HDFC બેન્કે લોન્ચ કરી 'MY APP', જાણો શું મળશે સુવિધા, કોને મળશે તેનો ફાયદો
દેશમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે એચડીએફસી બેન્કે માયએપ્સ (myApps) નામની એક એપ લોન્ચ કરી છે. આ એપમાં ઘણી બેકિંગ પ્રોડક્ટને એકસાથે રાખવામાં આવી છે. જેથી શહેરી લોકલ સંસ્થાઓ, હાઉસિંગ સોસાયટીઝ, લોકલ ક્લબ તથા જિમખાના અને ધાર્મિક સંસ્થાનો ફાયદો મળી શકે.
Trending Photos
નવી દિલ્હી: દેશમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે એચડીએફસી બેન્કે માયએપ્સ (myApps) નામની એક એપ લોન્ચ કરી છે. આ એપમાં ઘણી બેકિંગ પ્રોડક્ટને એકસાથે રાખવામાં આવી છે. જેથી શહેરી લોકલ સંસ્થાઓ, હાઉસિંગ સોસાયટીઝ, લોકલ ક્લબ તથા જિમખાના અને ધાર્મિક સંસ્થાનો ફાયદો મળી શકે. આ સુવિધાને મેળવવા માટે બસ તમારે બેન્ક એકાઉન્ટ HDFC બેન્ક સાથે ખોલાવવાનું રહેશે. આ એપમાં ડેટા સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવાનું છે. એકદમ નવી પહેલમાં એચડીએફસી બેન્ક સંસ્થાઓની મદદ કરી રહી છે તે પોતાની ઇકોસિસ્ટમ માઇએપ્સ દ્વારા ડિજિટાઇઝ કરી શકે.
હાલ બેન્ક આ એપમાં ચાર પ્રકારની એપ્લિકેશન પુરી પાડી રહી છે.આ છે- માયસોસાયટી, માયપ્રેયર, માયક્લબ અને માયસિટી, એચડીએફ બેન્કે જણાવ્યું કે આ માય એપ્સની મદદથી સંસ્થાને પોતાની બ્રાન્ડીંગ અને કન્ટેન્ટને કસ્ટમાઇઝ કરવામાં મદદ મળશે. માયએપ્સ એપ્લિકેશન દરેક ઇંસ્ટીટ્યૂટના દરેક સભ્ય માટે ફ્રી રહેશે.
તેમાં કોઇ માસિક ચાર્જ નહી રહે. સભ્ય આ એપ દ્વારા માસિક બિલ અથવા ફીની ચૂકવણી કરી શકે છે. આ તમામ સુવિધાઓ માટે ઓનલાઇન બુકિંગ કરી શકશે. માઇએપ્સ દ્વારા ઓર્ગેનાઇજેશનને પેમેન્ટનો રિપોર્ટ સભ્યો દ્વાર બુક કરવામાં આવેલી ફેસિલિટી, યૂઝર્સ દ્વારા મોકલવામાં આવેલી રિક્વેસ્ટ્સ અથવા ફરિયાદો એક્સેસ કરવી સરળ થઇ જશે.
આ એપ્સ મૂળભૂત બેંકિંગ સેવાઓ ઉપરાંતનું મૂલ્ય પૂરું પાડવા પર અને બી2બી2સી ક્ષેત્રમાં પ્રવેશવા પર ધ્યાન કેન્દ્રિત કરી ડિજિટાઇઝેશનને નવા સ્તરે લઈ જવાની બેંકની વ્યૂહરચનાનો એક હિસ્સો છે. વર્ષ 2011ની વસતીગણતરી મુજબ દેશમાં 30 લાખ ધાર્મિક સ્થળો; 6-8 લાખ હાઉસિંગ સોસાયટીઓ; 2,000થી વધુ ક્લબ તથા 1 લાખથી વધુની વસતી ધરાવતા 500થી વધુ શહેર હોવાથી આ એક ખૂબ જ મોટી તક છે. સમય જતાં બેંક આ સોલ્યુશનને હજી વધુ સેગમેન્ટમાં વિસ્તારશે.
એચડીએફસી બેંકના ગવર્મેન્ટ અને ઇન્સ્ટિટ્યૂશનલ બિઝનેસ, સ્ટાર્ટ-અપ્સ અને ઈ-કૉમર્સના કન્ટ્રી હેડ સુશ્રી સ્મિતા ભગત તથા એચડીએફસી બેંકના ગવર્મેન્ટ અને ઇન્સ્ટિટ્યૂશનલ બિઝનેસના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ સુશ્રી સુનાલી રોહરા દ્વારા મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન માયએપ્સના આ પ્રોડ્ક્ટ્સ સ્યૂટને લૉન્ચ કરવામાં આવ્યો હતો.
માયએપ પ્રોડક્ટ સ્યૂટ્સના મુખ્ય લાભઃ
- સંસ્થાઓ તેના પોતાના બ્રાન્ડિંગ અને વિષયવસ્તુ દ્વારા આ વ્હાઇટ-લેબલ એપ્સના દેખાવ અને અનુભવને સંપૂર્ણપણે પોતાને અનુકૂળ બનાવી શકે છે તથા પોતાના ગ્રાહકોને તેમને અનુરૂપ ઉપાયો પૂરાં પાડી શકે છે.
- બી2બી2સી સેગમેન્ટ્સને સેવા પૂરી પાડનાર માયએપ્સ પ્રત્યેક સંસ્થાના તમામ સભ્યો માટે તદ્દન નિઃશૂલ્ક હશે અને યુઝર દિઠ માસિક લવાજમના કોઈ ચાર્જિસ વસૂલવામાં આવશે નહીં. આ ઉપરાંત યુઝર્સની સંખ્યાનું પણ કોઈ નિયંત્રણ નથી.
- હિંદી અને અંગ્રેજીથી શરૂઆત કરી આ એપને 20થી વધુ ભાષામાં કસ્ટમાઇઝ કરી શકાય છે.
- યુઝરોના ડેટાને સંસ્થાના સર્વર પર હોસ્ટ કરવામાં આવશે, જેની સુવિધા બેંક પોતે કરશે, જેથી કરીને ડેટાની સંપૂર્ણ ગુપ્તતા અને સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે