ફાયદો ઉઠાવવાનો મામલો સામે આવ્યો છે. એક રિપોર્ટ પ્રમાણે ડિસેમ્બર 2008માં વીડિયોકોન સમૂહના માલિક વેણુગોપાલ ધૂતે બેંકના સીઈઓ અને એમડી ચંદા કોચરના પતિ દીપક કોચર અને તેમના બે સંબંધીઓ સાથે મળીને જોઈન્ટ વેન્ચર (જેવી) બનાવી. ત્યારબાદ આ કંપનીના નામ પર 64 કરોડની લોન લેવામાં આવી અને પછી આ કંપનીના માલિકી હક માત્ર 9 લાખ રૂપિયામાં એવા ટ્રસ્ટના હાથમાં સોંપી દેવામાં આવી જેની કમાન દીપક કોચરના હાથમાં હતી. મળેલી જાણકારીમાં ખુલાસો થયો છે કે જોઈન્ટ વેન્ચરના હસ્તાંતરણથી 6 મહિના પહેલા વીડિયોકોન ગ્રુપે ICICI બેંક પાસેથી 3250 કરોડ રૂપિયાની લોન લીધી હતી. પરંતુ 2017માં જ્યારે વીડિયોકોન પર 86 ટકા લોન અમાઉન્ટ એટલે કે 2810 કરોડ રૂપિયા લેણી રકમ હતી ત્યારે આ અમાઉન્ટને એપીએ (નોન પરફોર્મિંગ એસેટ્સ) જાહેર કરી દેવામાં આવી. છેલ્લા કેટલાક દિવસોથી એવા અહેવાલો આવી રહ્યાં છે કે આઈસીઆઈસીઆઈ બેંકે વીડિયોકોન ગ્રુપને આપેલી લોનમાં કથિત રીતે ભ્રષ્ટાચાર થયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે