Car Dealer Margin:એક 10 લાખની કાર વેચવા પર શોરૂમ માલિકો કેટલા પૈસા કમાય છે?

Car Dealer Margin: જ્યારે પણ તમે દુકાનમાંથી કોઈ પણ માલ ખરીદો છો, ત્યારે દુકાનદાર તેની કિંમત પર માર્જિન લગાવીને તેનો માલ વેચે છે. જે સામાન તમને 100 રૂપિયામાં મળી રહ્યો છે, તે સામાન તેણે 90, 80 કે 85 રૂપિયામાં ખરીદ્યો હશે.

Car Dealer Margin:એક 10 લાખની કાર વેચવા પર શોરૂમ માલિકો કેટલા પૈસા કમાય છે?

Car Dealer Margin: તમે ઘણી વસ્તુઓ વિશે પણ જાણતા હશો કે દરેકમાં કેટલું માર્જિન છે. પરંતુ શું તમને કાર વિશે કોઈ ખ્યાલ છે. મતલબ કે જ્યારે પણ કાર વેચાય છે ત્યારે ડીલર કાર વેચવા પર કેટલી કમાણી કરે છે અને કારની કિંમતમાં ડીલરની કિંમત કેટલી છે. આજે અમે તમને જણાવીશું કે કાર પર ડીલરનું પ્રોફિટ માર્જિન શું છે અને કાર વેચવા પર ડીલરને કેટલો ફાયદો થાય છે. આ પછી તમે સમજી શકશો કે તમારી પાસેની કારમાંથી ડીલરે કેટલા પૈસાની કમાણી કરી છે. 

1 કાર પર કેટલા પૈસા બચે છે?
જો આપણે કાર પર થતી બચતની વાત કરીએ તો ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન દ્વારા કરવામાં આવેલા સર્વેના આધારે કેટલાક રિપોર્ટ્સમાં તેની જાણકારી આપવામાં આવી છે. આ અંગે કહેવામાં આવ્યું છે કે ભારતમાં ડીલરનું માર્જિન અન્ય દેશોની સરખામણીમાં ઓછું છે. અભ્યાસ મુજબ ભારતમાં ડીલરોને 5 ટકાથી ઓછું માર્જિન મળે છે. એટલે કે કાર વેચવા પર ડીલરને 5 ટકા સુધીનો નફો મળે છે અને આ માર્જિન એક્સ-શો રૂમ પર હોઈ શકે છે.

ડીલરનું માર્જિન 2.9 ટકાથી 7.49 ટકા સુધી
તમને જણાવી દઈએ કે ડીલરોનું માર્જિન 2.9 ટકાથી 7.49 ટકા સુધી છે. તે દરેક કંપની અને કારના સેગમેન્ટ અથવા વિસ્તાર પર પણ આધાર રાખે છે. એવું કહેવાય છે કે MG મોટર્સ અને મારુતિ સુઝુકી ભારતમાં ડીલરોને સૌથી વધુ માર્જિન ઓફર કરે છે. આ કંપનીઓ દ્વારા લગભગ 5 કે તેથી વધુ ટકા કમિશન આપવામાં આવે છે. આ સિવાય કેટલીક કંપનીઓ બહુ ઓછું માર્જિન પણ આપે છે. જેમાં કાર કયા દેશમાં બની રહી છે તેના આધારે નફાની ટકાવારી પણ નક્કી કરવામાં આવે છે.

કાર પર કેટલો ટેક્સ લાગે છે?
જ્યારે પણ તમે કાર ખરીદો છો ત્યારે તમારે કારની કિંમત પર રોડ ટેક્સ, GST અને સેસ ચૂકવવો પડ છે. આ ટેક્સ કારના દરેક સેગમેન્ટ માટે પણ અલગ-અલગ હોય છે. ઉદાહરણ તરીકે 1500 સીસીથી ઓછી કાર પર 28 ટકા જીએસટી અને 17 ટકા સુધીનો સેસ લાગે છે. આ સિવાય રોડ ટેક્સ પણ ભરવો પડે છે. આવી સ્થિતિમાં ટેક્સના રૂપમાં ઘણા પૈસા જતા રહે છે.

આ પણ વાંચો:
દસ્તાવેજ નોંધણીને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ફ્રેંકિંગ પધ્ધતિનો સમય વધાર્યો
ડેટિંગ એપ પર પ્રેમ શોધતા હોવ તો સાવધાન! આ વ્યક્તિએ ગુમાવ્યા 14 કરોડ રૂપિયા
સાવધાનઃ શું તમે તો નથી ખાતાને આવી કેરી! કરી રહી છે તમારા શરીરને ખલાસ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ
 : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news