પેટ્રોલ-ડીઝલમાં છેલ્લા 15 દિવસમાં સૌથી મોટો ઘટાડો, જાણો આજનો ભાવ

નવા વર્ષ પહેલા ગ્રાહકોને સસ્તા પેટ્રોલ-ડીઝલની ભેટ મળી રહી છે. 
 

પેટ્રોલ-ડીઝલમાં છેલ્લા 15 દિવસમાં સૌથી મોટો ઘટાડો, જાણો આજનો ભાવ

નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં શનિવારે મોટો ઘટાડો થયો છે. કાચા તેલની કિંમતમાં સતત થઈ રહેલા ભાવ ઘટાડાને કારણે આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં આશરે 30-30 પૈસાનો ઘટાડો થયો છે. આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 69 રૂપિયા 26 પૈસા અને ડીઝલની કિંમત 63 રૂપિયા 32 પૈસા પહોંચી ગયા છે. ગુરૂવારે કાચા તેલમાં 4.5 ટકાનો જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. બ્રેંટ ક્રૂડના ભાવ ઘટીને 52 ડોલર સુધી પહોંચી ગયા છે. પરંતુ શુક્રવારે તેલની કિંમતોમાં થોડી રિક્વરી થી પરંતુ કાચા તેલની સતત ઘટડી કિંમતોથી ગ્રાહકોનો ફાયદો મળી રહ્યો છે. 

છેલ્લા એક વર્ષમાં સૌથી સસ્તુ પેટ્રોલ
નવા વર્ષ પહેલા ગ્રાહકોને સસ્તા પેટ્રોલ-ડીઝલની ભેટ મળી રહી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની વાત કરીએ તો પેટ્રોલના ભાવ 2018મા અત્યાર સુધી સૌથી સસ્તા થઈ ગયા છે. પેટ્રોલની હાલની કિંમત છેલ્લા એક વર્ષમાં સૌથી ઓછી છે. આ પહેલા 1 જાન્યુઆરી 2018ના પેટ્રોલનો ભાવ 69.97 રૂપિયા હતા. દિલ્હીમાં ડીઝલના ભાવ પણ 11 મહિનાના નિચલા સ્તર પર છે. 

ક્યાં કેટલો છે પેટ્રોલ-ડીઝલનો ભાવ
શહેર     પેટ્રોલ/લીટર    ડીઝલ/લીટર
દિલ્હી     ₹69.26    ₹63.32
મુંબઈ     ₹74.89    ₹66.25
ગાઝિયાબાદ      ₹69.24     ₹62.71
નોઇડા    ₹69.37    ₹62.84
કોલકત્તા    ₹71.37    ₹65.07
અમદાવાદ    ₹66.75    ₹66.15
ભોપાલ    ₹72.28    ₹64.54

વધુ સસ્તું થશે પેટ્રોલ
દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો તે વાત પર નિર્ભર રહે છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો ક્યાં છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત ડિમાન્ડ અને સપ્લાઇના આધાર પર નક્કી થાય છે. જાણકારો પ્રમાણે કાચા તેલની વધતી માગ અને વધુ ઉત્પાદનને કારણે અત્યારે તેલનો ભાવ ઓછો છે. આગામી કેટલાક દિવસો સુધી કાચા તેલની કિંમતોમાં ઘટાડો જોવા મળી શકે છે અને આશા છે કે, તેનાથી પેટ્રોલ-ડીઝલની કિંમતો બેથી ત્રણ રૂપિયા ઓછી થઈ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news