મહત્વના સમાચાર: ભાડુઆતોને ટેક્સ કપાતમાં મળે છે બમ્પર છૂટ; જાણો અને સમજો કઈ રીતે

HRA Taxation: કોરોના મહામારીના કારણે ઇનકમ ટેક્સ વિભાગ (Income Tax) એ આકારણી વર્ષ 2021-22 ની પર્સનલ ઇનકમ ટેક્સ રિટર્ન (Income Tax Return) ભવારની છેલ્લી તારીખ વધારીને 31 ડિસેમ્બર 2021 કરી છે. જે પહેલા 31 સપ્ટેમ્બર 2021 હતી. એવામાં જો તમે ટેક્સ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છો તો HRA પર કેવી રીતે ટેક્સ બચાવી શકાય, તેના વિશે પણ જરૂરથી જાણી લો...

મહત્વના સમાચાર: ભાડુઆતોને ટેક્સ કપાતમાં મળે છે બમ્પર છૂટ; જાણો અને સમજો કઈ રીતે

નવી દિલ્હી: HRA Taxation: કોરોના મહામારીના કારણે ઇનકમ ટેક્સ વિભાગ (Income Tax) એ આકારણી વર્ષ 2021-22 ની પર્સનલ ઇનકમ ટેક્સ રિટર્ન (Income Tax Return) ભવારની છેલ્લી તારીખ વધારીને 31 ડિસેમ્બર 2021 કરી છે. જે પહેલા 31 સપ્ટેમ્બર 2021 હતી.

HRA પર કેવી રીતે બચાવી શકાય ટેક્સ
એવામાં જો તમે ટેક્સ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છો તો HRA પર કેવી રીતે ટેક્સ બચાવી શકાય, તેના વિશે પણ જરૂરથી જાણી લો. HRA તે ભથ્થું હોય છે જે પગારદાર વર્ગને તેની કંપની દ્વારા આપવામાં આવે છે, આ સંપૂર્ણપણે ટેક્સેબલ હોય છે. આ ટેક્સને તમે કેવી રીતે બચાવી શકો છો, અમે તમને જણાવી રહ્યા છીએ.

ઇનકમ ટેક્સ કાયદા અનુસાર, HRA પર છૂટ સેક્શન 10 (13A) હેઠળ આપવામાં આવી છે. કુલ ટેક્સેબલ આવકની ગણતરી HRA ના કુલ આવકમાંથી બાદ કરીને કરવામાં આવે છે. આ વાતનું ધ્યાન રાખો કે જો કંપનીનો કર્મચારી પોતાના ઘરમાં રહે છે અથવા મકાનનું ભાડું ચૂકવતો નથી, તો તેના પગારમાં HRA તરીકે મળતી રકમ કરપાત્ર હશે. એટલે કે ટેક્સ ચૂકવવો પડશે.

HRA માં ટેક્સ છૂટ કેવી રીતે કરો કેલક્યુલેટ
હવે સવાલ એ થયા છે કે જો HRA પર કેટલો ટેક્સ બચાવી શકાય છે. તેનું કેલક્યુલેશન ખુબ જ સરળ છે. નીચે આપેલી ત્રણ પરિસ્થિતિઓમાંથી જે પણ રકમ સૌથી ઓછી આવશે, તેના પર HRA ની ટેક્સ છૂટનો ફાયદો મેળવી શકાય છે.

1. તમારી સેલેરીમાં કેટલો ભાગ HRA નો છે.
2. મેટ્રો શહેર જેમકે દિલ્હી, મુંબઇ, કોલકાતામાં રહે છે તો બેઝિક સેલેરીના 50 ટકા, નોન મેટ્રોમાં રહે છે તો સેલેરીના 40 ટકા ભાગ
3. વાસ્તવમાં ચૂકવવામાં આવેલા મકાનના વાર્ષિક ભાડામાંથી વાર્ષિક પગારના 10 ટકા ઘટાડ્યા બાદ બાકી રહેલી રકમ

HRA છૂટનું કેલક્યુલેશન
ગણતરી કરો કે તમારો માસિક પગાર 15,000 રૂપિયા છે. તમને કંપનીમાંથી 7000 રૂપિયા HRA મળે છે. તમે કોઈ મેટ્રો સિટીમાં રહો છો અને ઘરનું ભાડું 8400 રૂપિયા પ્રતિ મહિના ચૂકવો છે.

HRA બેનિફટ પ્રાપ્ત કરવા માટે આ ત્રણમાંથી જે પણ સૌથી ઓછી હશે તેના પર છૂટ મળશે, બાકી પર ટેક્સ લાગશે

1. વાસ્તવિક HRA મળ્યો = 7000x12 = 84000 વાર્ષિક
2. બેઝિક સેલેરીના 50 ટકા (મેટ્રો) = 1.8 લાખ ના 50 ટકા = 90,000
3. કુલ વર્ષનું ભાડું- બેઝિક સેલેરીના 10 ટકા = 100800 - 1.8 લાખના 10 = 82,000

હવે જોઈ શકાય છે કે, 84,000 તમને વાસ્તવિક HRA મળે છે, પરંતુ તેમાં 82800 રૂપિયા પર ટેક્સ છૂટ મળશે કેમ કે આ રકમ આ ત્રણમાં સૌથી ઓછી છે. બાકી બચેલી રકમ 1200 તમારી સેલેરીમાં જોડાઈ જશે જેના પર તમારી સેલેરીના હિસાબથી ટેક્સ લાગશે. તમારી સેલેરી અહીંયા 20 ટકાના સ્લેબમાં છે તેથી તમારે ટેક્સ આપવો પડશે.
1200 ના 20 ટકા = 240 રૂપિયા

એટલે કે તમારે 240 રૂપિયા ટેક્સ ચૂકવવો પડશે. પરંતુ ધ્યાન રાખો કે HRA પર ટેક્સ ફાયદો ત્યારે મળી શકે છે જ્યારે તમારી પાસે ભાડા પહોંચ હશે. જો તમારી પાસે મકાન માલિક સાથે થયેલો રેન્ટ એગ્રિમેન્ટ છે ત્યારે પણ તમે તેનો લાભ લઈ શકો છો. જો ભાડા તરીકે તમે દર મહિને 15,000 રૂપિયા અથવા વર્ષના 1 લાખ રૂપિયાથી વધારે ભાડું ચૂકવો છો તો છૂટ મેળવવા માટે મકાન માલિકનો પાન કાર્ડ નંબર આપવો જરૂરી છે.

HRA પર કેટલીક મહત્વપૂર્ણ બાબતો
1. ટેક્સ રાહત ત્યારે જ મળી શકે છે જ્યારે કર્મચારી ખરેખરમાં ઘરનું ભાડું ચૂકવે છે, તે માત્ર પગારદાર વર્ગ માટે છે, સેલ્ફ પ્રોફેશનલ્સને તેનો કોઈ ફાયદો મળતો નથી.
2. જો કર્મચારીએ તેના પરિવારના કોઈપણ સભ્યને ભાડું ચૂકવ્યું હોય તો પણ તેને HRA પર છૂટ મળશે.
3. જો કર્મચારી ઘરનો માલિક છે, પરંતુ તે અન્ય કોઈ જગ્યાએ ભાડાના મકાનમાં રહે છે, તો પણ તે HRA પર ટેક્સ છૂટ મેળવી શકે છે.
4. જો કંપની કર્મચારીને પગારમાં HRA નથી આપતી અને કર્મચારી ભાડાના મકાનમાં રહે છે, તો આવી સ્થિતિમાં HRA પર ટેક્સ છૂટ મેળવવા માટે હકદાર રહેશે નહીં.
5. આ કિસ્સામાં કર્મચારી સેક્શન 80GG હેઠળ ડિડક્શન લઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news