4000 કરોડ રૂપિયાનો આવી રહ્યો છે IPO! દિગ્ગજ કંપનીના બોર્ડે આપી મંજૂરી

હીરો મોટોકોર્પ લિમિટેડની સબ્સિડિયરી કંપની હીરો ફિનકોર્પનો આઈપીઓ જલ્દી પ્રાઇમરી માર્કેટમાં આવી શકે છે. કંપનીના બોર્ડે આઈપીઓને મંજૂરી આપી દીધી છે. 

4000 કરોડ રૂપિયાનો આવી રહ્યો છે IPO! દિગ્ગજ કંપનીના બોર્ડે આપી મંજૂરી

IPO News Updates: ભારતની સૌથી મોટી ટૂ-વ્હીલર ગાડી બનાવનારી કંપની હીરો મોટોકોર્પ (Hero MotoCorp Ltd) એ 29 મેએ પોતાની સબ્સિડિયરી કંપની હીરો ફિનકોર્પ (Hero FinCorp Ltd) નો આઈપીઓ લાવવાની મંજૂરી આપી છે. આ આઈપીઓની સાઇઝ 4000 કરોડ રૂપિયા હોઈ શકે છે. કંપની ઓફર ફોર સેલ હેઠળ અને ફ્રેશ ઈશ્યૂ દ્વારા શેર જારી કરશે.

29 મેએ યોજાઈ હતી બોર્ડ મીટિંગ
હીરોમોટોકોર્પે શેર બજારને જાણકારીમાં કહ્યું કે 29 મેએ  કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની બેઠર યોજાઈ હતી. આ મીટિંગમાં કંપનીએ હીરો ફિનકોર્પનો આઈપીઓ લાવવાની મંજૂરી આપી છે. આઈપીઓ દ્વારા કંપની જે શેર જારી કરશે તેની ફેસ વેલ્યૂ 10 રૂપિયા રહેશે. 

શું કરે છે કંપની?
હીરો ફિનકોર્મ એક નાણાકીય સર્વિસ પ્રદાન કરનારી કંપની છે. કંપની ટૂ-વ્હીલર્સ માટે ફાઈનાન્સ, ઘર માટે એડવાન્સ, એજ્યુકેશન લોન અને એસએમઈ કંપનીઓને લોન આપે છે. કંપની 4000 શહેરોમાં કાર્યરત છે. 

કંપનીમાં કોની કેટલી ભાગીદારી?
હીરો ફિનકોર્પમાં હીરો મોટોકોર્પની ભાગીદારી 40 ટકા છે. મંજુલ પરિવારની પાસે 35થી 39 ટકા ભાગીદારી છે. આ સિવાય બાકીની ભાગીદારી અપોલો ગ્લોબલ, Cheyscpaital Suisse અને અન્ય પાસે છે. 

શેર બજારમાં કંપનીનું પ્રદર્શન કેવું છે?
શુક્રવારે હીરોમોટોકોર્પના શેરનો ભાવ બીએસઈમાં 5119.60 રૂપિયા હતો. છેલ્લા એક વર્ષ દરમિયાન કંપનીના શેરની કિંમત 84 ટકાની તેજી જોવા મળી છે. તો છ મહિનાથી સ્ટોક હોલ્ડ કરનાર ઈન્વેસ્ટરને અત્યાર સુધી 36 ટકાનો લાભ મળ્યો છે.

કંપનીના શેરના ભાવમાં છેલ્લા એક મહિનામાં 14.9 ટકાની તેજી જોવા મળી છે. કંપનીના શેરનો 52 વીક હાઈ 5225 રૂપિયા અને 52 વીકનો લો 2740.05 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ 1,02,356.73 કરોડ રૂપિયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news